Tuesday, March 21, 2023

ધર્મગુરૂ શહેરાવારા સાંઈ ના સાનિધ્ય માં સમસ્ત સિંધી સમાજ ઇષ્ટદેવ ની ભક્તિ માં લિન થયો

જય જય ઝુલેલાલ ના ચોમેર નારા સાથે સિંધી ઝમટ પર સમાજ ઝુમી ઉઠ્યો


જામનગર સિંધી સમાજ ના નેજા હેઠળ ગત રવિવારે SSW સાંઈ પરિવાર - જામનગર દ્વારા વેલકમ ચેટીચંડ મહોત્સવ નું સમસ્ત સિંધી સમાજ માટે આયોજન કરાયુ હતું જે કાર્યક્રમ ને લઈ સિંધી સમાજ ના ધર્મગુરુ ભગવાન શ્રી ઝુલેલાલ જી નાં પરમ ઉપાસક પૂજનીય સંત શ્રી સાંઈ શહેરાવાલે જી ના આગમન ને લઈ શ્રદ્ધા સાથે સાંઈ જી ની પધરામણી ને લઈ આતુરતા માં રહેલ સિંધી સમાજ વચ્ચે શમી સાંજે જામનગર પધાર્યા હતા. જેમાં ઝુલેલાલ મંદિર જુના રેલ્વે સ્ટેશન ખાતે ઝુલેલાલ મંડળ સહિત સમાજ ના હોદેદારો આગેવાનો દ્વારા સાંઈ જી નું સ્વાગત કરવામાં આવ્યું

ત્યારબાદ કાર્યક્રમ ની રૂપરેખા એ શહેર નાં પવનચક્કી સર્કલ ખાતેથી મોટી સંખ્યા માં સમાજ ના યુવા ભાઈઓ બહેનો વડીલો પદયાત્રા સાથે શોભાયાત્રા માં જોડાયા હતા શોભાયાત્રા ની શાનદાર રેલી થી ચો મેર જય ઝુલેલાલ-જય ઝુલેલાલ ના નારાઓ સાથે વાતાવરણ ખીલી ઉઠ્યું હતું આ શોભાયાત્રા માં સૌ નાચી ઝુમી ઉઠ્યા અને શહેરાવાળા સાંઈ જી નું ફૂલો ની વર્ષા સાથે શાહી અંદાજ માં સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ ની શરૂઆતે પૂજનીય શહેરાવાળા સાંઈ જી દ્વારા પરંપરાગત ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ જી નાં સ્તુતિ આરાધના સાથે વિધિવત ઇષ્ટદેવ નું સ્વરૂપ ભેરાણા સાહેબ પૂજન અર્ચન કરી સત્સંગ - પ્રવચન નું કાર્યક્રમ શ્રી ગણેશ કરાયું હતું. જેમાં ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ જીવની ચરિત પ્રવચન સમાગમ માં સમસ્ત સિંધી સમાજ ઇષ્ટદેવ ની ભક્તિ માં લિન થઈ ભાવવીભોર બન્યું હતું. સાંઈ જી ના સત્સંગ ભજન થી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા.જામનગર સિંધી સમાજ ના વિખ્યાત કલાકાર સિંગર વિનુભાઈ જાંગિયાણી અને તેની સમગ્ર ટીમ દ્વારા ભાત ભાત ના સંગીત થી સૌ ને રીઝવ્યા હતા જેમાં સિંધી તાલ ઝમટ પર સારો સિંધી સમાજ જૂમી ઉઠયો સમગ્ર ભક્તિમય જશ્ન સાથે સમસ્ત સિંધી સમાજ દ્વારા આ સમાગમ ની ઉજવણી કરાઇ 

SSW સાંઈ પરિવાર જામનગર દ્વારા આયોજિત વેલકમ ચેટીચંડ ૨૦૨૩ સાથે સમાગમ ના ની વેળાએ સમાજ ના ચેરમેન તથા પૂર્વ શહેરી વિકાસમંત્રી પરમાનંદ ખટ્ટર - પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી સેક્રેટરી કિશોર સંતાણી સહિત સમગ્ર સિંધી સમાજ ની ટીમ હાજર રહ્યા હતા.અને સમાજ માં આ વેલકમ ચેટીચંડ મહોત્સવ ની ઉજવણી થી સિંધી સમાજ ના ઇષ્ટદેવ ઝુલેલાલ જી ના જન્મજયંતી ચેટીચંડ ની ઉજવણી માં ચાર ચાંદ લાગ્યા ની વિશેષ શુભેરછાઓ આયોજક ને પાઠવવામાં આવી હતી અંતે આ કાર્યક્રમ ને રૂડો બનાવવા સમસ્ત સિંધી સમાજ ની જુદી જુદી પંચાયતો ની સમાનતા માં એકતા ની મિસાઈલ બની સૌ પોતાના ઇષ્ટદેવ પ્રત્યે ની એકગ્રતા શ્રદ્ધા સાથે SSW સાંઈ પરિવાર ના સૌ ભાઈઓ બહેનો વડીલો એ ફાળવેલ સેવા ખંત મહેનત ને સમસ્ત સિંધી સમાજે આ અવસરે બિરદાવી હતી.



