Friday, December 30, 2022

કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલથી બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

મંત્રીશ્રી જી.જી. હોસ્પિટલમાં કોવિડ-૧૯ સારવાર સંબંધિત વ્યવસ્થાની સમીક્ષા કરવા મુલાકાત લેશે


રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલથી તા.૩૧ ડિસેમ્બર અને તા.૦૧ જાન્યુઆરીના રોજ જામનગર જિલ્લાના પ્રવાસે છે. 


કૃષિમંત્રીશ્રી આવતીકાલે બપોરે ૦૩ કલાકે જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં કોરોના સારવાર સંબંધિત વ્યવસ્થાની સમીક્ષા કરવા મુલાકાત લેશે. ત્યારબાદ ૦૪.૩૦ કલાકે પસાયા ગામ ખાતે લોકસંપર્કની સાથોસાથ મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરશે તેમજ લોકસંપર્ક કાર્યક્રમમાં લોકોના પ્રશ્નો સાંભળશે. સાંજે ૦૬.૦૦ કલાકે તેઓ ધુતારપર ગામમાં મઘોડીયા પરિવારના સુરાપુરાના મંદિરે દર્શનાર્થે જશે. ત્યારબાદ સાંજે ૦૭.૦૦ કલાકે શ્રી આશિષભાઇ પરમારના ઘૂંટાના કાર્યક્રમમાં સથવારા સમાજની વાડી, ધ્રોલ ખાતે હાજરી આપશે.  


તા.૦૧ જાન્યુઆરીના રોજ સવારે ૦૮.૦૦ કલાકે ધ્રોલ કન્યા છાત્રાલય જવા રવાના થશે. મંત્રીશ્રી સવારે ૦૯.૦૦ કલાકે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કાર્યક્રમ માટે શિવજી મંદિર (પાઘર), માવાપર ગામ (તા. ધ્રોલ) માં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સવારે ૧૦.૦૦ કલાકે જામનગરમાં અટલ ભવન ખાતે જિલ્લાના પક્ષના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત લેશે. 





Monday, December 26, 2022

જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધીને વર્ષ ૨૦૧૮-૧૯ માટે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ મુખ્યમંત્રીશ્રીએ પુરસ્કાર એનાયત કર્યો

ભારતરત્ન શ્રી અટલજીની ૯૮મી જન્મજયંતિ નિમિત્તેમુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાજ્યકક્ષાના 'સુશાશન દિવસ'ની ઉજવણી કરાઈસુ શાસન દિવસ'ની ઉજવણીમાં જામનગર જિલ્લા કલેકટર કચેરીથી અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ રીતે જોડાયા

કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તા.૨૫ ડિસેમ્બરના રોજ 'ગુડ ગવર્નન્સ ડે' એટલે કે 'સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં તા.૧૯ ડિસેમ્બરથી ૨૪ ડિસેમ્બર સુધી 'સુશાસન સપ્તાહ'ની ઉજવણી કર્યા બાદ તા.૨૫ ડિસેમ્બરના રોજ 'સુશાસન દિવસ' મનાવવામાં આવે છે. આજના દિવસે ભારતરત્ન શ્રી અટલજીની જન્મજયંતિ હોવાથી તેમના મહાન કાર્યોની જ્યોતિ આજે પણ જ્વલિત રહે તે હેતુથી 'સુશાસન દિવસ' મનાવવામાં આવે છે. 


જે અંતર્ગત, ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યસ્તરીય સુશાસન દિવસની ઉજવણીમાં દરેક જિલ્લામાંથી ક્લેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ અન્ય અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે 'ગરવી 2.0 પોર્ટલ', ફિશ ક્રાફટ પોર્ટલ, મત્સ્યોદ્યોગ પોર્ટલ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના પોર્ટલ તેમજ અન્ય સેવાઓના નવનિર્મિત આધુનિક વેબસાઇટ્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.  


