જામનગર શહેરમા બનતા વાહન ચોરીના અનડિટેક્ટ ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ કૈલ સાહેબની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી વરૂણ વસાવા સાહેબ તથા પોલીસ ઇન્સપેકટર શ્રી એન.એ.ચાવડા સાહેબ ના માર્ગદશન મુજબ સીટી એ ડીવી. પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં કમાન્ડ કંટ્રોલના કેમેરા આધારે વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે તપાસ કરતા હતા દરમ્યાન આજરોજ તા.૨૨/૦૪/૨૦૨૩ ના રોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ. વિજયભાઇ બળદેવભાઇ કાનાણી, રૂષીરાજસિંહ લાલુભા જાડેજા, રવિભાઇ ગોવિંદભાઇ શર્મા, યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા નાઓને સંયુકત રીતે બાતમીદાર થી ચોકકસ હકિકત મળેલ હોય કે વસંતવાટીકા શેરી નં-૩ માં રહેતો દિવ્યરાજસિંહ ઉર્ફે રાજભા નરેન્દ્રસિંહ જાડેજા તથા તેમના મિત્રો મુકેશ ઉર્ફે કારીયો પાલાભાઇ માડમ તથા યોગીરાજસિંહ ઉર્ફે યોગી વેલુભા જાડેજા તથા વિજયસિંહ હઠીસિંહ જાડેજા એ સાથે મળી જામનગર શહેર તથા આજુબાજુના વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ થી ચોરી કરેલ મોટર સાયકલો વેચવા માટે વસંતવાટીકા અંદર રીધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટ ના પાર્કીંગમાં ભેગા કરેલ છે જે હકીકત આધારે રેઇડ કરતા આરોપીઓ (૧) દિવ્યરાજસિંહ ઉર્ફે રાજમા નરેન્દ્રસિંહ જાડેજા જાતે ગીરા ઉવ.૨૩ ધંધો.જી.આર.ડી. માં નોકરી રહે. રણજીતસાગર રોડ વસત્તવાટીકા શેરી નં-૩ બ્લોક નં-૧૭૧ જામનગર (ર) મુકેશ ઉર્ફે કારીયો પાલાભાઇ માડમ જાતે આહીર ઉવ.૨૬ ધંધો ડ્રાઇવિંગ રહે, નાધેડી ગામ રામાપીરના મંદિર પાસે તા.જી.જામનગર (૩) યોગીરાજસિંહ ઉર્ફે યોગી વેલુભા જાડેજા જાતે ગીરા ઉવ.૨૭ ધંધો. ડ્રાઇવિંગ રહે. રણજીતસાગર રોડ નંદનવન પાર્ક-૨ જામનગર (૪) વિજયસિંહ હઠીસિંહ જાડેજા જાતે ગીરા ઉવ.૨૫ ધંધો, હોમગાર્ડમાં નોકરી રહે, રણજીતસાગર રોડ નંદનવન સોસાયટી-૧ પીંજારાવાસ જામનગર વાળા મળી આવેલ હોય અને તેઓની બાજુમાં અલગ અલગ મોટર સાયકલો પડેલ હોય જે મો.સા. ઓર્ના પોકેટકોપ એપ્લીકેશન દ્વારા સર્ચ કરતા નીચે મુજબના ગુન્હાઓ શોધી કાઢવામાં આવેલ.
(૧) સીટી એ ડીવી. પો.સ્ટે, ગુરન ૧૧૨૦૨૦૦૮૨૩૦૬૦૩/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે એક સપ્લેન્ડર મો.સા. કિ.રૂ. ૪૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે.
(૨) સીટી એ ડીવી. પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૮૨૩૦૬૦૫/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે એક બુલેટ કિ.રૂ. ૬૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે,
(૩) સીટી એ ડીવી. પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૮૨૨૧૮૫૦/૨૦૨૨ ઇપીકો કલમ મુજબના કામે એક બુલેટ કિ.રૂ. ૮૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે.
(૪) સીટી એ ડીવી. પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૮ર૩૦૬૦૪/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે એક એક્સેસ કિ.રૂ. ૮૦,૦૦૦- ગણી કબ્જે કરેલ છે.