છેલ્લા બે વર્ષમાં જામનગર જિલ્લામાં 1272 પ્રાથમિક શાળાનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરાયું

ગુણોત્સવ 2.0 અંતર્ગત રાજ્યની પ્રાથમિક શાળાઓનુ 61 જેટલા માપદંડના આધારે મૂલ્યાંકન કરી શાળાઓને એક્રેડીટેડ કરાય છે  રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શાળાઓના મૂલ્યાંકનની જવાબદારી રાજ્ય સરકારે ઉપાડી છે: શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર

રાજ્યના દરેક વાલીઓની આશા અને અપેક્ષા હોય છે કે, તેમના બાળકો ભણી-ગણીને પ્રથમ આવે. તેમની આ અપેક્ષાને પરિપૂર્ણ કરવાની કટિબદ્ધતા દાખવી તેમના ભણતરને સુધારવાની અને મૂલ્યાંકનની જવાબદારી રાજ્ય સરકારે ઉપાડી છે, તેમ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું.
ગુણોત્સવ 2.0 અંતર્ગત શાળાઓના મૂલ્યાંકન અંગે વિધાનસભા ગૃહ ખાતે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી શ્રી ડિંડોરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વિવિધ 61 જેટલા માપદંડના આધારે મૂલ્યાંકન કરી શાળાઓને એક્રેડીટેડ કરવામાં આવે છે અને રિપોર્ટના આધારે શાળાઓમાં સુધારા માટે જરૂરી સૂચનો આપવામાં આવે છે.

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં ગુણોત્સવ 2.0 અંતર્ગત છેલ્લા બે વર્ષમાં કુલ 1272 પ્રાથમિક શાળાઓ, ગાંધીનગર જિલ્લામાં 1124 શાળાઓ અને કચ્છ જિલ્લાની 2852 પ્રાથમિક શાળાના સર્વગ્રાહી મૂલ્યાંકનની કામગીરી ગત બે વર્ષમાં કરવામાં આવી છે.

મૂલ્યાંકન થયેલ તમામ શાળાઓને ગુણોત્સવ-૨ અંતર્ગત રીપોર્ટ કાર્ડ આપવામાં આવ્યા છે. જેમાં મુખ્યક્ષેત્ર અને પેટાક્ષેત્ર પ્રમાણે તેમની શાળાની સારી બાબતો અને શાળાની સુધારાત્મક બાબતો ઉપરાંત શાળાને પ્રાપ્ત થયેલ ગ્રેડ અને ટકા પણ દર્શાવવામાં આવે છે, તેમ તેમણે અંતમાં ઉમેર્યું હતું.

Saturday, March 18, 2023

જામજોધપુર માર્કેટીંગયાર્ડના વેપારી પાસેથી ૨૦ લાખ રૂપીયા ની ચીલઝડપ કરનાર બે આરોપીઓને ગણતરીની કલાકોમા પકડી ગુન્હાનો ભેદ ઉકેલતી જામનગર-એલ.સી.બી.

જામજોધપુર માર્કેટીંગ યાર્ડમા  ગત તા.૧૪/૦૩/૨૦૨૩ ના રોજ   "યમુના ટ્રેડીંગ' નામની પેઢી ધરાવતા ફરીયાદીશ્રી ભૌતિકભાઇ પ્રવિણભાઇ રામોલીયા (પટેલ) જેઓ જામજોધપુર એચડીએફસી.બેન્કમાંથી ૨૦ લાખ રૂપીયા લઇ માર્કેટીંગ યાર્ડના મેઇન ગેઇટ પાસે પહોંચતા તે દરમ્યાન યામાહા એફઝેડ મો.સા,મા આવેલ બે અજાણ્યા ઇસમોએ ફરીયાદીશ્રી પાસેથી,પૈસા ભરેલ થેલી ની ચીલઝડપ કરી નાશી ગયેલ, સદરહુ ચીલઝડપ નો બનાવ વણશોધાયેલ હતો,



શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટના શ્રી અશોકકુમાર સાહેબ (IPS) નાઓએ ચીલઝડપ ગુના ના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના કરેલ હોય,જેથી પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓએ જામનગર જીલ્લામાં નાકાબંધી કરાવી,ચીલઝડપને અંજામ આપનાર આરોપીઓને સત્વરે પકડી પાડવા, એલ.સી.બી.,એસ.ઓ.જી,પેરોલ ફર્લો તથા સ્થાનીક પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ,જેથી પોલીસ ઇન્સ શ્રી જે.વી.ચૌધરી તથા પો.સ.ઇ શ્રી.એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ શ્રી.પી.એન.મોરી નાઓ તથા એલ.સી.બી.સ્ટાફ ની ટીમો બનાવી બનાવ સ્થળની વિઝીટ કરી,સદરહુ બનાવ આજુબાજુ તેમજ રોડ ઉપરના સીસીટીવી ફુટેજ ચકાસણી કરી, સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોસ નો ઉપયોગ કરી, જામજોધપુર, ઉપલેટા, જેતપુર, ગોંડલ, તથા સુરત,ધોરાજી,જામકંડોરણા મુકામે શંકાસ્પદ ઇસમોની તપાસ કાર્યવાહી કરવામા આવેલ.

 

દરમ્યાન બનાવમાં ઉપયોગમાં લેવાયેલ યામાહા એફ.ઝેડ મો.સા.ની ઓળખ પ્રસ્થાપિત કરી,મો.સા.નો નંબર મળેલ.જે મો.સા. અંગે તપાસ કરતા સદરહુ મો.સા સૂરત શહેરમાં ખટોદરા પો.સ્ટે ની હદમા ચોરી થયેલ હોવાનુ માલુમ પડેલ. જેથી સદરહુ ચીલઝડપમા સૂરત તેમજ સ્થાનિક ઇસમોની સંડોવણી હોવાની સંભાવના પ્રબળ મળેલ,આ દરમ્યાન પો.ઇન્સ શ્રી જે.વી ચૌધરી તથા પો.સઇ શ્રી એસ.પી.ગોહિલ નાઓ તથા સ્ટાફના માણસો આરોપીઓની તપાસમા કાલાવડ-જામકંડોરણા જુનાગઢ રોડ ઉપર પ્રેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા, હિતુભા જાડેજા તથા શીવભદ્રસિંહ જાડેજા, હરદીપભાઇ ધાધલ, ફીરોજભાઇ ખફી,રાકેશભાઇ ચૌહાણ,નાઓને બાતમીદારોથી હકિકત આધારે તેમજ નિર્મળસિંહ જાડેજા,બળવંતસિંહ પરમાર નાઓએ ટેકનીકલ એનાલીસીસના આધારે સદરહુ ચીલઝડપ ને અંજામ આપનાર ઇસમો (૧) દસ્તગીર શકીલ કુરેશી રહે.સુરત (ર) નરશી રવજીભાઇ ખાણધર રહે.નાની રાફુદળ તા.લાલપુર વાળાઓ સાથે સ્થાનીક ઇસમોએ કાવતરૂ ઘડી ચીલઝડપને અંજામ આપેલ હોવાની હકિકત મળેલ હોય,જે આરોપીઓ પૈકી (૧) દસ્તગીર શકીલ કુરેશી રહે.સુરત વાળો એફ.ઝેડ મો.સા. લઇ ધોરાજી જામકંડોરણા તરફ કાલવડ તરફ આવી રહેલ છે.તેવી હકિકત આધારે સ્ટાફના માણસૌ સાથે વાહન તપાસ વોચ મા હતા દરમ્યાન દસ્તગીર શકીલ કુરેશી રહે.હાલ સુરત ઉના પાટીયા કાલેખા નગર મુળ મુરાદાબાદ ઉત્તરપ્રદેશ વાળો યામાહ એફ.ઝેડ મો.સા.લઇ જામકંડોરણા તરફ થી કાલવાડ તરફ આવતા ટોડા ગામના પાટીયા પાસેથી પસાર થતા પકડી પાડી,મજકુર ના કબ્જાની થેલમાં રૂપીયા ૫૦૦ ની ચલણી નોટો કિ.રૂ.૧૮,૫૦,૦૦૦/-(૧૮ લાખ ૫૦ હજાર રૂપીયા) મળી આવેલ,જે રોકડ રકમ મજકુર ઇસમે બે દિવસ પહેલા જામજોધપુર માર્કેટીંગ યાર્ડ ના વેપારી પાસેથી ચીલઝડપ કરેલ તે રૂપીયા હોવાનો એકરાર કરેલ જેથી મજકુર ઇસમને હસ્તગત કરી પો.ઇન્સ.શ્રી જે.વી.ચૌધરી નાઓએ કાયદેસર કાર્યવાહી કરેલ છે. આરોપી દસ્તગીર શકીલ કુરેશીની પુછપરછ દરમ્યાન આ ગુન્હાનું કાવતરૂ રચવામાં (૧) ધવલ અશોકભાઇ સીનોજીચા રહે ભાયાવદર (ઉપલેટા) (૨) દિલીપ વિઠલભાઇ કાંજીયા રહે.જામજોધપુર સંડોવાયેલ હોવાનું ખુલવા પામેલ,