સુશાશન દિવસની ઉજવણીના ભાગરૂપે આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી પ્રદાન કરેલ જિલ્લા કલેકટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને રૂ. ૫૧,૦૦૦નો પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લાના વિકાસ માટે રૂ.૪૦ લાખનો પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૮-૧૯માં જૂનાગઢ જિલ્લાના કલેકટર તરીકે સારી કામગીરી કરવા બદલ શ્રી ડો. સૌરભ પારધીને જૂનાગઢ જિલ્લા માટે શ્રેષ્ઠ કલેકટરનો પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો. હાલ શ્રી ડો. સૌરભ પારઘી જામનગર જિલ્લાના કલેકટર તરીકે ફરજ બજાવી રહયા હોય, જામનગર જિલ્લા કચેરી ખાતેથી સર્વ અધિકારીશ્રીઓએ ગાંધીનગર ખાતે આયોજિત સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ ઉપરાંત, લોકહિતલક્ષી કામોની બેસ્ટ પ્રેક્ટીસીસ આવનારી પેઢીઓ માટે માર્ગદર્શક બની રહે તે માટેના પુસ્તકનું વિમોચન પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. 

આજના પ્રાસંગિક ઉદ્દ્બોધનમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રજા અને સરકાર વચ્ચેનું અંતર ઘટાડવું એ જ અમારી વિભાવના છે. સેવા સેતુ કાર્યક્રમ અને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જેવા પગલાં લેવાથી આજે જન-જન સુધી એક વિશ્વાસ પહોંચ્યો છે કે સરકાર સતત તેમની સાથે છે. પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના હોય કે વિશ્વાસથી વિકાસ યાત્રા, દરેક જગ્યાએ ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આજે ૧૨ જેટલા વિવિધ વિભાગના અત્યાધુનિક સુવિધાઓથી સજજ ઓનલાઇન પોર્ટલ્સ અને સેવાઓ લોન્ચ કરવામાં આવી છે, તેનો એક જ ઉદ્દેશ્ય છે કે સરકાર હવેથી મોટા માણસો નહીં પરંતુ નાનામાં નાના માણસો સુધી પહોંચે. સુશાશન શબ્દની વિભાવના એ છે કે ત્વરિતતા અને પારદર્શિતા.. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વર્ષો પૂર્વે જે સુશાસનનો પાયો નાખ્યો છે, તેને વધુ મજબૂત કરવા અમારી ટીમ સતત કાર્યરત છે. મુખ્યમંત્રીશ્રીએ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓને વધુને વધુ માઈલસ્ટોન સાકાર કરવા માટે પ્રેરણા તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 


જામનગર જિલ્લામાંથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન. ખેર તેમજ અન્ય વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા. તેમજ કલેકટરશ્રી ડો. સૌરભ પારધીને શ્રેષ્ઠ કલેકટર તરીકેનો પુરસ્કાર મળવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. 



બોટાદનું અણમોલ રત્ન અને અસંખ્ય સન્માનો થકી બોટાદનું,કાઠી દરબાર સમાજનું અને શિક્ષક સમાજનું ગૌરવ એવાં મૂળ બરવાળા તાલુકાના ખાંભડા ગામના વતની શ્રી પ્રવીણભાઈ લગધીરભાઈ ખાચરને રાજ્ય કક્ષાના અતુલ્ય વારસો"આઈડેન્ટિટી એવોર્ડ" થકી સન્માનિત કરવામાં આવ્યા...

 શ્રી પ્રવીણભાઈ ખાચર સાથે  ગુજરાતના  ગૌરવ સમા  86 કલારત્નોને  `અતુલ્ય વારસો આયોજિત આઇડેન્ટિટી એવોર્ડ'થી સન્માનિત કરવાનો જાજરમાન ઉપક્રમ  Indian institute of teacher education Gujarat ( IITE) ગાંધીનગર મુકામે ચરિતાર્થ થયો...


હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર દ્વારા કલા, સંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્વ જેવા ક્ષેત્રમાંથી કોઇપણ ક્ષેત્રે સારી કામગીરી, ફરજ નિભાવી રહેલા અને  પ્રચલિત હોય તેવા વ્યક્તિ, સંસ્થા, સમુદાયને પુરસ્કૃત કરવા પાછળનો હેતુ જણાવતાં સ્થાપક કપિલ ઠાકરે જણાવ્યું કે "સ્થાનિકસ્તરે ઉચ્ચ કક્ષાની કામગીરી નિભાવનારા અને પોતાના વિસ્તારની ઓળખસમા વ્યક્તિ, સંસ્થા, સમુદાયનું ગરિમાથી સન્માન થાય. અમને આશા છે કે અમારો આ નાનકડો પ્રયાસ કાર્યરત વ્યક્તિ, સંસ્થા, સમુદાયનો જુસ્સો વધારવામાં અને જનસમુદાય સુધી આ ઓળખને પહોંચાડવામાં ઉપયોગી સાબિત થશે."


