Monday, September 19, 2022

આઈ.ટી.આઈ. જામનગર ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો


તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી વિવિધ કારકિર્દી લક્ષી માહિતીથી સમજૂત કરાયા



જામનગર તા.૧૯ સપ્ટેમ્બર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે ભારતની તમામ આઈ.ટી.આઈ.ખાતે "કૌશલ્ય દીક્ષાંત સમારોહ" નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત આઈ.ટી.આઈ. જામનગર ખાતે પણ કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો હતો. વિશ્વકર્મા જયંતિના પાવન અવસરે "શ્રમેવ જયંતે" નાં સૂત્રને સાર્થક કરવા જામનગર શહેરની તમામ આઇ.ટી.આઈ. જેવી કે આઈ.ટી.આઈ. જામનગર, આઈ.ટી.આઈ. મહિલા ગુલાબનગર અને સુભશ્રી ગ્રાન્ટ ઈન આઈ.ટી.આઈ. માં ઉતિર્ણ થયેલ તાલીમાર્થી ભાઈઓ-બહેનોને સર્ટિફિકેટ આપી તેઓનું સન્માન કરી દેશનાં "STRATUP INDIA" અને "SKILL INDIA" મિશનને સફળ બનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી ધાર્મિક ડોબરીયા, ભારત સરકારના આઈ.ટી.આઈ.નાં બ્રાન્ડ એમ્બેસેડર અને ગીતા મશીન ટુલ્સનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સરદારસિંહ જાડેજા, એટલાસ મેટલ્સ કંપનીનાં મેનેજિંગ ડાયરેકટર શ્રી રાજેશભાઈ ચાંગણી, આઈ.ટી.આઈ. જામનગરનાં આચાર્ય શ્રી એમ.એમ. બોચિયા, મહિલા આઈ.ટી.આઈ. નાં આચાર્ય શ્રી જીજ્ઞેશ વસોયા, ગુલાબનગર આઈ.ટી.આઈ. નાં આચાર્ય શ્રી ગાગીયા, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર, સુપરવાઈઝર ઈંસ્ટ્રકટર અને તમામ આઈ.ટી.આઈ. નાં ઉતિર્ણ થયેલ આશરે ૫૦૦ જેટલા તાલીમાર્થી ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવોએ યુવાનોને સ્કીલડેવલપમેન્ટ માં સહયોગ આપી પોતાની અંદર રહેલ સ્કીલને બહાર લાવી દેશની પ્રગતિમાં ફાળો આપવા માટે આહવાન કર્યું હતું. આજનાં યુવાનો વિવિધ કુટેવો અને મોબાઈલની લત માંથી બહાર આવી પોતે કરેલા વ્યવસાયિક કોર્ષમાં આગળ વધી પ્રારંભિક તબક્કે નાની-નાની કંપનીમાં નોકરી મેળવી પોતાની કારકિર્દિની શરૂઆત કરશે તો પણ જીવનમાં સફળ થશે તેવી પ્રેરણા આપી હતી. આઈ.ટી.આઈ. નો કોર્ષ કર્યાં પછી ઘણા બધા વિકલ્પ ઉપલબ્ધ છે જેવા કે એપ્રેંટિસ ટ્રેનિંગમાં જોડાઈ કંપનીમાં નોકરી મેળવી શકે છે, તદુપરાંત ડિપ્લોમામાં જોડાઈને પણ કારકિર્દિ બનાવી શકે છે. તેમજ ધોરણ ૧૨ માં ફકત એક અંગ્રેજી વિષયની પરીક્ષા આપીને પણ ધોરણ ૧૨ સમકક્ષ પ્રમાણપત્ર મેળવી ઉચ્ચ અભ્યાસ કરી શકે છે. તે પ્રકારની વિવિધ કારકિર્દિ લક્ષી માહિતીથી તાલીમાર્થીઓને વાકેફ કરાયા હતા. અંતમાં મહાનુભાવોનાં વરદ હસ્તે સપ્ટેમ્બર ૨૦૨૨માં પાસ થયેલ તાલીમાર્થી ભાઈઓ-બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.





