Friday, April 15, 2022

જામનગર શહેરમાં રહેણાંક મકાન માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ ૬૭ કિ.રૂ. ૨૬,૮૦૦ તથા મોબાઇલ ફોન સાથે બે ઇસમોને પકડી પાડતી જામનગર એલ.સી.બી.પોલીસ

જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી કે.કે.ગોહીલ, પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પ્રથમ દરોડામાં એલ.સી.બી. સ્ટાફના યશપાલસિંહ જાડેજા તથા યોગરાજસિંહ રાણાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં આવાસ કોલોની બ્લોક નંબર-૫૧ રૂમ નં-૫ માં રહેતા બીપીન ઉર્ફે લાકડી કારાભાઇ મુછડીયાના રહેણાંક મકાન માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ- ૬૩ કિ.રૂ. ૨૫,૨૦૦/- તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨૫,૭૦૦/- નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો.હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. સંજયસિંહ વાળાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. મજકુર આરોપીને દારૂ સપ્લાય કરનાર કેયુર ગીરીશભાઇ ડોબરીયા રહે. ગોકુલનગર જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.

તેમજ બીજા દરોડામા એલ.સી.બી. સ્ટાફના હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં કૃષ્ણનગર શેરી નંબર-ર મા રહેતા વિરલભાઇ વિજયભાઇ દુધરેજીયાના રહેણાંક મકાન માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ- ૪ કિ.રૂ. ૧૬૦૦/- નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો.કોન્સ. યોગરાજસિંહ રાણાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. દિલીપભાઇ તલાવડીયાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. મજકુર આરોપીને દારૂ સપ્લાય કરનાર કેતુભાઇ ભાનુશાળી રહે. દિ.પ્લોટ-૫૮ જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા, પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી, શ્રી કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિહ જાડા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિહ જાડેજા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ, નિર્મળસિહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...