સેવાકીય ક્ષેત્ર ઇતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ, પર્યાવરણ અને જળ સરંક્ષણ, પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે) લેખન અને પ્રકાશન, હેરીટેજ પ્રવાસન ક્ષેત્રના એવોર્ડ વિતરણ કાર્યક્રમ આઇઆઇટીઇ ગાંધીનગર ખાતે આયોજિત કરાવામાં આવ્યો હતો. આ વિષયના જ નિષ્ણાતો દ્વારા આ એવોર્ડ એનાયત કરાયા જેમાં મુખ્ય અતિથિ સામાજિક કાર્યકર્તા અનારબેન પટેલ, અધિક અતિથિ વિશેષમાં લેખક અને ચિંતક કિશોર મકવાણા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ, હેરિટેજ પ્રવાસન સમિતિના સક્રિય સભ્ય શ્રી  પુંજાવાળા સાહેબ , પર્યાવરણવિદ્ મનીષ વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન ટીમ અતુલ્ય વારસો દ્વારા ગુજરાતનાં સૌ નામાંકિત અને હેરિટેજ પ્રેમીઓની ઉપસ્થિતિમાં એક નવા' અભિયાનનો શુભારંભ કરાયો હતો. `વાત વતનની', રાજ્યમાં, રાજ્ય બહાર અને દેશ બહાર વસવાટ કરતા વતનના લોકો દ્વારા વતનના વારસાને ઉજાગર કરવા માટેનો એક પ્રયાસ આ અભિયાન દ્વારા થશે....ફરી ફરી બોટાદનું કલારત્ન એવાં શ્રી પ્રવીણભાઈ ખાચર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સહ અઢળક શુભેચ્છાઓ...





જામનગર જિલ્લાના મકાન માલિકો માટે પરપ્રાંતીય શ્રમિકો/ઘરઘાટીને કામ પર રાખતા પૂર્વે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા

જામનગર જિલ્લાના તમામ મકાન માલિકોને જણાવવાનું કે, પ્રવર્તમાન સમયમાં મોટા ભાગના મકાન-માલિકો પોતાના ઘરકામ માટે પરપ્રાંતીય શ્રમિકો/અન્ય જિલ્લાના લોકોની નિમણુંક કરે છે. પરપ્રાંતીય શ્રમિકો/ઘરઘાટી જે જગ્યાઓ પર કામ કરે છે ત્યાં અવાર-નવાર આજુબાજુમાં રહેતા લોકોના ઘર અને ધંધાના સ્થળે ચોરી, લૂંટફાટ તેમજ અન્ય ગંભીર પ્રકારના ગુનાઓ કરીને નાસી જાય છે. જેથી લોકોના જાન-માલ અને સંપત્તિ પર જોખમ તોળાઈ રહ્યું છે. આ પરપ્રાંતીય મજૂરોના માલિકો પાસે તેમના ટૂંકા નામ સિવાય કોઈ માહિતી ન હોવાથી ગુનેગારોને પકડવું ખુબ મુશ્કેલ બની જાય છે. જેથી શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, લોકોની જિંદગી-સલામતી જળવાઈ રહે તે જરૂરી છે.


તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવે છે કે, જામનગર જિલ્લામાં કોઈપણ મકાન માલિક પોતાના ઘર કામ માટે પરપ્રાંતીય મજૂરો તેમજ બીજા જિલ્લાના લોકોને કામ પર રાખતા પૂર્વે નીચે દર્શાવેલ નમૂના મુજબના ફોર્મમાં જરૂરી વિગતો અને આધારો સંબંધિત પોલીસ સ્ટેશનને રૂબરૂમાં અથવ ટપાલથી મોકલી આપવાના રહેશે. આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ આગામી તા.૧૮/૦૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.   


ઘરકામ માટે રાખેલ પરપ્રાંતીય વ્યક્તિની માહિતી માટે જોડવાના થતા આધાર પુરાવાની યાદી: 



(૧) ઘરકામ માટે રાખેલ ઘરઘાટીનું પૂરું નામ, સરનામું, ઉંમર અને ફોટો આઈ.ડી. પૂફની નકલ.

(૨) ઘરઘાટીનું હાલનું રહેણાંકનું સરનામું અને મોબાઈલ નંબર.

