Monday, May 15, 2023

તીર્થક્ષેત્ર દ્વારકા જેના કિનારે વસેલું છે : પવિત્ર ગોમતીજી

નિર્મળ ગંગા - ગોમતી, માટે માછલડાની ગેલ, બ્રાહ્મણ ઊભા કાલે કરતા ધરમનો ટેલ, ઘાટે ઘાટે તેઓએ મલક મલક ના લોક પુણ્ય પરબના સ્નાનથી પરિવતર થઈ રાચતાં.  કલ્યાણરાય જોશી.

વૈદિક સંસ્કૃતિમાં નદીઓને લોકમાતા કહી છે. મા એટલે રપોપાર, પવિત્ર કરનાર, જીવનમાં શુદ્ધિ આપનાર, તેથી જ આપણી ઋષિ પરંપરાએ આપણાં તીર્થધામોની પસંદગી નદીઓના કિનારે જ કરી છે. બીજી રીતે કહીએ તો આપણાં પવિત્ર તીર્થઘામો તે. નદીઓને કિનારે જ વસેલાં છે. આવું જ એક પવિત્ર તીર્થ એટલે પુણ્ય પાવન નગરી દ્વારિકા જે ગોમતી નદીના કિનારા ઉપર વસેલું છે. દ્વારકાધામની દક્ષિણ તરફ ગૌમતી નદી આવેલી છે, જેનું મૂળ દ્વારકાથી ૧૬ કિ.મી. દૂર આવેલ નાના ભાવડા ગામની નજીક છે. તેથી જ આ સ્થળ મૂળ ગોમતા તરીકે ઓળખાય છે. જ્યાં પૂ.મહાપ્રભુજીની બેઠક પણ આવેલી છે.


દ્વારકા પધારતા દરેક તીર્થં યાંત્રિકે પ્રથમ ગોમતી નદીમાં સ્નાન કરવાનું હોય છે. જેથી તેના જીવનના દરેક પાપને મા ગોમતી ધોઈ નાખે છે અને તેનું જીવન પવિત્ર થાય છે. તેથી ગોમતી સ્નાન કર્યા પછી તથા યથામતિ યથાશક્તિ દાન કરવાનો મહિમા છે. ખાસ તો અહીં તુલાદાન થાય છે જે યાત્રિક પોતાની શક્તિ મુજબ કરી શકે છે. ગોમતી સ્નાન કર્યા પછી છાન સીડીના રસ્તે સ્વર્ગદ્વારથી અંદર પ્રવેશ કરી ભગવાનશ્રી દ્વારકાધીશજીના દર્શન થાય છે. આ ગોમતી ને વશિષ્ઠનતયા એટલે કે ઋષિ વશિષ્ઠની પુત્રી તરીકે ઓળખવામાં આવે છે. ઋષિએ તેમના લગ્ન સમુદ્ર સાથે કરાવેલ છે તેથી અહીં ગોમતીનો સમુદ્ર સાથે સંગમ થાય છે. તેથી અહીં સ્નાન કરવાથી ત્રણ-ત્રણ પુણ્ય પ્રાપ્ત થાય છે. એક તો પવિત્ર નદીમાં સ્નાન કરવાનું, બીજું પવિત્ર સંગમ સ્થાન કરવાનું અને ત્રીજું સમુદ્ર સ્નાન કરવાનું. આ ગોમતી રનાનનો અનેરો મહિમા છે.