જેથી પો.સ.ઇ.શ્રી એસ.પી.ગોહીલ નાઓ તેમજ સ્ટાફના દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા નાઓએ ભાયાવદર મુકામેથી મળેલ બાતમી હકિકત ના આધારે ગુનામાં સંડોવાયેલ આરોપી ધવલ અશોક સીનોજીયા રહે.ભાયવદર તા ઉપલેટા વાળાને પકડી પાડેલ. પકડાયેલ આરોપી

(૧) દસ્તગીર શકીલ કુરેશી રહે.હાલ સુરત ઉના પાટીયા કાલેખાનગર મુળ મુરાદાબાદ ઉત્તરપ્રદેશ (૨) ધવલ અશોક સીનોજીયા રહે.ભાયાવદર તા. ઉપલેટા જી રાજકોટ ફરાર આરોપી ઃ-

(૧) નરશીભાઇ રવજીભાઇ ખાણધર રહે. નાની રાફુદળ તા. લાલપુર (જામનગર ) (ર) દિલીપ ઉર્ફે મુનો વિઠ્ઠલભાઇ કાંજીયા (જામમજોધપુર યાર્ડમા તિરૂપતિ ટ્રેડર્સમા નોકરી) કબ્જે કરેલ મુદામાલઃ–

(૧) રૂપીયા ૧૮,૫૦,૦૦૦/- (૧૮ લાખ ૫૦ હજાર રૂપીયા).    (૨) ગુનામાં ઉપયોગ લેવાયેલ યામાહ એફ.ઝેઙ મો.સા. કિ.રૂ.૨૫,૦૦૦/- (૩) મો.ફોન-૦૨ કિ.રૂ.૭,૦૦૦/- ગુનાની એમ.ઓ-

આરોપી નરશી ખાણધર તથા દસ્તગીર કુરેશી થોડા સમય પહેલા જામજોધપુર મુકામે આવી, ધવલ સીનોજીયા તેમજ દિલીપ કાંજીયા ને મળી જામજોધપુર યાર્ડના વેપારી બેંકમાં પૈસા ઉપાડવા જતા હોગ ત્યારે લૂંટી લેવા માટે પ્લાન ધડેલ હતો. આ કામ પાર પાડવા માટે નરશી ખાણધર તેમજ દસ્તગીર કુરેશીએ સુરત શહેરના ઉધના ખટોદરા વિસ્તારમાથી યામાહ એફ.ઝેડ મો.સા.ની.ચોરી કરેલ, જે ચીલઝડપ ને અંજામ આપવા મો.સા નંબર પ્લેટો છેલ્લા આંકડાઓ તોડી નાખેલ, તેમજ જામજોધપુર યાર્ડ તેમજ બેંકની આજુબાજુ રેકી કરી,ધવલ સીનોજીયા તથા દિલીપ કાંજીયાએ ફરીયાદી વધુ પૈસા લઇ જતો હોવા અંગે નરશી ખાણધર તેમજ દસ્તગીર કુરેશીને વાકેફ કરી ચીલઝડપને અંજામ આપેલ હતો. આરોપીઓ બનાવ પહેલા તથા બનાવ બાદ સતત સંપર્કમા રહેલ હતા,

