Tuesday, April 27, 2021

હવે રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત

              અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રિના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ હતો તે ૨૦ શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી રાત્રી કરફ્યુ રહેશે.


         ભારત સરકારના ગૃહ મંત્રાલયની ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.                          મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે આજે સવારે મળેલી આ તાકીદની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) શ્રી પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક શ્રી આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. શ્રીમતી જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

              આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી અમલી રહેશે.

તદઉપરાંત આ ૨૯ શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

       આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

        અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.

           આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

     તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે

       આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે

      તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.

     સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે

       સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.

       સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.

         સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં ૨૦ વ્યક્તિઓ હાજર રહી શકશે.

Saturday, April 17, 2021

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા પદાધિકારીઓ, અધિકારીઓ સાથે જામનગર જિલ્લાની કોરોના પરિસ્થિતિ અનુલક્ષી સમીક્ષા બેઠકનો પ્રારંભ.

 




તા.૧૭ એપ્રિલ  
જામનગર શહેર-જિલ્લામાં
કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી, જામનગર ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ.
     જેમાં મુખ્યમંત્રીશ્રીએ જામનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના  કેસ,ટેસ્ટિંગ,ટ્રેસિંગ,કોવિડ ડેડિકેટેડ  હોસ્પિટલો,બેડની સંખ્યા,ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર,રેમડેસિવિર ઈન્જેકશન ,સારવારની સુવિધા,
આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી  વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનોઓ આપી હતી.   
         આ બેઠકમાં કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ શ્રી પૂનમ માડમ, ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલ, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, ભાજપના જિલ્લા પ્રમુખ રમેશ મૂંગરા, શહેર પ્રમુખ વિમલ કગથરા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ,ખાસ ફરજ પરના અધિકારીશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી,
મહાનગરપાલિકા કમિશનરશ્રી,
જિલ્લા વિકાસ અધિકારી શ્રી,રેન્જ આઇજીશ્રી , જિલ્લા પોલીસ વડા સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી. 

Monday, April 12, 2021

કોવિડના દર્દીઓના પરિવારજનોને વહીવટી તંત્રનો અનુરોધ દર્દીના પરિજનો કંટ્રોલ રૂમની સેવાઓનો લાભ લે, હોસ્પિટલ- વોર્ડથી દૂર રહે

       જામનગર તા. ૧૨ એપ્રિલ,  હાલ કોરોના મહામારીની બીજી લહેરમાં અનેક લોકો સંક્રમણનો ભોગ બન્યા છે, સતત કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે જામનગર ખાતે સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમની જી.જી.હોસ્પિટલમાં જામનગર જિલ્લાના દર્દીઓ સિવાય હાલ મોરબી, રાજકોટ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ આવી રહ્યા છે. વળી દર્દીઓના પરિવારજનો હોસ્પિટલની આસપાસના અને હેલ્પ ડેસ્કના વિસ્તારમાં સતત રહેતા હોય છે જેના કારણે આ સંક્રમિત વિસ્તારમાંથી તેમને પણ સંક્રમણ લાગવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. આ અંગે અન્ય જિલ્લાના દર્દીઓના પરિજનો માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અલગ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમજ તંત્ર દ્વારા પરિવારજનોને અનુરોધ કરવામાં આવે છે કે, કંટ્રોલરૂમ દ્વારા સતત દર્દીના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં આવે છે. કન્ટ્રોલ રૂમના નંબર દ્વારા પરિવારજન પણ પોતાના પરિજનની માહિતી ફોન પર મેળવી શકે છે. આ માટે દસથી બાર લોકોની વિશેષ ટીમ સતત કાર્યરત છે ત્યારે લોકો કંટ્રોલ રૂમની સુવિધાઓનો લાભ લે અને હોસ્પિટલની આસપાસના વિસ્તારથી દૂર રહી પોતાને સંક્રમણથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં સહયોગ આપે. આ ઉપરાંત દર્દીના પરિવારજનો પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ફોન નં.૦૨૮૮-૨૫૫૩૧૫૨, ૦૨૮૮-૨૫૫૩૧૫૩, ૦૨૮૮-૨૫૫૩૧૬૭, ૦૨૮૮-૨૫૫૩૧૬૮ પર સંપર્ક કરી હોસ્પિટલમાં દાખલ રહેલ પોતાના પરિવારજનના સ્વાસ્થ્ય વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકશે પરિવારજનને કોઇ પણ પ્રશ્ન હશે તેના માટે સંતોષકારક ઉત્તર કંટ્રોલરૂમ દ્વારા આપવામાં આવશે, લોકો હોસ્પિટલ જવાનું ટાળે. આ મહામારી ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે ત્યારે લોકો ઘરે રહી આ કંટ્રોલ રૂમની સેવાઓનો લાભ લઇ પોતાના પરિવારજનોનો સંપર્ક કરે અને પોતે તેમજ પરિવારના અન્ય સભ્યોને પણ સંક્રમણથી સુરક્ષિત રાખવામાં સહયોગ આપે તેમ નિયામકશ્રી ગ્રામવિકાસ એજન્સી રાજેન્દ્ર રાયજાદા દ્વારા અપીલ કરવામાં આવે છે. 




