જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોવિડ સંક્રમણને રોકવા માટે બેઠક યોજાઇ
જામનગર તા. ૦૭ મે, જામનગરમાં દિન-પ્રતિદિન પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે પોઝિટિવ આવનાર કેસો અન્ય સંક્રમિત જિલ્લાઓમાંથી આવતા હોય અને ગેરકાયદેસર રીતે જામનગરમાં પ્રવેશ કરે છે તેવા લોકોથી સંક્રમણના કેસ હાલ જામનગરમાં વધી રહ્યા છે ત્યારે વહિવટીતંત્ર દ્વારા જામનગર જિલ્લાના લોકોને સંક્રમણથી કઈ રીતે બચાવી શકાય તે માટેની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટરશ્રીએ કહ્યું હતું કે,” જે લોકો પરવાનગી સાથે પણ જામનગર જિલ્લામાં પ્રવેશી રહ્યા છે, તો પોતે સંપર્ક યાદી જાળવે જેમાં તેઓ કેટલા લોકોને મળી રહ્યા છે તે માટેની યાદી મેન્ટેન કરે, સાથે જ ગ્રામ પંચાયતમાં પણ કોમ્યુનિટી હોલ, પ્રાઇવેટ હોલ કે પ્રાથમિક શાળાઓને ક્વોરેંટાઇન સેન્ટર બનાવાયા છે. ગામમાં પણ જો કોઈ વ્યક્તિ સંક્રમિત જિલ્લાઓમાંથી પ્રવેશ કરે છે, તો લોકો તંત્રને તેની માહિતી આપે જેથી ગેરકાયદેસર રીતે આવેલ કોઈપણ વ્યક્તિથી સંક્રમણ ના ફેલાય તે માટેની પૂરતી તકેદારી લઈ શકાય ગ્રામ્યવિસ્તારોમાં સરપંચ પણ આ અંગે ગ્રામ લોકોને વધુ જાગૃત કરી અને આગળ આવે તેમ કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં પોલીસ અધિક્ષકશ્રી શરદ સિંઘલ, કમિશનરશ્રી સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી વસ્તાણી વગેરે અધિકારીઓ -કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

No comments:
Post a Comment