જામનગરના મહિલા બાળપણની કળાનો ઉપયોગ કરી ગરબાના વેચાણ થકી બન્યા આત્મનિર્ભર


ગરબામાં જામનગરની પ્રખ્યાત બાંધધણીની ભાત તેમજ આધુનિકતા અને સંસ્કૃતિનો સમન્વય પણ ઊભરી આવે છે


૧૫ વર્ષ પહેલા માત્ર ૫ થી ૭ ગરબાનું વેચાણ કરતાં નયનાબેન ૫૦૦ થી ૭૦૦ ગરબા વહેચી પરિવારને મદદરૂપ થઈ રહ્યા છે  નારી અબળા છે તેમ ન વિચારી આત્મનિર્ભર બનવું જોઈએ : નયનાબેન




નવલા નોરતાના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જામનગરના બજારોમાં પણ આ વખતે નવા રંગરૂપમાં ગરબાનું વેચાણ થઈ રહ્યું છે. જામનગરના એક મહિલા અવનવા ગરબા બનાવીને રોજગારી મેળવી રહ્યા છે. જે મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અને મહિલાઓને પરિવાર માટે મદદરૂપ થવા પ્રેરણાદાયક બન્યા છે. 





કોઈપણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર તે રાષ્ટ્રની મહિલાઓની સ્થિતિ ઉપર હોય છે. દેશ, સમાજ અને પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેવી જ રીતે જામનગરમાં રહેતા નયનાબેન સંચાણિયા પોતાના પરિવારને મદદરૂપ થવા માટે ગરબા બનાવીને વેચાણ કરી રહ્યા છે. પોતાની કળાનો ઉપયોગ કરી છેલ્લા ૧૫ વર્ષથી નવરાત્રિના તહેવારમાં માતાજીના અવનવા ગરબા બનાવી રોજગારી મેળવી આત્મનિર્ભર બન્યા છે. માટી માંથી તેઓ ગરબા બનાવી તેના ઉપર કલર અને અનોખી ડિઝાઇન બનાવવાનું કામ કરે છે. ૧૫ વર્ષ પહેલા ગરબા બનાવવાની શરૂઆત કરી ત્યારે માત્ર ૫ થી ૭ ગરબાનું વહેચાણ થતું હતું પરંતુ તેઓ મહેનત કરી પોતાની કળા વિકાસવીને આજે ૫૦૦ થી ૭૦૦ ગરબા વહેચી રહ્યા છે. 


નયનાબેન જણાવે છે કે હિન્દુ સંસ્કૃતિમાં ગરબોએ મહત્વનું સ્થાન દર્શાવે છે, નવરાત્રીના દિવસોમાં દરેક ઘરોમાં ગરબાનું સ્થાપન કરવામાં આવે છે. જે માં દુર્ગાના આશીર્વાદ સમાન છે. અગાઉ પ્રજાપતિ કુંભારે જ્યારે ગરબા બનાવવાની શરૂઆત કરી ત્યારે માત્ર લાલ રંગના જ ગરબાનું ચલણ હતું. પરંતુ જે રીતે સમય જતો ગયો તે રીતે તેઓએ પણ પોતાની કળા વિકસાવીને લોકોની જરૂરિયાત પ્રમાણે ૬ જેટલી વિવિધ ડિઝાઇનના ગરબા બનાવે છે. લાલ, ગુલાબી, પીળો, પર્પલ જેવા અલગ અલગ કલર કરી ટામેટી ઘાટ, પાટુડી ઘાટ, ગાગેડી ઘાટ જેવા ઘાટના ગરબા બનાવી અવનવી ડિઝાઈનો કરે છે. અને જામનગરની બાંધણી જે દેશભરમાં પ્રખ્યાત છે તે બાંધણીની ભાત તેમજ આધુનિકતા અને સંસ્કૃતિનો સમન્વય પણ નયનાબેને બનાવેલ ગરબામાં ઊભરી આવે છે. 