આરોપીનો ગુનાહીત ઇતીહાસઃ-

આરોપી ઃ- દસ્તગીર શકીલ કુરેશી વિરૂધ્ધ ના ગુનાઓ

(૧)મધ્યપ્રદેશ રાજયના ખરગોન જીલ્લાના બરવાહ પો.સ્ટે ગુ.ર.નં ૫૫૬/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૯૨.                          (૨) સુરત શહેરના ખટોદરા પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૯૨/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯ (૩) સુરત શહેર અઠવા લાઇન પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૪૯૮૨૦૧૯ ઇ.પી.કો ૩૭૯એ(૩),૧૧૪ (૪) સુરત શહેર ના ખાટોદરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૩૨૩૦૨૨૮ /૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ (૫) ઉદયનગર દેવાસ પો.સ્ટે (મધ્યપ્રદેશ) ગુ.ર.નંબર- ૭૮/૨૦૨૧ ઇ.પી.કો કલમ- ૩૭૯,૩૯૨ (૬) ખરગોન પો.સ્ટે (મધ્યપ્રદેશ) ગુ.ર.નંબર- ૬૯૭/૨૦૨૦ ઇ.પી.કો કલમ- ૩૯૨,૩૯૪,૪૧૧ આરોપીઃ- નરશીભાઇ રવજીભાઇ ખાણધર રહે. નાની રાફુદળ વિરૂધ્ધ ના ગુનાઓ

(૧) બરવાહ પો.સ્ટે ગુ.ર.નં.૫૫૬/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૯૨ (મધ્યપ્રદેશ રાજયના ખરગોન જીલ્લો).                             (ર) સુરત શહેર ના ખાટોદરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૫૦૦૨ ૩૨૩૦૨૨૮ /૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯.                        (૩) ભાણવડ પો.સ્ટે.ગુ.ર.નં.૦૦૪૦/૨૦૧૬ ઇ.પી.કો ૩૮૦,૪૫૪,૪૫૭.                                                         (૪) લાલપુર પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૭૨૮૨૦૧૯ આર્મ્સ એકટ ક.૨૫૧-બી)એ જી.પી.એકટ ૧૩૫(૧).                             (૫) ઉદયનગર દેવાસ પો.સ્ટે,(મધ્યપ્રદેશ) ગુ.ર.નંબર- ૭૮/૨૦૨૧ ઇ.પી.કો કલમ-૩૭૯,૩૯૨

(૬) ખરગોન પો.સ્ટે (મધ્યપ્રદેશ) ગુ.ર.નંબર- ૬૯૭/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૯૨,૩૯૪,૪૧૧

આરોપી- દિલીપ ઉર્ફે મુનો વિઠ્ઠલભાઇ કાંજીયા વિરૂધ્ધ ના ગુનાઓ(૧) ભીગનગાંવ પો.સ્ટે જી.ખરગોન (મધ્યપ્રદેશ) ગુ.ર.નં ૨૭૬/૨૦૦૫ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ગુન્હાઓ ડીટેકટઃ-

(૧) જામજોધપુર પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૨૬૨૩૦૧૮૬/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯એ(૩), ૧૧૪ (૨) સુરત શહેર ના ખાટોદરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૩૨૩૦૨૨૮ ઇ.પી.કો કલમ ૩૭૯

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી જે.વી.ચૌધરીની સુચના થી પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ, શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, નાનજીભાઇ પટેલ,હીરેનભાઇ વરણવા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, હરદિપભાઇ ધાધલ, અશોકભાઇ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા,નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, કિશોરભાઇ પરમાર, સુરેશભાઇ માલકીયા,ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ડ્રાઇવર દયારામ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા,બીજલભાઇ બાલાસરા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

Thursday, March 16, 2023

જામનગર જિલ્લાના મકાન માલિકો માટે પરપ્રાંતીય શ્રમિકો/ ઘરઘાટીને કામ પર રાખતા પૂર્વે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા

પ્રવર્તમાન સમયમાં મોટા ભાગના મકાન- માલિકો પોતાના ઘરકામ માટે પરપ્રાંતીય શ્રમિકો/ અન્ય જિલ્લાના લોકોની નિમણુંક કરે છે. પરપ્રાંતીય શ્રમિકો/ ઘરઘાટી જે જગ્યાઓ પર કામ કરે છે, ત્યાં તેઓ અવાર- નવાર આજુબાજુમાં રહેતા લોકોના ઘર અને ધંધાના સ્થળે ચોરી, લૂંટફાટ તેમજ અન્ય ગંભીર પ્રકારના ગુનાઓ કરીને નાસી જાય છે. જેથી લોકોના જાન- માલ અને સંપત્તિ પર જોખમ તોળાઈ રહ્યું છે. આ પરપ્રાંતીય મજૂરોના માલિકો પાસે તેમના ટૂંકા નામ સિવાય કોઈ માહિતી ન હોવાથી ગુનેગારોને પકડવું ખુબ મુશ્કેલ બની જાય છે. જેથી શહેરમાં કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, લોકોની જિંદગી- સલામતી જળવાઈ રહે તે જરૂરી છે.