ગોમતી માતાને રોજ સાંજે ૬:૩૦ વાગ્યે જલસ્વરૂપમાં ઢોલ-નગારા અને શરણાઈના સૂર સાથે ગુગ્ગલી જ્ઞાતિ સંસ્થા આયોજિત ગુગલી બ્રાહમણો સમૂહમાં આસ્તી જ્યોત ઉત્સવ કરે છે. અને ત્યારબાદ સાત વાગ્યે ગોમતી કિનારે ગોમતી માતાનાં મૂર્તિ સ્વરૂપ મંદિરમાં આરતી થાય છે. આ બન્ને ક્રમ જળવાયા બાદ ૭:૩૦ વાગ્યે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન દ્વારકાધીશજીના સંધ્યા આરતીના દર્શન થાય છે. ગોમતી કિનારે આવેલાં પ્રાચીન મંદિરોમાં સંગમ નારાયણનું મંદિર, રામેશ્વર મહાદેવનું મંદિર, નૃસિંહજીનું મંદિર, પાંચ પાંડવની દહેરીઓ, હાટકેશ્વર મહાદેવ મંદિર વગેરે મંદિરો આવેલાં છે, અહીં પણ મહાપ્રભુજીની બેઠક આવેલી છે, સમગ્ર પ્રાચીન ગોમતી નદી પર આવેલ જુદા જુદા ઘાટ કે તદ્દન જિર્ણ સ્થિતિમાં હતા તેનો જર્ણોધ્ધાર એક દાયકા પહેલાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવેલ છે, જેને પરિણામે દ્વારકા ગોમતી સ્નાન કરતા લાખો યાત્રિકો માટે એક સુંદર સુવિધા ઉપલબ્ધ થઈ છે,



ગોમતી નદીના મહાત્મ્ય અંગે ભિન્ન ભિન માન્યતાઓ પ્રચલિત છે. ગોમતી તટે શ્રાધ્ધ, સંકલ્પ અને સ્નાનનો અનેરો મહિમા છે. ભાઈબીજના દિવસે ગોમતી સ્નાન કરવા હજારો યાત્રિકો ઉમટી પડે છે. તેવી જ રીતે દરેક પૂર્ણિમા (પૂનમ)ના દિવસે ગોમતી સ્નાનનો મહિમાં છે, સ્કંદ પૂરાણમાં થયેલાં ઉલ્લેખ મુજબ બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજી સ્વયં ગોમતી નામ ધારણ કરીને દ્વારકામાં પ્રગટ થયા છે. દ્વારકામાં ગોમતી કાંઠે આવેલો બ્રહ્મકુંડ પણ તે માન્યતાને પુષ્ટિ આપે છે. હાલમાં પણ આ બ્રહ્મકુંડમાં બ્રહ્માજીની મૂર્તિ પૂજાય છે,



ગોમતી મહાત્મય મુજબ ગોમતી સ્નાન કરતા પહેલાં ચોખા, તુલસીનું પાન અને શ્રીફળથી ગોમતીજીની પૂજાવિધિ થઇ શકે છે. બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોકત ઉચ્ચારણો સાથે અથવા તીર્થગોરની આજ્ઞા મુજબ સંકલ્પ ભાવિકો લેતાં હોય છે. અહિં તીર્થગોર અથવા બ્રાહ્મણો શ્રાધ્ધ વિધિ કરાવે છે, અહિં શ્રાધ્ધ વિધિ કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે અને પિતૃમોક્ષ થાય છે, તેવી માન્યતા છે. ગોમતી નદી પર સામે કાંઠે આવેલા પંચનદતીર્થમાં મરીચી ઋષિએ ગંગા ગોમતી, અત્રિ ઋષિએ લક્ષ્મણા, અંગિરાએ ચંદ્રભાગા, પૂલકે એ કુશાવર્તી તથા ભૃગુઋષિએ ગંગાની આરાધના કરીને પંચનદતીર્થની સ્થાપના કરી હોવાની માન્યતા છે, ગોમતી સ્નાનના સંકલ્પના શ્લોકમાં દ્વારકાના પ્રાચીન નામો તથા ક્ષેત્રોનો ઉલ્લેખ મળે છે. ભારતવર્ષના ભરતખંડમાં જમ્બુ દ્વિપ, સૌરાષ્ટ્ર, આનર્તક ક્ષેત્ર, ઉપામંડળ, ચંપકવન ત્રિવિક્રમ ક્ષેત્ર, કુશસ્થલી વિગેરે પ્રાચીન નામો ગોમતી સ્નાનના સંકલ્પ શ્લોકમાં આવરી લેવાયા છે. આ પવિત્ર ગોમતીજીના મહાત્મયના કારણે જ કોલવા ભગત, મીરાબાઈ, કબીર, ભક્ત બોડાણા, નરસિંહ મહેતા અને પીપા ભગત જેવા સમર્પિત મતો પણ ગોમતી સ્નાન કરીને દ્વારકાધીશના દર્શને ગયા હોવાની અલગ અલગ ક્થાઓ પ્રચલિત છે,



