Monday, December 26, 2022

જામનગર જિલ્લાના મકાન માલિકો માટે પરપ્રાંતીય શ્રમિકો/ઘરઘાટીને કામ પર રાખતા પૂર્વે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા

જામનગર જિલ્લાના તમામ મકાન માલિકોને જણાવવાનું કે, પ્રવર્તમાન સમયમાં મોટા ભાગના મકાન-માલિકો પોતાના ઘરકામ માટે પરપ્રાંતીય શ્રમિકો/અન્ય જિલ્લાના લોકોની નિમણુંક કરે છે. પરપ્રાંતીય શ્રમિકો/ઘરઘાટી જે જગ્યાઓ પર કામ કરે છે ત્યાં અવાર-નવાર આજુબાજુમાં રહેતા લોકોના ઘર અને ધંધાના સ્થળે ચોરી, લૂંટફાટ તેમજ અન્ય ગંભીર પ્રકારના ગુનાઓ કરીને નાસી જાય છે. જેથી લોકોના જાન-માલ અને સંપત્તિ પર જોખમ તોળાઈ રહ્યું છે. આ પરપ્રાંતીય મજૂરોના માલિકો પાસે તેમના ટૂંકા નામ સિવાય કોઈ માહિતી ન હોવાથી ગુનેગારોને પકડવું ખુબ મુશ્કેલ બની જાય છે. જેથી શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, લોકોની જિંદગી-સલામતી જળવાઈ રહે તે જરૂરી છે.


તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવે છે કે, જામનગર જિલ્લામાં કોઈપણ મકાન માલિક પોતાના ઘર કામ માટે પરપ્રાંતીય મજૂરો તેમજ બીજા જિલ્લાના લોકોને કામ પર રાખતા પૂર્વે નીચે દર્શાવેલ નમૂના મુજબના ફોર્મમાં જરૂરી વિગતો અને આધારો સંબંધિત પોલીસ સ્ટેશનને રૂબરૂમાં અથવ ટપાલથી મોકલી આપવાના રહેશે. આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ આગામી તા.૧૮/૦૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.   


ઘરકામ માટે રાખેલ પરપ્રાંતીય વ્યક્તિની માહિતી માટે જોડવાના થતા આધાર પુરાવાની યાદી: 



(૧) ઘરકામ માટે રાખેલ ઘરઘાટીનું પૂરું નામ, સરનામું, ઉંમર અને ફોટો આઈ.ડી. પૂફની નકલ.

(૨) ઘરઘાટીનું હાલનું રહેણાંકનું સરનામું અને મોબાઈલ નંબર.

(૩) ઘરઘાટી સાથે બીજા માણસો રહેતા હોય તો તેના નામ-સરનામું.

(૪) કોઈના મારફતે ઘરઘાટીને કામે રાખેલ હોય તો તેવા મધ્યસ્થીનું નામ-સરનામું.

(૫) જો ઘરઘાટીએ અગાઉ કોઈ જગ્યાએ કામ કરેલ હોય તો તેના માલિકનું નામ-સરનામું.

(૬) ઘરઘાટી જેને ત્યાં કામ કરતા હોય તો તેના માલિકનું નામ-સરનામું.

(૭) જે ઘરઘાટીના સ્થાનિકમાં કોઈ ઓળખીતા વ્યક્તિ રહેતા હોય તો તેના નામ-સરનામાં અને મોબાઈલ નંબર.

(૮) ઘરઘાટીના વતનનું પૂરું સરનામું, પોલીસ સ્ટેશન અને વતનમાં રહેતા માતા-પિતા, ભાઈ-બહેનની વિગતો.

(૯) જો શ્રમિક પરિણીત હોય તો તેના પતિ/પત્ની અને સસરાનું સરનામું.

(૧૦) જે ઘરઘાટીને કામ પર રાખેલ હોય તેની ઊંચાઈ, દેખાવનું વર્ણન, અભ્યાસ અને ઓળખી શકાય તેવી શારીરિક નિશાની-આ તમામ પૈકી શક્ય હોય તેટલી વિગતો આપવી.




No comments:

Post a Comment

જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...