જામનગરમાં સરકારી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ યોજયો
79 વિધાર્થીઓને મોમેન્ટો અર્પણ કરાયા
જામનગર સ્થિત સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના શૈક્ષણિક વર્ષ 2018-2023 બેચના સ્નાતક વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ ગત તા.28 ઓગસ્ટના રોજ એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજના ઓડીટોરિયમ ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડીનશ્રી ડૉ.નયના પટેલના પ્રેરણાદાયી સંદેશ સાથે કરાઈ હતી. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ.ગિરિશ ભીમાણી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્ર્મમાંં, ઉપસ્થિત વિદ્યાર્થીઓએ તેમના અનુભવો અને યાદોના સંસ્મરણો વ્યક્ત કર્યા હતા. પદવીદાન કાર્યક્રમમાં મુખ્ય મહેમાનશ્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા 79 જેટલા વિદ્યાર્થીઓને મોમેન્ટો તથા ખેસ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સમાપન શ્રી ડૉ. વિશા તમાકુવાલાએ કર્યું હતું.
ઉક્ત સમારોહમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કન્ટ્રોલર ઓફ એકઝામીનેશન શ્રી નિલેશ સોની, એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી ડૉ. નંદિની દેસાઈ, વાલીઓ, સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
No comments:
Post a Comment