(૫) સીટી એ ડીવી. પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૮૨૩૦૫૮૯/૨૦૨૩ ઇપીકો ૩૭૯ મુજબના કામે એક એક્સેસ મો.સા. કિ.રૂ. ૨૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે.
(૬) સીટી સી ડીવી. પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૨૨૨૧૮૪૦૪૨૦૨૨ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે સ્પ્લેન્ડર મો.સા. કિ.રૂ. ૪૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે.
(૭) સીટી સી ડીવી. પો.સ્ટે, માં ઇ-એફ.આઇ.આર. નં-૨૦૨૩૦૪૨૨૯૭૩૮૨૭ ના કામે સ્પ્લેન્ડર મો.સા. કિ.રૂ. ૫૦,૦૦૦/- ગણી ગુનાના કામે કબ્જે કરેલ છે.
(૮) આજથી પંદરેક દિવસ પહેલા સીટી સી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ આશાપુરા હોટલ જકાતનાકા ફાટક પાસેથી ચોરી કરેલ એક સ્પ્લેન્ડર મો.સા, કિ.રૂ. ૪૦,૦૦૦/- ગણી શકપડતી મિલ્કત તરીકે સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે.
(૯) આજથી સતરેક દિવસ પહેલા પંચકોશી બી ડીવી, પો,સ્ટે. વિસ્તારના નાઘેડીના પાટીયા પાસેથી ચોરી કરેલ એક સ્પ્લેન્ડર મો.સા. કિ.રૂ. ૩૦,૦૦૦/- ગણી શકપડતી મિલ્કત તરીકે સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે.
(૧૦) આજથી ત્રણેક મહીના પહેલા સીટી સી પો.સ્ટે. વિસ્તારના સમર્પણ સર્કલ પાસેથી ચોરી કરેલ સ્પ્લેન્ડર મો.સા. કિ.રૂ. ૧૦,૦૦૦/- ગણી શકપડતી મિલ્કત તરીકે સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે.
(૧૧) એક હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા, છે કિ.રૂ. ૧૫,૦૦૦/- ગણી શકપડતી મિલ્કત તરીકે સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે.
(૧૨) એક મેટ બ્લેક કલરનુ એક્સેસ-૧૨૫ મો.સા. કિ.રૂ. ૧૫,૦૦૦/- ગણી શકપડતી મિલ્કત તરીકે સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે.
(૧૩) આજથી છએક મહીના પહેલા વૃંદાવાનપાર્ક શેરી નં-૧ માંથી એક્સેસ મો.સા. ની ચોરી કરેલની કબુલાત આપેલ છે. જે અગાઉ સીટી એ ડીવી. પો.સ્ટે માં ગુ.ર.નં- ૧૧૨૦૨૦૦૮૨૨૧૫૨૪૨૦૨૨ થી ફરીયાદ દાખલ થયેલ છે.
તેમજ મજકુર આરોપીઓને જામનગર સીટી એ ડીવી,પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૦૨૦૦૮૨૨૧૮૫૦ ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ ના કામે અટક કરી કુલ ૧૨ વાહનોની કુલ કિ.રૂ.૪,૮૦,૦૦૦/- મળી કુલ ૧૩ ચોરીના વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવામાં આવેલ છે.
આ કામગીરી પો.ઇન્સ. એન.એ.ચાવડા સાહેબ, પો.સબ.ઇન્સ. બી.એસ.વાળા સા.,પો.હેડ.કોન્સ, દેવાયતભાઇ આર, કાંબરીયા, મહીપાલસિંહ એમ. જાડેજા, રવિરાજસિંહ એ. જાડેજા, રવિન્દ્રસિંહ એન. પરમાર, સુનીલભાઇ એ. ડેર, શૈલેષભાઇ કે. ઠાકરીયા, પો.કોન્સ. શિવરાજસિંહ એન, રાઠોડ, રૂષીરાજસિંહ એલ. જાડેજા, યોગેન્દ્રસિંહ એન. સોઢા, વિક્રમસિંહ બી. જાડેજા, ખોડુભા કે. જાડેજા, રાજેન્દ્રસિંહ જી, ડોડીયા, રવિભાઇ જી. શર્મા, મહેન્દ્રભાઇ આર, પરમાર, વિજયભાઇ બી. કાનાણી, વિરેન્દ્રસિંહ બી. જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.