દ્વારકાના રાજા હોવા છતાં શ્રીકૃષ્ણે અષ્ટપટ્ટરાણીઓની વચ્ચે પણ રાધિકાનો વિરહ રહેતો હતો. અને બાળ- કિશોરાવસ્થાથી રાસલીલાઓ યાદ આવતી હતી. તેથી દ્વારકાના ગોમતી સમુદ્રના સંગમ સ્થળે તેઓ સાંજના સમયે એ મધુર યાદોને સ્મરીને થોડો સમય અતીતમાં ખોવાઈ જતા હશે, તેવી કલ્પા સાથે અહીં આવેલા સંગમ સ્થાને પણ હજારો ભાવિકો ભાવવિભોર થઈ જતાં હોય છે.

Monday, May 1, 2023

જામનગરમાં ગુજરાતના સ્થાપના દિને ગુજરાતના ગૌરવને ઉજાગર કરતો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ 'નમોસ્તુતે નવાનગર' યોજાયો

એક બીજાને અપનાવવા અને બીજામાં ભળી જવું આ બંને ગુણ હોવા તે ગુજરાતીઓનું ગૌરવ..'' : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અમૃત કાળમાં યોજાયેલો ગુજરાતનો 63 મો સ્થાપના દિન ગુજરાતની પ્રગતિ અને વિકાસ સાથેનો ગૌરવ દિન છે.  આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતનો પૂર ઝડપે વિકાસ થયો છે, અને તે નેતૃત્વ સમગ્ર દેશને મળ્યું, આજે દેશના નેતૃત્વ અને વિકાસની ચર્ચા દુનિયામાં થાય છે, એ ગુજરાતનું ગૌરવ છે.  : આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ

-:આચાર્ય દેવવ્રત:-દુનિયાના 172 દેશોમાં ગુજરાતીઓ વસે છે. રાજ્ય- દેશની પ્રગતિ માટે ગુજરાતીઓએ પુરુષાર્થ કર્યો છે.પ્રાકૃતિક ખેતી માટે વડાપ્રધાનશ્રીના આશીર્વાદ સાથે પોણા 5 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે.વિકાસનું મોડેલ ગુજરાત હવે પ્રાકૃતિક ખેતીમાં પણ દેશનું નેતૃત્વ કરશે.

મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સમાજ સુધારક શ્રી દયાનંદ સરસ્વતી અને સર્વ સમાવેશક વિકાસના પ્રણેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતે દેશને આપ્યા છે.          જામનગર આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે ઔદ્યોગિક નગરી તરીકે પણ ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે.          જામનગરના લોકોની શિસ્ત, મહેનત અને ખમીરવંતી એતિહાસિક ગૌરવ ગાથાને બિરદાવતા રાજ્યપાલશ્રી

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ:-આશરો આપનારાઓની ભૂમિ જામનગર ખમીરવંતો ઇતિહાસ ધરાવે છે.. પોલેન્ડમાં આજે પણ જામસાહેબને યાદ કરવામાં આવે છે.ભૂચર મોરીનું યુદ્ધ એ શરણે આવેલાના રક્ષણ માટે અને આશરો ધર્મ પાળવા માટેની શૌર્ય ગાથા છે.. 