તેથી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવે છે કે, જામનગર જિલ્લામાં કોઈપણ મકાન માલિક પોતાના ઘરકામ માટે પરપ્રાંતીય મજૂરો તેમજ બીજા જિલ્લાના લોકોને કામ પર રાખતા પૂર્વે નીચે દર્શાવેલા નમૂના મુજબના ફોર્મમાં જરૂરી વિગતો અને આધારો સંબંધિત પોલીસ સ્ટેશનને રૂબરૂમાં અથવા ટપાલથી મોકલી આપવાના રહેશે. આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ- 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ આગામી તા. 14/05/2023 સુધી અમલમાં રહેશે.   

ઘરકામ માટે રાખેલા પરપ્રાંતીય વ્યક્તિની માહિતી માટે જોડવાના થતા આધાર પુરાવાની યાદી

(1) ઘરકામ માટે રાખેલ ઘરઘાટીનું પૂરું નામ, સરનામું, ઉંમર અને ફોટો આઈ.ડી. પૂફની નકલ.

(2) ઘરઘાટીનું હાલનું રહેણાંકનું સરનામું અને મોબાઈલ નંબર.

(3) ઘરઘાટી સાથે બીજા માણસો રહેતા હોય તો તેનું નામ-સરનામું.

(4) કોઈના મારફતે ઘરઘાટીને કામે રાખેલ હોય તો તેવા મધ્યસ્થીનું નામ- સરનામું.

(5) જો ઘરઘાટીએ અગાઉ કોઈ જગ્યાએ કામ કરેલ હોય તો તેના માલિકનું નામ- સરનામું.

(6) ઘરઘાટી જેને ત્યાં કામ કરતા હોય તો તેના માલિકનું નામ- સરનામું.

(7) જે ઘરઘાટીના સ્થાનિકમાં કોઈ ઓળખીતા વ્યક્તિ રહેતા હોય તો તેના નામ- સરનામાં અને મોબાઈલ નંબર.

(8) ઘરઘાટીના વતનનું પૂરું સરનામું, પોલીસ સ્ટેશન અને વતનમાં રહેતા માતા- પિતા, ભાઈ- બહેનની વિગતો.

(9) જો શ્રમિક પરિણીત હોય તો તેના પતિ/ પત્ની અને સસરાનું સરનામું.

(10) જે ઘરઘાટીને કામ પર રાખેલ હોય તેની ઊંચાઈ, દેખાવનું વર્ણન, અભ્યાસ અને ઓળખી શકાય તેવી શારીરિક નિશાની.

(11) ઘરઘાટીનો તાજેતરનો ફોટો- આ તમામ પૈકી શક્ય હોય તેટલી વિગતો મકાન માલિકે જમા કરાવવાની રહેશે.

Wednesday, March 8, 2023

શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી

સ્ત્રી શક્તિની તાકાત અને જવાબદારી વિષય પર યોજાયેલા વક્તવ્યનો મોટી સંખ્યામાં મહિલાઓએ લ્હાવો લીધો

રિચ થિંકર અંકિતાબેન મૂલાણીએ સ્ત્રી શક્તિની મહત્તા સમજાવતું ધારદાર વક્તવ્ય રજુ કર્યું

મહિલાઓએ સૌપ્રથમ પોતાની જાતને પ્રેમ કરવો જોઈએઃ  શ્રીમતિ અનારબેન પટેલ

જગતનું અસ્તિત્વ બે શક્તિથી ટક્યું છે, એક મા ભગવતી અને બીજી સ્ત્રી શક્તિઃ શ્રીમતિ અંકિતાબેન મૂલાણી



રાજકોટઃ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા તારીખ 6 માર્ચ ને સોમવારના રોજ રાજકોટ ખાતે વિશ્વ મહિલા દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા રાજકોટના શ્રી સરદાર પટેલ ભવન ખાતે સ્ત્રી શક્તિની તાકાત અને જવાબદારી વિષય પર વક્તવ્ય યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે હાજરી આપી હતી. આ ઉપરાંત ટ્રસ્ટી અનારબેન પટેલે પણ ઉપસ્થિત રહીને મહિલાઓને પ્રેરણા પૂરી પાડી હતી. મુખ્ય વક્તા એવા શ્રીમતિ અંકિતાબેન મૂલાણી (રિચ થિંકર)એ આ કાર્યક્રમમાં સ્ત્રી શક્તિની તાકાત અને જવાબદારી વિષય પર સ્ત્રી શક્તિની મહત્તા સમજાવતું ધારદાર વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી અને કાર્યક્રમને માણ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ચેરમેનશ્રી નરેશભાઈ પટેલનું શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્રસ્ટી અનારબેન પટેલ અને મુખ્ય વક્તા અંકિતાબેન મૂલાણી સહિતના મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.



