Saturday, April 16, 2022

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનો તાજ મનિષ કનખરાના શિરે

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર બીનાબેન કોઠારીની અધ્યક્ષતામાં જામનગર શિક્ષણસમિતિના ચેરમેન, વાઈસ ચેરમેનની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ. આ તબ્બકે ચેરમેન તરીકે મનીષ કનખરા માટે રમેશભાઈ કંસારા એ દરખાસ્ત મુકેલ, અને નારણભાઇ મકવાણા દ્વારા આ દરખાસ્તને ટેકો આપવામાં આવેલ.






તથા વાઇસ ચેરમેન તરીકે પ્રજ્ઞાબા ચંદુભા સોઢા માટે પરષોત્તમભાઇ કકનાણી દ્વારા દરખાસ્ત મુકવામાં આવેલ, અને મનીષાબેન બાબરીયા દ્વારા દરખાસ્તને ટેકો આપવામાં આવેલ. 

ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ સાહેબ, પૂર્વ રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, સંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, ડે. મેયર તપન પરમાર, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોશરાણી, સહીત શહેર સંગઠનના હોદેદારો, કોર્પોરેટરો, મોરચાના પદાધિકારીઓ, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયર, વોર્ડ સમિતિના હોદેદારો, પ્રતિનિધિઓ કાર્યકર્તાઓએ આ નિમણૂંકને આવકારી હતી.તેમ
ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદી માં જણાવવામાં આવ્યું છે.

        




આ તકે મનીષ કનખરા એ જણાવ્યું હતું કે આ મારા માટે પદ કે પ્રતિષ્ઠા નહીં પણ જવાબદારી છે. આવનારા દિવસોમાં શિક્ષણ સમિતિની સ્કૂલમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે તેમજ જામનગર શિક્ષણ સમિતિની સ્કૂલને મોડેલ સ્કૂલ તરીકે પ્રસ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી તમામ સમર્થકો અને પત્રકાર મિત્રોનો આભાર માન્યો હતો.
.

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...