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રૂ. 300 લાખ કરોડનું ગુજરાતનું બજેટ ગુજરાતીઓના વિકાસ માટેનું છે. અમૃતકાળનું આ બજેટ ગુજરાતને પ્રગતિના એક ઉચ્ચતમ પંથે લઈ જશે..

રાજ્ય અને રાષ્ટ્રના પર્વને જિલ્લાઓમાં વિકાસ સાથે જોડીને- સમાજ સેવકોને ગુજરાત ગરિમા એવોર્ડ આપીને સન્માનિત કરીને ગુજરાત સરકારે દેશને વિકાસનું મોડેલ આપ્યું છે  ગુજરાતના વિકાસમાં જન ભાગીદારી સાથે નવા આયામો સિદ્ધ થયા છે                                                          જામનગરના ગૌરવવંતા ઇતિહાસ અને વીરતાની શૌર્યગાથા પ્રસ્તુત કરતા સાંસ્કૃતિક વિભાગના નમોસ્તુતે નવાનગર નિહાળીને મંત્રમુગ્ધ થતા હાલારવાસીઓ 150 કલાકારોને બિરદાવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે જામનગરમાં કુ. સરિતા ગાયકવાડ, શ્રી જગદીશ ત્રિવેદી અને સ્વ. શ્રી અનુબેન ઠક્કરને ગુજરાત ગરિમા એવોર્ડ અર્પણ કરાયો: વિશિષ્ટ સેવા બદલ 18 પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું

ગુજરાતના 63 માં સ્થાપના દિન 'ગુજરાત ગૌરવ દિન' ની જામનગરમાં રાજ્યકક્ષાની ઉજવણીના અવસરે ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નમોસ્તુતે નવાનગરની પ્રસ્તુતિના પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, બીજાને અપનાવવા અને બીજામાં ભળી જવું એ બંને ગુણ હોવા એ ગુજરાતીઓનું ગૌરવ છે. રાજ્યપાલશ્રીએ સગૌરવ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ અને નેતૃત્વમાં ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં દેશનું નેતૃત્વ કરશે. 

રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, દુનિયાના 172 દેશોમાં ગુજરાતીઓ વસે છે. ગુજરાતે વિકાસની એક નવી ઓળખ આપી છે. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સમાજ સુધારક શ્રી દયાનંદ સરસ્વતી અને સર્વ સમાવેશક વિકાસના પ્રણેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતે દેશને આપ્યા છે. 

તેઓએ ગુજરાત ગૌરવ દિને ગુજરાતમાં થઇ રહેલા વિકાસ અને પ્રાકૃતિક ખેતી તરફ જન આંદોલનમાં ગુજરાતના ખેડૂતોના ઉત્સાહને બિરદાવી જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી આત્મનિર્ભર ભારતનું પણ સપનું સાકાર થશે. લોકોના આરોગ્યની સુખાકારી સાથે ખેડૂતોની સમૃદ્ધિ થશે. ગુજરાતના સ્થાપના દિને પ્રાકૃતિક ખેતી વધુ અપનાવવા તેઓએ આહવાહન કરી જન ભાગીદારી સાથે આ અંગે સંકલ્પ કરવા માટે પણ આહવાહન કર્યું હતું. 

ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેમ સહર્ષ જણાવ્યું હતું. તેઓએ ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જામનગરની આગવી અધ્યાત્મિકે ઓળખ અને ઔદ્યોગિક નગરી તરીકે પણ આગવી વિશેષતા ધરાવે છે. રાજ્યપાલશ્રીએ ગુજરાત ગરિમા એવોર્ડ અને સન્માનિત શ્રેષ્ઠીઓને બિરદાવીને તમામ ગુજરાતીઓને આજના દિવસે શુભકામના પાઠવી હતી. 