આ પ્રસંગે ઉપસ્થિત ટ્રસ્ટી શ્રીમતિ અનારબેન પટેલે પોતાના સંબોધનમાં ઉપસ્થિત મહિલાઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે 8 માર્ચે ધુળેટીના દિવસે મહિલા દિવસ છે ત્યારે તમામ બહેનો પોતાની આસપાસ રહેતી જરૂરિયાતમંદ બહેનોને મદદ કરીને આ દિવસની ઉજવણી કરે. વધુમાં અનારબેન પટેલે કહ્યું હતું કે, મહિલાઓના સ્વપ્નો હંમેશા પરિવારની આજુબાજુ જ હોય છે. મહિલાઓ પરિવારની સારસંભાળમાં પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જતી હોય છે ત્યારે મહિલાઓએ સૌપ્રથમ પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ. મહિલાઓએ પોતાના શરીરની પણ સાર સંભાળ રાખવી જોઈએ અને પોષ્ટીક ખોરાક આરોગવો જોઈએ અને યોગા કરવા પણ અનારબેન પટેલે મહિલાઓને અપીલ કરી હતી.

કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રીમતિ અંકિતાબેન મૂલાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જગતનું અસ્તિત્વ બે શક્તિઓથી ટક્યું છે, એક મા ભગવતી અને બીજી સ્ત્રી શક્તિ જેણે સંતાનોને જન્મ આપ્યો છે. આ બે શક્તિ ન હોય તો જગતનું અસ્તિત્વ શક્ય નથી. હજારો દિવડા પ્રગટાવો ત્યારે આરતી થાય, હજારો નાના બુંદ ભેગા થાય ત્યારે સમુદ્ર બને પરંતુ ઘરને સ્વર્ગ બનાવવું હોય તો સ્ત્રી શક્તિ બનાવી શકે. સ્ત્રી ધારે તો દુનિયાને બદલાવે અને સ્ત્રી ધારે તો દુનિયાને નર્ક પણ બનાવે. સ્ત્રી જેટલું સહન કરીને જીવે છે એવું એક પણ પુરુષ જીવતો નથી. જે સ્ત્રીને પતિ, પુત્ર અને પરિવાર તરફથી પ્રેમ મળતો હોય અને સ્ત્રી સામે પ્રેમ આપી શકતી હોય અને જે સ્ત્રીની અંદરનું સત્વ પવિત્ર છે એ સ્ત્રી સૌથી સુંદર છે. આ ઉપરાંત અંકિતાબેન મૂલાણીએ પોતાના વક્તવ્યમાં વિવિધ સ્ત્રી શક્તિઓના દ્રષ્ટાંત રજૂ કરીને સ્ત્રીઓમાં શું તાકાત હોય છે તેનું ઉદાહરણ આપ્યું હતું.

આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ મહિલા સમિતિની બહેનો, બ્રહ્મકુમારીઝના અંજુદીદી, રાજકીય અને સામાજિક આગેવાન બહેનો વિવિધ સંસ્થા અને સોશિયલ ગ્રુપની બહેનો, ઉપરાંત મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે સૌ મહિલાઓએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું અને સૌએ સાથે અલ્પાહર લીધો હતો.

Saturday, March 4, 2023

'માં અમૃતમ કાર્ડ યોજના' હેઠળ આંગણવાડીની બાળકી રૂહીના હ્રદયનું વિનામૂલ્યે ઓપરેશન થયું

રાષ્ટ્રિય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ રૂહીનું ચેકઅપ કરીને તેણીને સુરતની હોસ્પિટલમાં રીફર કરાવવામાં આવી


જામનગર તા. 04 માર્ચ, ગુજરાત સરકાર દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને તેને સાનુકૂળ શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે માટે આંગણવાડી કેન્દ્રોની રચના કરવામાં આવી છે. 'સંકલિત બાળ વિકાસ સેવા કાર્યક્રમ' ના ભાગરૂપે વર્ષ 1975 માં ભારત સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્ર સેવાની શરૂઆત કરવામાં આવી હતી. આ સેવા શરુ કરવા સામે એક લક્ષ્યાંક રહેલો છે, તે છે બાળકોમાં જોવા મળતા કુપોષણ સામે લડવું.. જામનગર જિલ્લાના આંગણવાડી કેન્દ્રો દ્વારા અનેક સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. 

