Saturday, April 23, 2022

કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા ધ્રોલ ખાતે કૃષ્ણનગર સોસાયટીના પેવીંગ બ્લોક રોડનું ખાતમુહૂર્ત કરાયું

દરેક સીટી સ્માર્ટ સીટી બને તે માટે ગામોમાં જરૂરિયાત મુજબના કામોને સરકાર મંજુરી આપી રહી છે- શ્રીરાઘવજીભાઇ પટેલ

જામનગર તા.૨૩ એપ્રિલ, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા ધ્રોલ ખાતે સ્વર્ણિમજ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૨૦-૨૦૨૧ની ગ્રાન્ટમાંથી રૂ.૧૭.૭૭ લાખના ખર્ચે તૈયાર થનાર કૃષ્ણનગર સોસાયટી મેઇન રોડ ૫, ૬ અને ૭ના પેવીંગ બ્લોક રોડ તથા રૂ.૨૨.૫૦ લાખના ખર્ચે તૈયાર થનાર કૃષ્ણનગર સોસાયટી મેઇન રોડ ૮, ૯, ૧૦ અને ૧૧ના પેવીંગ બ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.


આ પ્રસંગે મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે,ધ્રોલ શહેરમાં રૂ.૨.૩૮ કરોડના ખર્ચે જ્યાં જ્યાં પાકા રસ્તા નથી તેવી તમામ સોસાયટીમાં પેવીંગ બ્લોક રોડના કામો મંજૂર થયા છે ત્યારે પેવીંગ બ્લોકના કામો, લાઇટના પ્રશ્નો, પીવાના પાણીના પ્રશ્નો અને આંતરિક સફાઇના પ્રશ્નો વગેરે કામો માટે રાજય સરકાર શકય તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર દરેક સીટી સ્માર્ટ સીટી બને તે માટે ગામોમાં જરૂરિયાત મુજબના કામોને મંજુરી આપે છે.આ મંજૂર થયેલા કામો માટે જેટલી રકમ મળે તેનો ઉપયોગ કરી કામો સારી રીતે અને સમયસર પૂરા કરવામાં આવે તેવી અપીલ કરી હતી.આ તકે મંત્રીશ્રીએ ધ્રોલ નગરપાલીકાના કાર્યકરો અને નગરજનોને સૂચન આપતા કહ્યું હતું કે, આપણે જ્યારે કોરોનામાંથી મુકત થઇ રહ્યા છીએ ત્યારે શહેરમાં સાફ સફાઇ જળવાય રહે, વધુમાં વધુ વૃક્ષો વવાય તેવા કામો હાથ ધરવા જોઇએ.   


આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી લખધિરસિંહ જાડેજા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ શ્રી સમીરભાઇ શુકલ, ધ્રોલ શહેર ભાજપ મહામંત્રી શ્રી હિરેનભાઇ કોટેચા, તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઇ મુંગરા, પૂર્વ ચેરમેન શ્રી રસિકભાઇ ભંડેરી, ધ્રોલ નગરપાલિકા પ્રમુખ શ્રી જયશ્રીબેન, પૂર્વ પ્રમુખ શ્રી મગનભાઇ, કોર્પોરેટર શ્રી તુષારભાઇ સહિતના આગેવનો તથા સોસાયટીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.


No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...