આ પ્રસંગે, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, 1 લી મે, 1960 ના રોજથી ગુજરાતે અલગ અસ્તિત્વ સાથે આગવી ઓળખ સ્થાપિત કરી છે. શરૂઆતના વર્ષોમાં યોગ્ય નાણાંકીય વ્યવસ્થાપનના અભાવે ગુજરાતનો પૂરતો વિકાસ થયો ન હતો. પરંતુ, છેલ્લા 20- 25 વર્ષમાં ખાસ કરીને, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતનો પુરઝડપે વિકાસ થયો છે, અને આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃર્ત્વમાં અમૃતકાળમાં સૌથી મોટું રૂ. 300 લાખ કરોડનું બજેટ ગુજરાતને મળ્યું છે, અને તે ગુજરાતીઓ માટે વપરાશે. તે પણ ગૌરવ છે. 

તેમણે આગળ જણાવ્યું હતું કે, આશરો આપનારાઓની ભૂમિ જામનગર ખમીરવંતો ઇતિહાસ ધરાવે છે. પોલેન્ડમાં આજે પણ જામસાહેબને યાદ કરવામાં આવે છે. ભૂચર મોરીનું યુદ્ધ એ શરણે આવેલાના રક્ષણ માટે અને આશરો ધર્મ પાળવા માટેની શૌર્ય ગાથા છે. તેઓએ જામનગર જિલ્લાના લોકોને તેમજ તમામ ગુજરાતીઓને આજના દિવસની શુભકામના પાઠવી હતી,. 

આરોગ્ય મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, રાજ્ય અને રાષ્ટ્રના પર્વને જિલ્લાઓમાં વિકાસ સાથે જોડીને- સમાજ સેવકોને ગુજરાત ગરિમા એવોર્ડ આપીને સન્માનિત કરીને ગુજરાત સરકારે દેશને વિકાસનું મોડેલ આપ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ દેશને ઉન્નતિના માર્ગે લઇ જઈ રહયા છે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનું દુનિયામાં માન વધ્યું છે. દેશના વિકાસની ચર્ચા થાય છે. આ સપૂતો પણ ગુજરાતનું ગૌરવ છે. તેઓએ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની રાષ્ટ્ર સેવાને યાદ કરીને ગુજરાતના નિર્માણમાં યોગદાન આપનારા વીરોને પણ વંદન કર્યા હતા. 

સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે ત્રણ મહાનુભાવોને ગુજરાત ગરિમા એવોર્ડ-૨૦૨૩થી સન્માનિત કરાયા હતા. જેમાં સેવા સહકારિતા કાર્ય ક્ષેત્રે સ્વ.અનુબેન ઠક્કરને મરણોત્તર એવોર્ડ તેમજ રમત ગમત ક્ષેત્રે કુ.સરિતા ગાયકવાડ અને કલા-લેખક ક્ષેત્રે ડો. જગદીશભાઈ ત્રિવેદીને એવોર્ડ એનાયત કરાયા હતા. જામનગર જિલ્લાના પ્રતિષ્ઠિત ૧૮ નાગરિકોને બાંધણીની સાલ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને માહિતી કચેરી દ્વારા સંપાદિત કોફી ટેબલ બુક "નમોસ્તુતે નવાનગર" અને "જાજરમાન જામનગર" વિકાસવાટિકા બુકનું વિમોચન કરાયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની વિકાસગાથા, ગુજરાતનો ઐતિહાસિક વારસો, ગુજરાતના પ્રખ્યાત મંદિરો તેમજ સાંસ્કૃતિક વારસો દર્શાવતી ફિલ્મ બતાવવામાં આવી હતી. રાજ્યપાલશ્રી અને મંત્રીશ્રીઓના હસ્તે નવી જાહેરાતના ભાગરૂપે જામનગર મહાનગર, નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારને રૂ.૨.૫૦ કરોડ એમ કુલ રૂ.૭.૫૦ કરોડના ચેક કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને કમિશનરશ્રીને એનાયત કરવામાં આવ્યા હતા. 