ધ્રોલ તાલુકાના લતીપર સેજાના ખારવા ગામમાં 4 વર્ષીય બાળકી રુહી પરમાર રહે છે. પ્રિ સ્કૂલ એજ્યુકેશન ઈન્સ્ટ્રકટર શ્રી કિરણબા જાડેજા અને આંગણવાડી કાર્યકર શ્રી ભાવનાબેન દ્વારા બાળકીના ઘરે તેમના વાલીની મુલાકાત લેવામાં આવી હતી. રુહીના વાલીને આંગણવાડી કેન્દ્રમાં ચાલતા બાળ વિકાસલક્ષી શિક્ષણ વિષે સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી, અને તેમને રૂહીને નિયમિતપણે અભ્યાસ અર્થે મોકલવા માટે સમજાવ્યા હતા. 

રુહીને 'મમતા દિવસ'ના રોજ આંગણવાડી કેન્દ્ર માણેકપર કોડ નં. 20 માં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. રાષ્ટ્રિય બાળ સુરક્ષા કાર્યક્રમની ડોક્ટર્સની મેડિકલ ટીમ દ્વારા તેણીનું ચેકઅપ કરીને રીફર કરાવવામાં આવી હતી. અને સુરતની મહાવીર હોસ્પિટલમાં 'માં અમૃતમ કાર્ડ યોજના' હેઠળ હૃદયનું ઓપરેશન કરાવ્યા બાદ તેણી સંપૂર્ણ સ્વસ્થ થઇ છે. 

હવે રુહીના માતા પિતા તેણીને દરરોજ આંગણવાડી પર અભ્યાસ માટે મોકલે છે. તેણી આંગણવાડીના અન્ય બાળકો સાથે નવી- નવી પ્રવૃતિઓમાં ઉત્સાહભેર ભાગ લે છે. આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. શાખા અને આંગણવાડી વિભાગના કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી રૂહીના જીવનમાં નવો દોરીસંચાર જોવા મળ્યો છે.



રોજગાર કચેરી જામનગર દ્વારા આઈ.સી.આઈ.સી.આઈ બેંક ખાતે જોબફેર યોજાયો ભરતીમેળામાં હાજર રહેલા ૨૫૦ ઉમેદવારો માંથી ૬૦ ઉમેદવારોની પસંદગી કરાઇ

જામનગર તા.૪ માર્ચ, રોજગાર કચેરી જામનગર દ્વારા તા.૪ માર્ચના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.સી.આઈ.સી.આઈ બેંક, જામનગર ખાતે સિનીયર ઓફીસર, સેલ્સ ઓફિસરની ૬૦ જગ્યા માટે ખાસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામા ૨૫૦ થી વધારે ઉમેદવારો હાજર રહ્યા હતા અને ૧૦ થી વધારે ICICI બેંકની ઈન્ટરવ્યું પેનલ દ્વારા વિવિધ ૬૦ જગ્યા પર ઉમેદવારોના ઈન્ટરવ્યું લઈને પસંદગી કરવામાં આવેલ હતી. ઈન્ટરવ્યુ માટેની વ્યવસ્થા માટે ઉમેદવારોને ટોકન આપવામાં આવેલ હતા.         

આ ભરતીમેળામાં રોજગાર કચેરીના મદદનીશ નિયામક શ્રી સરોજબેન સોડપા, રોજગાર અધિકારીશ્રી ભારતીબેન ગોજીયા, પ્લેસમેન્ટ ઓફિસર વિરેન્દ્રસિંહ વાઢેર, ICICI બેંક જામનગરના બ્રાન્ચ મેનેજરશ્રી નારાયણ બાલા, ચેતનભાઈ ખખ્ખર, અંજલિ શુક્લા તથા અપૂર્વ રાવલ હાજર રહ્યા હતા

રોજગાર કચેરી દ્વારા અનુબંધ પોર્ટલ (https://anubandham.gujarat.gov.in ) ના માધ્યમથી જોબફેર યોજવામાં આવે છે. જેથી દરેક રોજગાર વાચ્છુ ઉમેદવારોએ “ અનુબંધમ” પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા મદદનીશ નિયામક (રોજગાર) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 



મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...