૨૮૮-૨૫૫૩૧૫૨, ૦૨૮૮-૨૫૫૩૧૫૩, ૦૨૮૮-૨૫૫૩૧૬૭, ૦૨૮૮-૨૫૫૩૧૬૮ પર સંપર્ક કરવા અપીલ.                     અન્ય જિલ્લાના દર્દીઓ માટે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરાઇ

                                           

Sunday, April 11, 2021

મંત્રી શ્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં કોવિડની સ્થિતિ અન્વયે બેઠક યોજાઇ

મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને 
સાંસદ શ્રી પૂનમબેન માડમ બેઠકમાં જોડાયા




કલેકટરશ્રી રવિશંકરે જિલ્લાની વર્તમાન પરિસ્થિતિનો આપ્યો ચિતાર
રાજ્ય સરકાર દ્વારા વધુ બેડ, ઓક્સિજન વ્યવસ્થાઓનું થશે નિર્માણ
                        જામનગર તા. ૧૧ એપ્રિલ, સંપૂર્ણ રાષ્ટ્ર અને ગુજરાતમાં પણ દિનપ્રતિદિન કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ખૂબ વધી રહ્યું છે ત્યારે જામનગર ખાતે પણ હાલમાં વધતા કેસોને ધ્યાને લઇ કૃષિ અને વાહન વ્યવહારમંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ અને આગામી આયોજનો અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ શ્રી પૂનમબેન માડમ જોડાયા હતા.
આ બેઠકમાં જામનગરમાં હાલમાં દર્દીઓની સંખ્યા,વોર્ડ, બેડ,ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ વગેરે સારવારલક્ષી વ્યવસ્થાઓ અંગે કલેકટરશ્રી રવિશંકરે સંપૂર્ણ ચિતાર આપ્યો હતો. સાથે જ આગામી દિવસોમાં સરકારશ્રીના સહયોગ સાથે  વધુ નવા બેડ અને અન્ય વ્યવસ્થાઓના આયોજન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં સંક્રમણના વધારા સાથે આ બીજા વેવમાં યુવા દર્દીઓ અને બાળ દર્દીઓનો પણ વધારો જોવા મળ્યો છે તેમ જણાવી કોરોનાના નોડલ ડો. એસ.એસ.ચેટરજીએ કહ્યું હતું કે, સંક્રમણ ખૂબ મોટા પ્રમાણમાં ઝડપી સ્તરે ફેલાઈ રહ્યું છે. સાથે જ જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે હાલ જામનગર જિલ્લા સિવાય મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાના દર્દીઓ પણ મોટા પ્રમાણમાં સારવાર માટે આવી રહ્યા છે ત્યારે  આગામી દિવસોમાં હોસ્પિટલ ખાતે વધુ બેડ, દવાઓ,ઓક્સિજન, નર્સ, ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ વગેરેની આવશ્યકતા રહેશે તેમ ડિનશ્રી નંદિની દેસાઈએ જણાવ્યું હતું. આ તકે મંત્રીશ્રીઓ અને સાંસદશ્રી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓ માટે તત્કાલ ધોરણે કાર્યવાહી કરવામાં આવશે તેમ, રાજ્યના કોઇપણ જિલ્લાના દર્દીને સારવારમાં કોઇ પણ ઉણપ નહીં રહે તેમ જણાવવામાં આવ્યું હતું.
સરકારશ્રી દ્વારા સંક્રમણને નાથવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટના મંત્રને ધ્યાને લઇ કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવી જામનગર જિલ્લા સ્તરે વધુમાં વધુ લોકો રસી મેળવે તે માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. હાલ જામનગર ખાતે જી.જી.હોસ્પિટલ સાથે જ અન્ય ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે.તો આયુર્વેદ યુનિવર્સીટીમાં પણ કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.આ ઉપરાંત સંક્રમિત બંદિવાનો માટે પણ સ્પેશિયલ વોર્ડનું નિર્માણ કરી દરેક સ્તરે સંક્રમિત દર્દીઓને ગુણવત્તાલક્ષી સારવાર મળી રહે તે માટે કામગીરી અને નવી વ્યવસ્થાઓના નિર્માણ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જામનગર ખાતે ૧૨૦૦ બેડની વ્યવસ્થાઓ છે જેને વધારીને આગામી દિવસોમાં વધુ ૫૦૦ બેડના નિર્માણ સાથે ૧૭૦૦ બેડ સુધી લઇ જવામાં આવશે આ માટેની આવશ્યક તમામ પ્રક્રિયા માટે મંત્રીશ્રીઓ અને સાંસદશ્રીએ તત્કાલ કામગીરી હાથ ધરી હતી.

