એક્શિબિશનમાં જામનગરના કલાકારો દ્વારા ૨૪ જેટલા બેનમૂન ચિત્રો પ્રદર્શિત કરાયા માદરપટ્ટા કાપડ પર સોનાના વરખ અને પાવડર કલરનો ઉપયોગ કરી બાનાવાયેલ જામ રણજિતસિંહજીનું પોટ્રેઇટ બન્યું આકર્ષણનું કેન્દ્ર
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાના પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર ખાતે તા.૨૩ થી તા.૨૬ ફેબ્રુઆરી સુધી "પોટ્રેઇટ એક્શિબિશન" નુ આયોજન કરવામાં આવ્યુ છે. જે એક્સિબિશનનુ ઉદઘાટન સિનિયર આર્ટીસ્ટ શ્રીઅરુણભાઇ જોશી દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ એક્સિબિશનમાં જામનગરના કલાકારો દ્વારા કુલ ૨૪ જેટલા બેનમૂન પેઇન્ટીંગસ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ એક્સિબિશનમાં શાળાનાં વિદ્યાથીઓ સહીત તમામ ઉંમરના કલાકારો સહભાગી થયા છે. જેમાં જામનગરના કલાકાર શ્રી રાજુ રાઠોડ દ્વારા સોનાના વરખ અને પાવડર કલરનો ઉપયોગ કરી માદરપટ્ટા કાપડ પર બાનાવવામાં આવેલ જામ રણજિતસિંહજીનું પોટ્રેઇટમાં દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
તદુપરાંત સિનિયર આર્ટીસ્ટ શ્રી ઇન્દુભાઇ સોલંકી દ્વારા રવિ વર્મા, એલ.સી.સોની, વોરા ધર્મગુરુ, પ્રમુખસ્વામી મહારાજ, જગદીશ મહારાજ, કબિર આશ્રમ સહીતના પોટ્રેઇટ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે. શ્રી ગીતા રાઠોડ દ્વારા હેપિનેશ પોટ્રેઇટ પ્રદર્શિત કરાયા છે જે મુખ્યત્વે પેપર પર કલર પેન્સિલથી બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત બાતુલ સરોડીવાલા દ્વારા કલર પેન્સિલથી ભગતસિંહનું પોટ્રેઇટ અને ફાતિમા યુશુફ મોદી દ્વારા કેનવાસ પર ડો.એ.પી.જે. અબ્દુલ કલામનું પોટ્રેઇટ બનાવાયુ છે શ્રી સ્વેતા કાનિયા અને શ્રી દીપા કિશોર દ્વારા પેન્સિલ પોટ્રેઇટ સ્કેચના માધ્યમથી બનાવ્યુ છે. સ્નેહા મેહતા દ્વારા સોફ્ટ પેસ્ટલ કલર દ્વારા કપલ પોટ્રેઇટ પ્રદર્શનમાં મુક્યુ છે. શ્રીઅમિતભાઇ અમૃતિયા દ્વારા ડોટ વર્ક દ્વારા બુધ્ધ ભગવાનનું પોટ્રેઇટ પેન્સિલ દ્વારા બનાવેલ છે. આ એક્સિબિશનનું આયોજન તા.૨૩ થી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધી કરવામાં આવ્યુ છે.
No comments:
Post a Comment