ગરબાના વહેચાણ  થકી આત્મનિર્ભર બનેલા અને બાળપણની પોતાની કળા લગ્ન બાદ પણ જાળવી રાખી તેઓ પોતાના પરિવારને આર્થિક દ્રષ્ટિએ પણ ઘણા મદદરૂપ બન્યા છે. અને સમાજની દરેક સ્ત્રીઓને સંદેશો આપતા જણાવે છે કે સ્ત્રીઓએ માત્ર ગૃહિણી બનીને જ ન રહેવું જોઈએ પણ ઘર માટે મદદરૂપ થઈ શકે તેવી પહેલ કરવી જોઈએ. નારી અબળા છે તેમ ન વિચારી આત્મનિર્ભર બને તેવા સશક્ત વિચારો ધરાવતા નયનાબેન મહિલાઓ માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. 



Thursday, September 15, 2022

ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો "નેશનલ ગેમ્સ અવરનેશ કેમ્પેઇન-૨૦૨૨" કાર્યક્રમ યોજાયો

સમૂહ રમતોમાં ખેલમહાકુંભમાં રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ શાળા, મહાનગરપાલિકાની શ્રેષ્ઠ શાળા તેમજ જિલ્લાની શ્રેષ્ઠ 25 શાળાઓને રૂ.10 લાખના ચેક વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા જિલ્લાના શ્રેષ્ઠ 6 ખેલાડીઓને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા


ગુજરાતમાં પ્રથમ વખત 36 નેશનલ ગેમ્સ યોજાશે  તે વાતનું દરેક ગુજરાતીઓને ગૌરવ : મેયર શ્રીમતી બીનાબેન કોઠારી

જામનગર તા.૧૬ સપ્ટેમ્બર, આગામી તા.૨૯ સપ્ટેમ્બરથી તા.૧૨ ઓકટોબર દરમિયાન ગુજરાતમાં ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને રમત ગમતની પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગરના ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો “નેશનલ ગેમ્સ અવેરનેશ કેમ્પેઇન-૨૦૨૨” કાર્યક્રમ મેયર શ્રીમતી બીનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખેલમહાકુંભમાં હોકી અને ફૂટબોલમાં રાજ્યકક્ષાએ પ્રથમક્રમે આવેલ ટીમ, ખેલમહાકુંભમાં મહાનગરપાલિકા કક્ષાની, જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની શ્રેષ્ઠ ૨૫ જેટલી શાળાઓને રૂ.૧૦લાખના ચેક પ્રોત્સાહક ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા. તેમજ વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જિલ્લાના ૬ ખેલાડીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 


આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી બિનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે પ્રથમ વખત ગુજરાતમાં ૩૬ મી નેશનલ ગેમ્સનું આયોજન થવા જઇ રહ્યું છે તે વાતનું પ્રત્યેક ગુજરાતીઓને ગૌરવ છે. આ કાર્યક્રમમાં ૩૬ અલગ અલગ ગેમ્સમાં દેશની ૨૫૦૦ થી વધુ કોલેજ, ૩૩હજારથી વધુ શાળાઓના ૫૦લાખથી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. શાળાના વિધ્યાર્થીઓએ ભણતરની સાથે સાથે સ્પોર્ટ્સની પ્રવૃતિઓમાં પણ ધ્યાન આપવું જોઈએ કારણકે ખેલેગા ઈન્ડિયા તભી તો આગે બઢેગા ઈન્ડિયા. ગુજરાતના યુવાઓ રમતગમતની પ્રવૃતિઓમાં ભાગ લેતા થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણાં જેવા યુવા રાષ્ટ્રએ સમગ્ર વિશ્વમાં પ્રભાવ પાડવો જોઈએ તે વાત પર વારંવાર ભાર મૂક્યો છે અને આપણાં ઊભરતા ખેલાડીઓ માટે મહતમ તકો મેળવવાનો સઘન પ્રયાસ છે. ખેલમહાકુંભમાં જામનગર જિલ્લાના ૨૩ હજારથી વધુ વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો તે બદલ તમામને મેયરે અભિનંદન પાઠવી અન્ય યુવાઓને પણ વિવિધ રમતોમાં ભાગ લેવા માટે હોકીના ખેલાડી મેજર ધ્યાનચંદનું ઉદાહરણ આપી પ્રેરિત કર્યા હતા. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌકોઈએ ફિટ ઈન્ડિયા અંતર્ગત વ્યાયામ, ખેલકૂદ અને ફિઝીકલ એક્ટિવિટી નિયમિત કરવા અંગેના શપથ લીધા હતા. 




ગુજરાત ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન કરવા સજ્જ છે ત્યારે માત્ર ૩મહિનાના સમયગાળામાં આ રમતોનું આયોજન સંભવ કર્યું છે. રાષ્ટ્રીય રમતો સમગ્ર ગુજરાત રાજ્યના ૬ શહેરો જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં યોજવામાં આવશે. 


આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન શ્રી ભરતભાઈ બોરસદીયા, કલેકટર શ્રી ડૉ. સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડી, પ્રાંત અધિકારી શ્રી દર્શન શાહ, વ્યાયામ મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ મુંગરા, ક્રિકેટ કોચ શ્રી રીનાબા ઝાલા, બેડમિન્ટન કોચ શ્રી અમિતભાઈ પંડયા, ટ્રેનરો શ્રી સતીશ પારેખ, શ્રી ધર્મેશભાઈ પરમાર, શ્રી મયૂરભાઈ ગોહિલ, શ્રી ધાર્મિકભાઈ, શ્રી મુકેશભાઇ, શ્રી ગીતાબેન, શ્રી સુમિતાબેન, વિવિધ શાળા કોલેજોના આચાર્ય અને શિક્ષકગણ, વાલીઓ તેમજ બહોળી સંખ્યામાં વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  




 હડિયાણા ગ્રામ પંચાયત નું  ઇતિહાસ માં સૌ પ્રથમ વખત રચાયો છે આખી બોડી નું અંતે વિસર્જન કરવામાં આવ્યું છે.વિકાસ કમિશ્નર ગાંધીનગર ના આદેશ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગ્રામજનોએ ફટાકડા ફોડી અને એકબીજા ના મુહ મીઠા કરાવી ને ખુશી ખુશી મનાવી હતી......................





હડિયાણા ગ્રામ પંચાયતની સ્થાપના વર્ષ (1956)માં શરૂઆત કરવામાં આવેલ છે.. વર્ષ 2021 સુધી માં  20 સરપંચ રાજ કરવામાં આવ્યું છે. જેમાં  વર્ષ 2022 ના નવા સરપંચના તા.18.01.22 થી 30.06.22 સુધી માં સૌ પ્રથમ વખત ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ સભ્યોને હોદા ઉપર થી રદ કરવામાં આવ્યા છે.વર્ષ 1956 થી વર્ષ 2022 સુધી માં 66 વર્ષ માં અત્યાર સુધીમાં સૌ પ્રથમ વખત હડિયાણા ગ્રામ પંચાયતમાં વિસર્જન નો ઇતિહાસ રચાયો છે.................................

જોડિયા તાલુકા ભાજપ ના મહા મંત્રી જયસુખભાઈ આર. પરમાર અને હાલમાં જોડિયા તાલુકાના હડિયાણા ગ્રામ પંચાયતના સરપંચ જયસુખભાઈ આર. પરમાર સરપંચ પદે થી અને પચાયત ની આખી બોડી ને તેમના તમામ હોદાઓ પરથી વિસર્જન કરવામાં આવેલા છે..........

