Saturday, March 1, 2025

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ ખાતે આગમનઃમહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીના સ્વાગતમાં મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા શ્રી મુળુભાઈ બેરા, સાંસદશ્રી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, જામનગરના મેયરશ્રી વિનોદભાઇ ખીમસૂરિયા, ધારાસભ્યોસર્વશ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રિવાબા જાડેજા, શ્રી દિવ્યેશભાઇ અકબરી, ચીફ સેક્રેટરીશ્રી પંકજ જોશી, ડી.જી.પી.શ્રી વિકાસ સહાય, એરફોર્સના ગ્રુપ કેપ્ટનશ્રી સૌરભ પારિજાત,  કલેકટરશ્રી કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ, અગ્રણીઓશ્રી રમેશભાઇ મુંગરા અને ડૉ.વિમલભાઇ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 
લ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. અને આવતી કાલે સવારે વનતારાની મુલાકાત લેશે. ત્યાંથી તેઓ સોમનાથ જવા રવાના થશે. 


No comments:

Post a Comment

તા.૧૦મે ના રોજ સાંજે ૪:00 કલાકથી તા.૧૧મે બપોરે ૧૨:૦૦ કલાક સુધી સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ તથા અન્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે વ...