નિર્મળ ગંગા - ગોમતી, માટે માછલડાની ગેલ, બ્રાહ્મણ ઊભા કાલે કરતા ધરમનો ટેલ, ઘાટે ઘાટે તેઓએ મલક મલક ના લોક પુણ્ય પરબના સ્નાનથી પરિવતર થઈ રાચતાં. કલ્યાણરાય જોશી.
વૈદિક સંસ્કૃતિમાં નદીઓને લોકમાતા કહી છે. મા એટલે રપોપાર, પવિત્ર કરનાર, જીવનમાં શુદ્ધિ આપનાર, તેથી જ આપણી ઋષિ પરંપરાએ આપણાં તીર્થધામોની પસંદગી નદીઓના કિનારે જ કરી છે. બીજી રીતે કહીએ તો આપણાં પવિત્ર તીર્થઘામો તે. નદીઓને કિનારે જ વસેલાં છે. આવું જ એક પવિત્ર તીર્થ એટલે પુણ્ય પાવન નગરી દ્વારિકા જે ગોમતી નદીના કિનારા ઉપર વસેલું છે. દ્વારકાધામની દક્ષિણ તરફ ગૌમતી નદી આવેલી છે, જેનું મૂળ દ્વારકાથી ૧૬ કિ.મી. દૂર આવેલ નાના ભાવડા ગામની નજીક છે. તેથી જ આ સ્થળ મૂળ ગોમતા તરીકે ઓળખાય છે. જ્યાં પૂ.મહાપ્રભુજીની બેઠક પણ આવેલી છે.
ગોમતી નદીના મહાત્મ્ય અંગે ભિન્ન ભિન માન્યતાઓ પ્રચલિત છે. ગોમતી તટે શ્રાધ્ધ, સંકલ્પ અને સ્નાનનો અનેરો મહિમા છે. ભાઈબીજના દિવસે ગોમતી સ્નાન કરવા હજારો યાત્રિકો ઉમટી પડે છે. તેવી જ રીતે દરેક પૂર્ણિમા (પૂનમ)ના દિવસે ગોમતી સ્નાનનો મહિમાં છે, સ્કંદ પૂરાણમાં થયેલાં ઉલ્લેખ મુજબ બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજી સ્વયં ગોમતી નામ ધારણ કરીને દ્વારકામાં પ્રગટ થયા છે. દ્વારકામાં ગોમતી કાંઠે આવેલો બ્રહ્મકુંડ પણ તે માન્યતાને પુષ્ટિ આપે છે. હાલમાં પણ આ બ્રહ્મકુંડમાં બ્રહ્માજીની મૂર્તિ પૂજાય છે,
ગોમતી મહાત્મય મુજબ ગોમતી સ્નાન કરતા પહેલાં ચોખા, તુલસીનું પાન અને શ્રીફળથી ગોમતીજીની પૂજાવિધિ થઇ શકે છે. બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોકત ઉચ્ચારણો સાથે અથવા તીર્થગોરની આજ્ઞા મુજબ સંકલ્પ ભાવિકો લેતાં હોય છે. અહિં તીર્થગોર અથવા બ્રાહ્મણો શ્રાધ્ધ વિધિ કરાવે છે, અહિં શ્રાધ્ધ વિધિ કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે અને પિતૃમોક્ષ થાય છે, તેવી માન્યતા છે. ગોમતી નદી પર સામે કાંઠે આવેલા પંચનદતીર્થમાં મરીચી ઋષિએ ગંગા ગોમતી, અત્રિ ઋષિએ લક્ષ્મણા, અંગિરાએ ચંદ્રભાગા, પૂલકે એ કુશાવર્તી તથા ભૃગુઋષિએ ગંગાની આરાધના કરીને પંચનદતીર્થની સ્થાપના કરી હોવાની માન્યતા છે, ગોમતી સ્નાનના સંકલ્પના શ્લોકમાં દ્વારકાના પ્રાચીન નામો તથા ક્ષેત્રોનો ઉલ્લેખ મળે છે. ભારતવર્ષના ભરતખંડમાં જમ્બુ દ્વિપ, સૌરાષ્ટ્ર, આનર્તક ક્ષેત્ર, ઉપામંડળ, ચંપકવન ત્રિવિક્રમ ક્ષેત્ર, કુશસ્થલી વિગેરે પ્રાચીન નામો ગોમતી સ્નાનના સંકલ્પ શ્લોકમાં આવરી લેવાયા છે. આ પવિત્ર ગોમતીજીના મહાત્મયના કારણે જ કોલવા ભગત, મીરાબાઈ, કબીર, ભક્ત બોડાણા, નરસિંહ મહેતા અને પીપા ભગત જેવા સમર્પિત મતો પણ ગોમતી સ્નાન કરીને દ્વારકાધીશના દર્શને ગયા હોવાની અલગ અલગ ક્થાઓ પ્રચલિત છે,
દ્વારકાના રાજા હોવા છતાં શ્રીકૃષ્ણે અષ્ટપટ્ટરાણીઓની વચ્ચે પણ રાધિકાનો વિરહ રહેતો હતો. અને બાળ- કિશોરાવસ્થાથી રાસલીલાઓ યાદ આવતી હતી. તેથી દ્વારકાના ગોમતી સમુદ્રના સંગમ સ્થળે તેઓ સાંજના સમયે એ મધુર યાદોને સ્મરીને થોડો સમય અતીતમાં ખોવાઈ જતા હશે, તેવી કલ્પા સાથે અહીં આવેલા સંગમ સ્થાને પણ હજારો ભાવિકો ભાવવિભોર થઈ જતાં હોય છે.






No comments:
Post a Comment