 તેઓની ધર્મ પત્ની શ્રી મતિ કુસુમબેન જે.પરમાર વર્ષ 2017 થી 2022 સુધી મહિલા સરપંચ તરીકે ની ભૂમિકા ભજવી હતી. તેમાં પચાયત કચેરી ખાતે ફક્ત ને ફક્ત તેમના પતિ દ્વારા જ પાંચ વર્ષ માં કારભાર ચલાવવામાં આવ્યો હતો. અને તે દરમ્યાન ઉપ.સરપંચ માં પણ મહિલા શ્રી મતિ કચનબેન આર. નદાસણા ની વરણી કરવામાં આવી હતી. પણ તેમાં પણ તેમના જ પતિ તમામ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં ભય.ભુખ. ભ્રષ્ટાચાર ની ભૂમિકા ચરમ સીમાએ પહોંચી છે. અને હાલમાં ગ્રામ પંચાયતની નવી બોડી આવેલ છે. તેમાં પણ  સરપચ ના 5 સભ્યો ની જીત મેળવી છે. અને સામે હરીફ ઉમેદવાર ના 6 સભ્યો એ જીત મેળવી છે. માટે વર્ષ 22 અને 23 ના વર્ષ નું સામાન્ય બજેટ રજૂ કરવા નું હોય છે. પણ ત્રણેય વખતે 6 જેમ 5 ની સાથે બજેટ ના મજૂર કરવામાં આવ્યું હતું. એટલે હવે ગ્રામ પંચાયત નું તંત્ર સરકાર શ્રી ગ્રામ પંચાયત વિકાસ કમિશનર શ્રી ને ગત તા.28.06.2022 ના રોજ રૂબરૂ બોલાવ્યા હતા. અને ત્યાં થી પરત આવ્યા હતા. અને ગત તા.12.07.2022 ના રોજ જામનગર જિલ્લા પચાયત કચેરી ખાતે વીડિયો કોંફરન્સ માં પણ બોલાવ્યા હતા. તા.14.09.2022 ના રોજ નો લેખિત માં ગ્રામ પચાયત નું વિસર્જન કરવા ના લેખિત આદેશો આપવામાં આવેલા છે. સરપંચ અને જોડિયા તાલુકા ભાજપના મહામંત્રી  જયસુખભાઈ પરમાર દ્વારા ગત વર્ષે તા.21.06.2021 ના રોજ ગામમાંથી રખડતા અબોલ ખુટિયા નગ  13 ને કતલખાને ટ્રક મારફતે રવાના કરવામાં આવેલ હતા.આ ટ્રક ને સોયલ ટોલ નાકા પાસે ધ્રોલ પોલીસ દ્વારા રોકી ને તેમાંથી ખુટિયા ને પકડી પાડી ને ટ્રક ચાલક અને માણસો અને હડિયાણા ગામના મહિલા સરપંચ ના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે. તેમના ઉપર આજ દિવસ સુધી કોઇ પણ પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી.આ બાબતે હડિયાણા ગામે પીવા ના પાણી ની વિકટ પરિસ્થિતિ હાલના સરપંચ દ્વારા ઇરાદાપૂર્વક ઉભી કરવામાં આવેલ છે. તેમજ ગામની સ્ટ્રીટ લાઈટ તેમજ મૃત પશુ ના નિકાલ ની કામગીરી પણ કરવામાં આવતી નથી. જેથી ગામમાં ભયંકર રોગચાળો વકરી રહ્યો છે. આવી ભયંકર રોગચાળા માં મનુષ્ય ની દહેશત હોય છે. હાલમાં સાત મહિના પહેલા સફાઈ કામગીરી માટે નવું ટ્રેક્ટર ખરીદવા માં આવેલ છે. પરંતુ હજુ સુધી માં એકપણ વખત સરપંચ ના ઘરમાંથી બહારકાઢવા માં આવેલ નથી. જે પોતાના અંગત ઉપયોગ માં ખેતીવાડી ના કામમાં ઉપયોગ લેવામાં આવે છે. અને હાલમાં ગ્રામ પંચાયત માં કોઈ કામ માટે અરજદાર જાય તો એવું કહેવામાં આવે છે. કે ઉપર રજુઆત કરો અહીં આવવું નહીં. 

