Wednesday, August 10, 2022

કાલાવડ ખાતે પ્રભારી મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે

આગામી ૧૫ મી ઓગષ્ટની ઉજવણીને અનુલક્ષી કલેકટરશ્રી ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

જામનગર જિલ્લાના કાલાવડ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ તથા રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ગરીમાભેર ઉજવણી કરવામાં આવશે. આગામી ૧૫ મી ઓગષ્ટ-૨૦૨૨ની ઉજવણીને અનુલક્ષી જામનગર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને અધિકારીશ્રીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યક્રમના સ્થળે સાફ- સફાઇ અને પાણીનો છંટકાવ, ધ્વજવંદન સ્થળે બેઠક વ્યવસ્થા અને સુશોભન, હર્ષ ધ્વની, પોલીસ પરેડ, પ્રોટોકોલ મુજબ આમંત્રિતોને બેસાડવાની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સરકારી કચેરીઓમાં સાફ- સફાઇ અને શણગાર તથા રંગરોગાન, વૃક્ષારોપણ, રમત- ગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામીગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. ‘‘હર ઘર તિરંગા અભિયાન’’ અંતર્ગત જિલ્લાના દરેક ઘર, સરકારી કચેરી તથા દુકાનો પર તિરંગો લહેરાવવામાં આવે તેની વ્યવસ્થા સુનિશ્વિત કરવા કલેકટરશ્રીએ અધિકારીઓને સુચના આપી હતી.  

       


બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી એમ.પી.પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાયજાદા, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, સર્વે મામલતદારશ્રીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિ્ત રહ્યા હતા.


મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...