જામનગરનાં વોર્ડ નં. ૪ માં જુદાજુદા વિસ્તારમાં સી.સી. બ્લોક અને સી.સી. રોડના રૂા. ૫૯,૭૪,૭૯૧/- ના ખર્ચે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. ૪માં અનેક રસ્તાઓના પ્રશ્નોની રજુઆતને લઈ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂા. ૫૯ લાખથી વધુ રકમના સી.સી. રોડ અને સી.સી. બ્લોકના કાર્યોને શહેર ભાજપ અધ્યક્ષશ્રી ડો. વિમલભાઈ કગથરાએ બિરદાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે વોર્ડ નં. ૪ની શહેરીગલીઓ સહીત મુખ્ય રસ્તાઓ પણ શહેરના મુખ્ય રાજમાર્ગો જેવા બનશે, જેનાથી આ વિસ્તારના રહેવાસીઓની સુખાકારીમાં વધારો થશે.
જામનગર ૭૮ વિધાનસભા વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકભા)ની ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટ માંથી વોર્ડ નં. ૪માં જુદા જુદા વિસ્તારોમાં સી.સી. રોડ અને સી.સી. બ્લોકના કામો માટે ગ્રાન્ટની ફાળવણી કરેલ હતી, જેથી આ વોર્ડમાં રૂા. ૫૦,૭૪,૭૯૧૮–– ના ખર્ચે રસ્તાઓનું નિર્માણ થશે. જેમાં ખાસ કરીને ઈન્દિરા સોસાયટી પાસે, મધુવન સોસાયટીના રૂા. ૨,૪૬,૦૦૦/– ના ખર્ચે સી.સી. રોડનું નિર્માણ થશે. આ ઉપરાંત વિનાયક પાર્ક ૧,ગરબીચોક પાસે, સી.સી.બ્લોકનું કામ રૂા. ૨,૯૬,૦૦૦/-, ખડખડનગર વિસ્તારમાં માતાના મઢવાળી શેરીઓમાં સી.સી. રોડનું કામ રૂા. ૨,૦૦,૦૦૦/–, મિલન સોસાયટી હનુભા જે જાડેજાના ઘરવાળી શેરીમાં સી.સી.બ્લોકનું કામ રૂા. ૪૪,૦૦૦–, પંચાયત ઓફીસ પાસે સુરેશભાઈ કટારીયાના ઘર પાસે સી.સી.બ્લોકનું કામ રૂ।. ૧,૯૧,૬૬૬−, ગોપાલ ચોક બાજુમાં અશોકભાઈ શિંગાળાના ઘર પાસે સી.સી.બ્લોકનું કામ રૂા. ૯,૩૦,૬૨૫–, દિલિપસિંહ જેઠવાના ઘર પાસે, પંચાયત ઓફીસ મેઈનરોડથી ગોપાલ ચોક તરફ સી.સી.રોડનું કામ રૂા. ૧૩,૭૫,૦૦૦/–, ઈન્દીરા સોસાયટી, સિધ્ધનાથ સ્કુલ વાળી શેરીમાં સી.સી.રોડનું કામ રૂા. ૨,૬૨,૫૦૦− અને જસવંત સોસાયટી, ડી.કે.ભાઈના ઘરવાળી શેરીમાં સી.સી.રોડનું કામ રૂા. ૨,૧૦,૦૦૦/- તેમજ ઈન્દિરા સોસાયટી પાસે આવેલ મધુવન સોસાયટીમાં રૂા. ૨૪,૬૫,૦૦૦− ના ખર્ચે થનારા આ કામોના ખાતમુહુર્ત ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) ના હસ્તે કરવામાં આવેલ હતું.
આ ખાતમુહુર્ત પ્રસંગે તેમની સાથે શહેર ભાજપ અધ્યક્ષશ્રી ડો. વિમલભાઈ કગથરા, જોડાતા જણાવ્યું હતું કે વોર્ડ નં. ૪ના રહેવાસીઓને જામનગર શહેરના રાજમાર્ગ જેવાજ માર્ગોનું નિર્માણના કાર્યોનો પ્રારંભ થયો છે. સારા રસ્તાની સવિધા મળતાજ લોકોની સખાકારીમાં વધારો થશે. તેઓએ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) દ્વારા શહેરીગલીના રસ્તાઓના નિર્માણ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટને બિદાવી હતી.
આ ખાતમહર્ત કાર્યક્રમમાં વોર્ડ નં. ૪ ના કોર્પોરેટરશ્રીઓમાં કેશભાઈ માડમ, પૃથ્વીસિંહ ઝાલા, જડીબેન સરવૈયા, વોર્ડ નં. ૨ ના કોર્પોરેટરશ્રી જયરાજસિંહ જાડેજા, વોર્ડ નં. ૧૪ ના કોર્પોરેટરશ્રી જીતેશભાઈ શીંગાડા, વોર્ડ નં. ૧૦ ના કોર્પોરેટરશ્રી મકેશભાઈ માતંગ અને પાર્થભાઈ જેઠવા, સામંતભાઈ પરમાર, યોગેશભાઈ બારૈયા, ભાનુબેન વઘેરા, સતિષભાઈ રાઠોડ, શૈલેષભાઈ મકવાણા, સુરેશભાઈ કટારીયા, ઉપેન્દ્રસિંહ રાણા, બાબાશેઠ, ડી. કે.જાડેજા, કિશોરસિંહ જાડેજા, સચિનભાઈ રબારી, રેખાબેન વેગડ, વિણાબા જાડેજા, કૈલાશબા પરમાર, ગીતાબેન, ઈન્દુબા, રશિકબા, વનીતાબેન દેસાણી, હિમાંસીબેન પરમાર, વિજયભાઈ પરમાર, ક્રિપાલસિંહ ઝાલા, અનંતભાઈ દવે, દિલીપસિંહ જેઠવા, સલીમભાઈ પઠાણ, કાન્તીલાલ બારોટ, સિધ્ધરાજસિંહ જાડેજા, ઈન્દ્રજીતસિંહ જાડેજા, અજયભાઈ, નિલેષભાઈ પરમાર, ગૌતમભાઈ વાઘેલા, બ્રિજેશભાઈ થાનકી અને ગજેન્દ્રસિંહ જાડેજા તેમજ વોર્ડ નં. ૪ ના વેપારીઓ, સામાજીક આગેવાનો તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે આ વિસ્તારના જાગૃત નાગરીકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
No comments:
Post a Comment