જામનગરને કેન્દ્રમાં રાખી યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રીશ્રી હર્ષ સંઘવી, સચિવ શ્રી અશ્વિનીકુમાર તથા કમિશનર શ્રી હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ એ.પી. ટીમ પ્રોડક્શન દ્વારા ૬૦ મિનિટનો “નમોસ્તુતે નવાનગર” નામનો ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શો રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં નૃત્ય, ગીત, સંગીત અને ડ્રામેટીક પ્રેઝન્ટેશન થકી જામનગરના ગૌરવપૂર્ણ ઈતિહાસ, જામનગરના મહાપુરુષોના વ્યક્તિ ચિત્રો સહિત જામનગરની વણ ખેડાયેલી વિશેષતાઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ૧૫૦ કલાકારો તથા ૪૦ ટેકનીશીયન્સન દ્વારા તૈયાર કરાયેલ આ મલ્ટીમીડિયા શોમાં જામનગરની સ્થાપનાથી લઈ જામનગરનો ઇતિહાસ, ભૂચરમોરી યુદ્ધ સહિત જામનગરના સાંસ્કૃતિક અને સાહિત્યિક ચેતનાને ઉજાગર કરતા દ્રશ્યો તેમજ જામનગરના વિવિધ પાસાઓને રસપ્રદ રીતે ઉજાગર કરવામાં આવ્યાં હતા. આ મલ્ટીમીડિયા શો ની સ્ક્રીપ્ટ જામનગરના ડો. મનોજ જોશી “મન” દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેમજ ગૌરવ પુરસ્કૃત નાટ્ય દિગ્દર્શક વિરલ રાચ્છ તથા જય વિઠલાણી દ્વારા તેનું દિગ્દર્શન કરવામાં આવ્યું હતું. શો ને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અંકુર પઠાણ દ્વારા કોરીયોગ્રાફ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં કલેકટરશ્રી બી.એ.શાહે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી, કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી પૂનમબેન માડમ, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્યો શ્રીમતી રીવાબા જાડેજા, શ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી, ડીજીપીશ્રી વિકાસ સહાય, અગ્ર સચિવશ્રી અશ્વિની કુમાર, પ્રભારી સચિવશ્રી અનુપમ આનંદ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, કમિશનર શ્રી ડી. એન. મોદી, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.



ગુજરાત ગૌરવ દિન-૬૩ મો સ્થાપના દિવસ જામનગર ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધી યોજાયેલ પોલીસ પરેડમાં સલામી ઝીલતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

વિવિધ ૧૯ પ્લાટુનોમાં ૮૦૦ જવાનોએ ભવ્ય પરેડ યોજી કૌવત દેખાડ્યું પરેડમાં ચેતક કમાન્ડો પ્લાટુન, બુલેટપ્રુફ લેક ગાડી, અશ્વદળ, તથા વિવિધ પોલીસ બેન્ડે જમાવ્યું અનેરું આકર્ષણ

ગુજરાત ગૌરવ દિવસની  ઉજવણી જામનગરના આંગણે થઈ રહી છે, ત્યારે આ પ્રસંગે  ટાઉનહોલ થી સાત રસ્તા સર્કલ સુધી ભવ્ય પોલીસ પરેડ યોજવામાં આવી હતી. જેમાં માંન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સલામી ઝીલી હતી. આ પરેડે લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું.



