જામનગર ના આંગણે ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય હકુભા) ના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યો છે. જે ભાગવત કથાનું શ્રવણ કરવા માટે તેમજ લોકડાયરા સહિતના રાત્રી કાર્યક્રમમાં હાજરી આપવા માટે સમગ્ર ગુજરાતભરમાંથી અનેક રાજકીય અગ્રણીઓ, વિવિધ સમાજના આગેવાનો, સંતો- મહંતો, વગેરે જામનગરના આંગણે પહોંચી રહ્યા છે, અને ગુજરાત રાજ્યના ભાજપ કોંગ્રેસ સહિતના અનેક સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય વગેરેની ખાસ ઉપસ્થિતિ જોવા મળી રહી છે.
જામનગર ના આણંદાબાવા સેવા સંસ્થાના મહંત પૂજ્ય દેવ પ્રસાદજી મહારાજ છઠ્ઠા દિવસના સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓએ વ્યાસપીઠ નું પૂજન કર્યા પછી યજમાન પરિવાર તથા સૌ શ્રોતાજનોને આશિર્વચન પાઠવ્યા હતા, તેમજ સમગ્ર કથા સત્રમાં સભા મંડપમાં ઉપસ્થિત રહી ભાગવત કથાનું શ્રવણ કર્યું હતું.
આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, સિટી ઇજનેર ભાવેશભાઈ જાની, નોબત દૈનિકના ચેતનભાઇ માવાણી, ધારાસભ્ય વાસણભાઈ આહિર, પૂર્વમંત્રી આત્મારામભાઇ પરમાર વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓનું યજમાન પરિવાર દ્વારા સન્માન કરાયું હતું, અને પૂજ્ય ભાઇજી ના આશીર્વાદ મેળવ્યા હતા.
આ ઉપરાંત ભાગવત કથાના જુદા-જુદા સત્રમાં તેમજ રાત્રી કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, ધારાસભ્ય કાંધલ જાડેજા, ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ, સંસદ સભ્ય રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ભરતભાઇ બોઘરા, ધારાસભ્ય અમિત ભાઈ ચૌધરી, ધારાસભ્ય બચુભાઈ ચભાડીયા, તેમજ પ્રદીપભાઈ ડવ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા, જેઓનું યજમાન પરિવાર દ્વારા ખેસ પહેરાવી સ્મૃતિભેટ આપી વિશેષરૂપે સન્માન કરવામાં આવ્યું હતું.
સાથોસાથ ગુજરાત રાજ્યના અને સમાજના આગ્રહણીઓ ઉદ્યોગપતિઓ, શહેર ભાજપના અગ્રણી અને લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અગ્રણી બિલ્ડર મેરામણભાઇ પરમાર ભરતભાઈ કવાડ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓનું પણ યજમાન પરિવાર દ્વારા સ્વાગત અને સન્માન કરાયું હતું.
No comments:
Post a Comment