કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લેતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
જામનગર તા. ૦૭ એપ્રિલ, આજરોજ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ૭૦૦ બેડની કોવિડ -૧૯ માટે તૈયાર થયેલી જી. જી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં મંત્રીશ્રીએ હોસ્પિટલ ખાતેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં એક કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ ૧૪ માસના બાળકના માતા-પિતાના રિપોર્ટ નેગેટિવ આવેલ છે પરંતુ હાલ પણ તેમને દેખરેખ હેઠળ રખાયા છે, આગામી પાંચ થી આઠ અથવા તો બાર દિવસોમાં પણ તેના લક્ષણો જણાઈ શકવાની શક્યતાને કારણે તેમને ક્વોરેંટાઇન કરેલ છે અને ડોક્ટરો દ્વારા બાળકની સારવાર કરવામાં આવી રહી છે. બાળક હાલ વેન્ટિલેટર પર છે. સરકાર દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરાઈ, આગામી દિવસોમાં કોઈપણ પ્રકારની આવશ્યકતા હોય કોરોના સામેની લડતમાં જામનગર જિલ્લાની આવશ્યકતા તાત્કાલિક પરિપૂર્ણ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
અહીં જિલ્લા શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઈ હિંડોચાએ રાજ્યમંત્રીશ્રી સાથે હોસ્પિટલની મુલાકાત લઇ કહ્યું હતું કે, હોસ્પિટલ ખાતે ખૂબ સારી વ્યવસ્થા ગોઠવાઇ છે સાથે જ લોકોને જણાવવાનું કે, છેલ્લા ૨૪ કલાકમાં જ ગુજરાતમાં ૨૨ જેટલા લોકો આ રોગમાંથી મુક્ત થઈ અને પોતાના ઘરે સ્વસ્થ થઈને પહોંચ્યા છે ત્યારે લોકો આ રોગથી ગભરાય નહીં. સારવાર,દવાથી આ રોગ સામે લડત કરી શકાય છે પરંતુ સાથે જ આ રોગ લાગુ ના પડે તે માટે સાવચેત રહેવા અપીલ કરતા કહ્યું હતું કે લોકો ઘરમાં રહે સાવચેત રહે.
આ મુલાકાતમાં ડીન શ્રી નંદિની દેસાઈ, અધિક્ષકશ્રી નંદિની બાહિરી, નોડલ ઓફિસરશ્રી એસ.એસ.ચેટરજી, ડો.શ્રી દિપક તિવારી, ડો.શ્રી ભુપેન્દ્ર ગોસ્વામી, ડો.શ્રી મનીષ મહેતા જેવા સિનિયર ડોક્ટરો અને માધ્યમ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

No comments:
Post a Comment