 તે કેટલો સમય રાખવામાં આવશે. એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. તેમજ પચાયતી રાજના કાયદાઓ ને કયા સુધી ઉલઘન કરવા ને ગામને પરેશાન કરવાનું થાય છે. 

ગ્રામજનો દ્વારા તાત્કાલિક વહીવટદારની જોડિયા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી જી.પી.ગઢિયા ની નિમણૂક કરવામાં આવી છે. અને ગામના સામાન્ય જનજીવન ને રાહતરૂપ થવા સરકાર પાસે માગણી કરવામાં આવેલ છે..........

રિપોર્ટર::શરદ.એમ.રાવલ.તા.જોડિયા.જી.જામનગર.હડિયાણા..



Wednesday, September 14, 2022

જામનગરનાં વોર્ડ નં. ૪ માં જુદાજુદા વિસ્તારમાં સી.સી. બ્લોક અને સી.સી. રોડના રૂા. ૫૯,૭૪,૭૯૧/- ના ખર્ચે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. ૪માં અનેક રસ્તાઓના પ્રશ્નોની રજુઆતને લઈ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂા. ૫૯ લાખથી વધુ રકમના સી.સી. રોડ અને સી.સી. બ્લોકના કાર્યોને શહેર ભાજપ અધ્યક્ષશ્રી ડો. વિમલભાઈ કગથરાએ બિરદાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે વોર્ડ નં. ૪ની શહેરીગલીઓ સહીત મુખ્ય રસ્તાઓ પણ શહેરના મુખ્ય રાજમાર્ગો જેવા બનશે, જેનાથી આ વિસ્તારના રહેવાસીઓની સુખાકારીમાં વધારો થશે.


જામનગર ૭૮ વિધાનસભા વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકભા)ની ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટ માંથી વોર્ડ નં. ૪માં જુદા જુદા વિસ્તારોમાં સી.સી. રોડ અને સી.સી. બ્લોકના કામો માટે ગ્રાન્ટની ફાળવણી કરેલ હતી, જેથી આ વોર્ડમાં રૂા. ૫૦,૭૪,૭૯૧૮–– ના ખર્ચે રસ્તાઓનું નિર્માણ થશે. જેમાં ખાસ કરીને ઈન્દિરા સોસાયટી પાસે, મધુવન સોસાયટીના રૂા. ૨,૪૬,૦૦૦/– ના ખર્ચે સી.સી. રોડનું નિર્માણ થશે. આ ઉપરાંત વિનાયક પાર્ક ૧,ગરબીચોક પાસે, સી.સી.બ્લોકનું કામ રૂા. ૨,૯૬,૦૦૦/-, ખડખડનગર વિસ્તારમાં માતાના મઢવાળી શેરીઓમાં સી.સી. રોડનું કામ રૂા. ૨,૦૦,૦૦૦/–, મિલન સોસાયટી હનુભા જે જાડેજાના ઘરવાળી શેરીમાં સી.સી.બ્લોકનું કામ રૂા. ૪૪,૦૦૦–, પંચાયત ઓફીસ પાસે સુરેશભાઈ કટારીયાના ઘર પાસે સી.સી.બ્લોકનું કામ રૂ।. ૧,૯૧,૬૬૬−, ગોપાલ ચોક બાજુમાં અશોકભાઈ શિંગાળાના ઘર પાસે સી.સી.બ્લોકનું કામ રૂા. ૯,૩૦,૬૨૫–, દિલિપસિંહ જેઠવાના ઘર પાસે, પંચાયત ઓફીસ મેઈનરોડથી ગોપાલ ચોક તરફ સી.સી.રોડનું કામ રૂા. ૧૩,૭૫,૦૦૦/–, ઈન્દીરા સોસાયટી, સિધ્ધનાથ સ્કુલ વાળી શેરીમાં સી.સી.રોડનું કામ રૂા. ૨,૬૨,૫૦૦− અને જસવંત સોસાયટી, ડી.કે.ભાઈના ઘરવાળી શેરીમાં સી.સી.રોડનું કામ રૂા. ૨,૧૦,૦૦૦/- તેમજ ઈન્દિરા સોસાયટી પાસે આવેલ મધુવન સોસાયટીમાં રૂા. ૨૪,૬૫,૦૦૦− ના ખર્ચે થનારા આ કામોના ખાતમુહુર્ત ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) ના હસ્તે કરવામાં આવેલ હતું.


