Thursday, July 23, 2020

કોરોના કાળમાં પણ જામનગરની વિકાસયાત્રા અવિરત
જામનગર શહેરના વોર્ડ નં ૪માં અંદાજીત રૂ.૨૫.૭૧ લાખના
વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહુર્ત
રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે સમ્પન્ન
         જામનગર તા.૨૩ જુલાઇ, આજરોજ શહેરના વોર્ડ નંબર ૪માં દ્વારકેશપાર્ક જુવાનસિંહના ઘરની આસપાસની આંતરિક શેરીઓમાં અંદાજિત રૂ. ૮.૦૩ લાખના ખર્ચે સી.સી.રોડનું કામ, ચામુંડા માતાજીના મંદિરવાળા ચોકમાં અંદાજિત રૂ.૪.૧૮ લાખના ખર્ચે સી.સી. બ્લોકનું કામ, ક્રિષ્નાપાર્કમાં રઘુકુળ પ્રોવિઝન સ્ટોરવાળા મુખ્યમાર્ગથી લઈ વોકળા સુધી અંદાજિત રૂ. ૧૩.૫૦ લાખના ખર્ચે સી.સી.રોડનું કામ તેમ કુલ અંદાજીત રૂ.૨૫.૭૧ લાખના ખાતમુહુર્ત અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા, કુટીર ઉદ્યોગ રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે સમ્પન્ન કરવામાં આવેલ હતા.  
આ તકે તેમની સાથે જામનગર મહાનગરપાલીકાના સ્ટેંડીંગ કમિટી ચેરમેનશ્રી સુભાષ જોષી, મહામંત્રીશ્રી પ્રકાશભાઇ બાંભણીયા, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી આકાશભાઇ બારડ, દંડકશ્રી જડીબેન સરવૈયા, વોર્ડનં ૪ના કોર્પોરેટરો તથા તે વિસ્તારના સ્થાનિક અગ્રણીશ્રી જયરાજસિંહ જાડેજા, પૃથ્વીસિંહ ઝાલા, વોર્ડના પ્રમુખશ્રી વિજયસિંહ ગોહિલ, સામતભાઇ પરમાર, કાનજીભાઇ બારોટ, સુરેશભાઇ કંટારિયા, ગજેન્દ્રસિંહ જાડેજા, હીનાબા, વીણાબા, વનિતાબેન, રેખાબેન અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો. 



No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...