જામનગરમાં ઠેરઠેર વેક્સિનેશન કેમ્પ કરી સેવા સંસ્થાઓ મનાવી રહી છે રસીકરણ ઉત્સવ

 પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની અપીલને વધાવતું જામનગર

મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગર શહેરમાં વિવિધ પાંચ વેક્સિનેશન કેમ્પમાં રસીકરણ અભિયાન હાથ ધરાયું


જામનગર તા.૧૧ એપ્રિલ, હાલ કોરોના મહામારી સામે રસીકરણ નામક હથિયાર દ્વારા લડત આપવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકોને રસીકરણ ઉત્સવ ઊજવવા અનુરોધ કરવામાં આવ્યો હતો, જેને વધાવતા જામનગરના નાગરિકો વિવિધ સેવા કેમ્પો દ્વારા આયોજિત વેક્સિનેશન કેમ્પમાં રસી લઇ રસીકરણ ઉત્સવના ભાગીદાર બની રહ્યા છે.

જામનગરને સુરક્ષિત બનાવવા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગરવાસીઓને આ રસીકરણ ઉત્સવમાં જોડાઈને વધુમાં વધુ રસી લેવા અનુરોધ કરવામાં આવેલ હતો. મંત્રીશ્રીની સંસ્થા ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણ હાલમાં દરેક વોર્ડ ખાતે વેક્સિનેશન કેમ્પના આયોજન કરવામાં આવી રહ્યા છે, આ સાથે જ જામનગરની અન્ય સેવા સંસ્થાઓ દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ વિસ્તારોમાં વેક્સિનેશન કેમ્પ યોજાઇ રહ્યા છે. જામનગર ખાતે હાલ વિવિધ કેમ્પ અને મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત રસીકરણ સ્થળો પરથી રોજ ૪૦૦૦ જેટલા લોકો રસી લઇ રહ્યા છે.જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ૨૬૫ રસીકરણ સ્થળો પરથી રોજ ૭૦૦૦થી વધુ લોકો રસી  લઇ પરિવાર, સમાજ અને દેશને સુરક્ષિત કરવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

આજરોજ જામનગર ખાતે મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં માટેલ ચોક, ગઢવી સમાજની વાડી, રામેશ્વર શિવ મંદિર, શ્રી પંચાણભાઈ શામજીભાઈ પટેલ સેવા સમાજ, ખોડીયાર કોલોની ગુંજન વિદ્યાલય અને વાટલિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે રસીકરણ કેમ્પ યોજાયા હતા, આ કેમ્પનો આશરે ૫૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો. મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રસી લેનાર લોકોને બિરદાવ્યા હતા.

આ રસીકરણ અભિયાનમાં ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષશ્રી વિમલભાઈ કગથરા,  શાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, કોર્પોરેટર શ્રી હર્ષાબા જાડેજા, ડિમ્પલબેન રાવલ, દશરથબા જાડેજા, જયરાજસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલા, રજનીશભાઈ ભટ્ટ, કિશનભાઇ  માડમ તેમજ રામેશ્વર શિવ મંદિર સમિતિ, ગુ.હા.સ.ચા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની જામનગર તાલુકા અભ્યુદય મંડળ, સહજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ગઢવી સમાજ, પટેલ સમાજ અને પ્રજાપતિ યુવક મંડળ વગેરે સેવા સંસ્થાના સભ્યો,અન્ય મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

                                               

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...