Friday, May 15, 2020

બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા, માત્ર 28 લોકો હાજર રહ્યા, PM મોદીના નામે પહેલી પૂજા


ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક ભગવાન બદ્રીનાથ ધામ ના કપાટ આજે સવારે 4:30 વાગ્યે વૈદિક મંત્રોચ્ચારની સાથે ખોલવામાં આવ્યા. COVID-19ના કારણે લાગુ લૉકડાઉન ની વચ્ચે મુખ્ય પૂજારી સહિત માત્ર 28 લોકોની હાજરીમાં ભગવાન બદ્રી વિશાલના મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ કારણે જ મુખ્ય પૂજારી સહિત પસંદગીના લોકોને જ કપાટ ખોલતી વખતે હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી. ભગવાન બદ્રી વિશાલની આજે પહેલી અભિષેક પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવશે, જેથી કોરોના વાયરસ નામની મહામારીને દેશ અને સંસારથી દૂર કરવામાં સૌને સફળતા મળે.

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...