પાઇપ બેન્ડથી માન. રાજ્યપાલશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગન ફાયરથી  માર્ચ પાસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પરેડમાં કુલ ૧૯ પ્લાટુનના ૮૦૦ જવાનોએ ભાગ લીધો હતો. જેમાં ગાંધીનગરની ચેતક કમાન્ડો, એસ.આર.પી. બેન્ડ પ્લાટુન, ચેલા અને બાલાનિવાવ પ્લાટુન, ચેતક કમાન્ડોની બુલેટ પ્રુફ રક્ષક ગાડીનો ટેબ્લો, ગુજરાત મરીન કમાન્ડો પ્લાટુન, એસ.આર.પી. બેન્ડ પ્લાટુન, રાજકોટ ગ્રામ્ય અને મોરબી જિલ્લા પોલીસ પુરૂષ પ્લાટુન, દેવભૂમિ દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લા પોલીસ પુરૂષ પ્લાટુન, ગુજરાત જેલ વિભાગ પુરુષ પ્લાટુન, રાજકોટ શહેર પોલીસ મહિલા પ્લાટુન, જામનગર જિલ્લા અને સુરેન્દ્રનગર પોલીસ મહિલા પ્લાટુન, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટુન, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ પુરૂષ પ્લાટુન, જામનગર જિલ્લા હોમગાર્ડ પુરૂષ તેમજ ગ્રામ રક્ષક દળ પ્લાટુન, જામનગર જિલ્લા એન.સી.સી. પ્લાટુન, જામનગર જિલ્લા એસ.પી.સી. પ્લાટુન તેમજ અશ્વદળ પ્લાટુન દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી.



પરેડમાં ગુજરાતની અસ્મિતા તથા હાલારની સંસ્કૃતિને ઉજાગર કરતાં સાંસ્કૃતિક લોકનૃત્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાત પોલીસની મહિલા તલીમાર્થીઓ દ્વારા ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતા લોકપ્રિય ગરબા, એસ.આર.પી. જુથ-૧૩ રાજકોટના તાલીમાર્થીઓ દ્વારા હાલાર પંથકની અસ્મિતાને ઉજાગર કરતા દાંડીયા રાસ, એસ.આર.પી. અને જેલ પોલીસના તાલીમાર્થીઓએ ઉત્તર ગુજરાતનુ લોકનૃત્ય રૂમાલ નૃત્ય રજુ કર્યું હતું. એસ.આર.પી. અને જેલ પોલીસના તાલીમાર્થીઓ તથા એસ.આર.પી. જુથ-૯ વડોદરાના તાલીમાર્થીઓએ ગુજરાતના અંતરીયાળ અને ડુંગરાળ વિસ્તારમાં રહેતા વનબંધુઓનું આદીવાસી નૃત્ય રજુ કર્યું હતું.



પરેડ અંતર્ગત મોટરસાયકલ સ્ટંટ શો માં પોલીસ જવાનોએ રોમાંચક કરતબો કરી આગવું કૌવત દેખાડ્યું હતું. આ સ્ટંટમાં બાઇક પર ઉભા રહી સેલ્યુટ, બાઇકના એક બાજુ ઉભા રહી બેલેન્સી, બાઇક પર હેન્ડા બાર, બાઇક પર રાણી લક્ષ્મીબાઇની પ્રતિકૃતી, બાઇક પર યોગાસન, બાઇક પર પી.ટી., બાઇક પર ચાર મહિલા બેલેન્સ, બાઇક પર પિસ્ટલ પોઝીશન, બાઇક પર ચાર જવાન બેલેન્સ, બાઇક પર કોમી એકતા સહિત વિવિધ દિલધડક બાઈક સ્ટંટ યોજવામાં આવ્યા હતા.




આ પ્રસંગે રાજ્યપાલશ્રી  સાથે તેમના ધર્મપત્નીશ્રી દર્શનાદેવી, કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદશ્રી પૂનમબેન માડમ,  ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી તેમજ શ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, મુખ્ય સચિવશ્રી રાજ કુમાર, અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ પૂરી,  જિલ્લાના પ્રભારી સચિવશ્રી અનુપમ આનંદ, ડી.જી.પી.શ્રી વિકાસ સહાય, રેન્જ આઇજીશ્રી અશોક કુમાર યાદવ, કલેકટરશ્રી બી.એ. શાહ, મ્યુનિ. કમિશનરશ્રી ડી.એન. મોદી તથા બહોળી સંખ્યામા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...