આ ખાતમુહુર્ત પ્રસંગે તેમની સાથે શહેર ભાજપ અધ્યક્ષશ્રી ડો. વિમલભાઈ કગથરા, જોડાતા જણાવ્યું હતું કે વોર્ડ નં. ૪ના રહેવાસીઓને જામનગર શહેરના રાજમાર્ગ જેવાજ માર્ગોનું નિર્માણના કાર્યોનો પ્રારંભ થયો છે. સારા રસ્તાની સવિધા મળતાજ લોકોની સખાકારીમાં વધારો થશે. તેઓએ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) દ્વારા શહેરીગલીના રસ્તાઓના નિર્માણ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટને બિદાવી હતી.


આ ખાતમહર્ત કાર્યક્રમમાં વોર્ડ નં. ૪ ના કોર્પોરેટરશ્રીઓમાં કેશભાઈ માડમ, પૃથ્વીસિંહ ઝાલા, જડીબેન સરવૈયા, વોર્ડ નં. ૨ ના કોર્પોરેટરશ્રી જયરાજસિંહ જાડેજા, વોર્ડ નં. ૧૪ ના કોર્પોરેટરશ્રી જીતેશભાઈ શીંગાડા, વોર્ડ નં. ૧૦ ના કોર્પોરેટરશ્રી મકેશભાઈ માતંગ અને પાર્થભાઈ જેઠવા, સામંતભાઈ પરમાર, યોગેશભાઈ બારૈયા, ભાનુબેન વઘેરા, સતિષભાઈ રાઠોડ, શૈલેષભાઈ મકવાણા, સુરેશભાઈ કટારીયા, ઉપેન્દ્રસિંહ રાણા, બાબાશેઠ, ડી. કે.જાડેજા, કિશોરસિંહ જાડેજા, સચિનભાઈ રબારી, રેખાબેન વેગડ, વિણાબા જાડેજા, કૈલાશબા પરમાર, ગીતાબેન, ઈન્દુબા, રશિકબા, વનીતાબેન દેસાણી, હિમાંસીબેન પરમાર, વિજયભાઈ પરમાર, ક્રિપાલસિંહ ઝાલા, અનંતભાઈ દવે, દિલીપસિંહ જેઠવા, સલીમભાઈ પઠાણ, કાન્તીલાલ બારોટ, સિધ્ધરાજસિંહ જાડેજા, ઈન્દ્રજીતસિંહ જાડેજા, અજયભાઈ, નિલેષભાઈ પરમાર, ગૌતમભાઈ વાઘેલા, બ્રિજેશભાઈ થાનકી અને ગજેન્દ્રસિંહ જાડેજા તેમજ વોર્ડ નં. ૪ ના વેપારીઓ, સામાજીક આગેવાનો તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે આ વિસ્તારના જાગૃત નાગરીકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.



મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...