Tuesday, July 11, 2023

ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન નરેશભાઈ પટેલના 58 માં જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


સામાજિક,રાજકીય અને સમાજના આગેવાનો હાજર રહી રક્તદાન કર્યું 


જામનગર જિલ્લા ખોડલધામ સમિતિ તેમજ વિદ્યાર્થી સમિતિ મહિલા સમિતિ દ્વારા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના 58 માં જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો સહિત સામાજિક લોકો મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કર્યું હતું.

તેમજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના 58 માં જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવે છે જ્યારે દર વર્ષની જેમ આ વખતે પણ જે વાક્ય કાર્યનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે 58 ના જન્મદિવસ નિમિત્તે જામનગર સહિત રાજ્યમાં 58 થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.


તેમજ નરેશભાઈ પટેલના જન્મદિવસના નીચે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ સ્થળો પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ જ જરૂરિયાત મંદ દર્દીઓને રક્ત સમયસર રક્ત મળી રહે તે ઉમદા હેતુથી ભેગા બ્લડ ડોનેશન એમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સર્વો રોગ નિદાન કેમ રક્તદાન કેમ કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે જેમાં હજારો ની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાત મંદ દર્દીઓને રક્ત આપે છે ત્યારે નરેશભાઈ પટેલના જન્મદિવસના માધ્યમથી લોકોને સમયસર રક્ત મળી રહે તે હેતુથી ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું તેમાં સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના 58 માં જન્મદિવસ નિમિત્તે જામનગરમાં 14 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો તેમ જ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો યુવા વર્ગ અને મહિલાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું


જ્યારે જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં અને શહેરમાં 6 જગ્યાએ અને ગ્રામ્ય વિસ્તારમાં 8 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જ્યારે આ બ્લડ ડોનેશન કેમ સવારે 9:00 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું અને સાંજે 5:00 વાગ્યા સુધી બ્લડ કે ચાલુ રહેશે.



જ્યારે આજરોજ આ બ્લડ ડોનેશન કેમ્પમાં શ્રી ખોડલધામ કાગવડ જામનગર જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનરો તેમજ અલગ-અલગ સંસ્થાના આગેવાનો અને અન્ય જ્ઞાતિના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા હતા અને ડ્રીપ પ્રાગટ્ય કરી મેગા બ્લડ ડોનેશન કેમ ખુલ્લો મુક્યો હતો અને સમાજના આગેવાનો સામાજિક આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો સહિત રાજકીય લોકોએ રક્તદાન કર્યું હતું અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન નરેશભાઈ પટેલના 58 માં જન્મદિવસ નિમિત્તે રક્તદાન આપી શુભેચ્છા પાઠવી 

ઓખા GMB નો બોટ સંચાલકો માટે નિયમ મન માની તો!


બોટ સંચાલક ગમે તે નિયમભંગ કે ગુન્હો કરે સજા-દંડ કાયમ માટે મામુલી,હળવા અને એક સમાન!આજે ફરી બેટ-દ્રારકા ફેરી બોટ સવિઁસની 4 બોટ સસ્પેન્ડ કરી ને ફરજ બજાવી.યાત્રાધામ બેટ-દ્રારકાનું ધામિઁક,ઐતિહાસિક અને પયૅટન સ્થળ તરીકે ખુબ જ મહત્વનું અને મોટું નામ છે.

અહિં દરરોજ હજારો યાત્રિકો આવે છે. બેટ-દ્રારકા જવા માટે GMB સંચાલિત ફેરી બોટ સવિઁસ કાયૅરત છે.પોણા બસો જેટલી નાની મોટી બોટોમાં યાત્રિકોની આવ જાવ કરાય છે.

જયારે મોરબી પુલની ઘટના બની ત્યારે ગુજરાતનાં અન્ય બ્રીજ પુલ અને જોખમી મુસાફરી કે પરિવહનનાં સ્થળોએ સરકારી તંત્ર એલટૅ મોડમાં આવ્યું હતું.

બેટ-ઓખા જેટીએ કલેકટર,ડે.કલેકટર,એસ.પી.મામલતદાર વગેરે સરકારી અધિકારીઓ એ બોટનાં સંચાલનનાં જોખમી પરિબળોની ચોકસાઈ કરીને સુચારુ સુરક્ષિત અને નિયમ મુજબ ફેરી બોટ ચાલે તે માટે GMB ને મૌખિક અને લેખિત સુચનાઓ આપી હતી.

અંડર કેપેસીટી અને લાઈફ જેકેટ ફરજીયાત કરાવ્યા હતા.આ ઉપરાંત ટીકીટબારી બનાવવાનું કીધુ હતુ.ટીકીટબારી તો બની ગઈ અને બસ...થોડો સમય કે મહિના વિત્યા એટલે ફરી બોટ સંચાલકો દ્રારા નિયમોનાં લીરા ઉડવા લાગ્યા.

મુસાફરો સાથે ગેરવતૅન,પ્રાઈવેટ બોટ બાંધવી હોય તો મરજી મુજબ ભાડું,લાઈફ જેકેટ ની અમલવારી તો થતી જ નથી.તેમ છતા છેલ્લા બે ત્રણ માસમાં માત્ર બે ડઝનથી વધુ જેટલી બોટ સસ્પેન્ડ થઈ !

બોટ સંચાલક કોઈ પણ નિયમભંગ કરે સજા-દંડ મામુલી અને એક સમાન !નિયમભંગ થાય તો બોટ એક સપ્તાહ માટે સસ્પેન્ડ અને રુ.500 નો દંડ.

વારંવાર બોટ સંચાલક નિયમભંગ કરે કે એક બે વખત કરે તો પણ દંડ સજા એક સરખા જ.એમાય વળી તહેવાર, વેકેશન કે વધુ ટ્રાફીક હોય ત્યારે એક પણ બોટ ને સજા નહી !

જયારે ઓફસિઝન હોય અને બોટો એમ ને એમ લાંગરેલી પડી હોય ત્યારે અગાઉ ફરિયાદ થયેલ બોટ સંચાલક ને દંડ સજાની નોટીસ મલે !

એટલે બોટ સંચાલક ને નિયમભંગ કરવાનો,લાઈફ જેકેટ ન રાખવાનો કે પેસેન્જરો સાથે ગેરવતૅન કરવાનો કોઈ ભય રહ્યો જ નથી !

બીજુ કે ઓખા અને બેટ બન્ને જેટીએ GMBનાં કમૅચારીઓ,ગાડૅ અને કયારેક પોલીસની હાજરી હોવા છતા વધુ મુસાફરો,લાઈફ જેકેટ વગર મુસાફરી કેમ થાય જ ?

વળી, બોટ સંચાલકોની આવી હરકતોથી યાત્રિકોનાં જીવ જોખમમાં  મુકાય છે તે અંગેનાં સચિત્ર અહેવાલો મિડીયામાં આવે જ છે છતા પણ તંત્રનાં પેટનું પાણી હલતું નથી.

આ પ્રકારની બેદરકારી કોના આશિવૉદથી થાય છે તે તો દ્રારકાધીશ જાણે

પરન્તુ દાળમાં જરુર કંઈક કાળુ છે તે દેખાઈ આવે છે.

GMB-ઓખાનું તંત્ર બોટ સંચાલકો ઉપર આફરીન અને ઓળઘોળ છે તે તો છેલ્લા ઘણા સમયથી યાત્રિકો પણ જોઈ રહ્યા છે.

રિપોર્ટ. અનિલ લાલ

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...