(૩) ઘરઘાટી સાથે બીજા માણસો રહેતા હોય તો તેના નામ-સરનામું.

(૪) કોઈના મારફતે ઘરઘાટીને કામે રાખેલ હોય તો તેવા મધ્યસ્થીનું નામ-સરનામું.

(૫) જો ઘરઘાટીએ અગાઉ કોઈ જગ્યાએ કામ કરેલ હોય તો તેના માલિકનું નામ-સરનામું.

(૬) ઘરઘાટી જેને ત્યાં કામ કરતા હોય તો તેના માલિકનું નામ-સરનામું.

(૭) જે ઘરઘાટીના સ્થાનિકમાં કોઈ ઓળખીતા વ્યક્તિ રહેતા હોય તો તેના નામ-સરનામાં અને મોબાઈલ નંબર.

(૮) ઘરઘાટીના વતનનું પૂરું સરનામું, પોલીસ સ્ટેશન અને વતનમાં રહેતા માતા-પિતા, ભાઈ-બહેનની વિગતો.

(૯) જો શ્રમિક પરિણીત હોય તો તેના પતિ/પત્ની અને સસરાનું સરનામું.

(૧૦) જે ઘરઘાટીને કામ પર રાખેલ હોય તેની ઊંચાઈ, દેખાવનું વર્ણન, અભ્યાસ અને ઓળખી શકાય તેવી શારીરિક નિશાની-આ તમામ પૈકી શક્ય હોય તેટલી વિગતો આપવી.




Monday, December 12, 2022

રાજ્ય મંત્રીમંડળ ગુજરાત- ૨૦૨૨

 ૧. શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીશ્રી                              સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, રાહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો



કેબીનેટ મંત્રીશ્રીઓ

૨. શ્રી કનુભાઇ મોહનભાઇ દેસાઇ                                નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ

૩. શ્રી ઋષિકેશભાઇ પટેલ                                      આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો

૪. શ્રી રાઘવજીભાઇ પટેલ                                            કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ,                                                            

૫.શ્રી બળવંતસિંહ રાજપુત                                      ઉધોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર 

૬. શ્રી કુંવરજીભાઇ બાવળીયા                              જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો 

૭. શ્રી મુળુભાઇ બેરા                                              પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ,ક્લાઇમેટ ચેન્જ.                                                                        

૮. ડૉ. કુબેરભાઇ ડીંડોર.                                      આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

૯.શ્રીમતી ભાનુબેન બાબરીયા                                સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ 

૧૦. શ્રી હર્ષ સંઘવી                                                    રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાતીનો પ્રભાગ,વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો). ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા) 

૧૧. શ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)                         સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી,પ્રોટોકોલ, (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્ય કક્ષા)

૧૨. શ્રી પરષોત્તમ સોલંકી                                    મત્સ્યોધોગ અને પશુપાલન

૧૩.શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ                            મંત્રીશ્રી પંચાયત, 

૧૪. શ્રી મુકેશભાઇ જે. પટેલ                                          વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠાં 

૧૫. શ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા                                સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોડ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ

૧૬. શ્રી ભીખુસિંહ ચતુરસિંહ પરમાર                              અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા 

૧૭. શ્રી કુંવરજીભાઇ હળપતી                               આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ




ટુ-વ્હીલર મોટર સાઈકલ માટેની નવી સીરીઝ જીજે-૧૦-ડીપીના ઇ-ઓકસનમાં ભાગ લઈ શકશે

જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો ટુ-વ્હીલર માટેની નવી સીરીઝ જીજે-૧૦-ડીપીના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો આગામી તા.૧૬/૧૨/૨૦૨૨થી ૨૯/૧૨/૨૦૨૨ તથા ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૨૯/૧૨/૨૦૨૨થી ૩૧/૧૨/૨૦૨૨ અને આ ઇ-ઓકશનનું પરિણામ તા.૩૧/૧૨/૨૦૨૨ના બપોરે ૦૪ કલાકે જાહેર કરવામાં આવશે. 

આ પ્રકિયામાં ભાગ લેવા વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇટ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-૦૭ની અંદર ઓનલાઇન સી.એન. એ. ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમિયાન ૧૦૦૦ના ગુણાંકમાં વધારી શકશે. ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના નંબર મળેલ અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ-૦૫માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહિ, જેની નોંધ લેવા પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...