Saturday, September 9, 2023

શિવરાજપુર બીચ પર સહેલાણીઓ નો ધોડાપુર રજાનાં દીવસોમાં સહેલાણીઓ મોટીસંખ્યામાં ઉમટ્યા..



ઓછા ખર્ચે વધુ આનંદ એટલે  શિવરાજપુર બીચનો પ્રવાસ



જન્માષ્ટમી પર્વ પર હાલ મીની વેકેશનમાં હાલ શિવરાજપુર બીચ ખાતે યાત્રિકોની ભીડ ઉમટી રહી છે  થોડા જ સમયમાં ગુજરાત નહીં ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વ ફલક પર પોતાની એક આગવી ઓળખ ઉભી કરનાર શિવરાજપુર બીચ બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મેળવ્યા બાદ હાલ ખૂબ પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ ટુરિસ્ટ પ્લેસ બની ગયો છે 



બ્લુ પાણી અને સ્વચ્છતાની વાત ન પૂછો ખૂબ શાંત અને છીછરું પાણી પ્રવાસીઓને શિવરાજપુર બીચ ખાતે ફરવા માટે ઓછા ખર્ચે શ્રેષ્ઠ સ્થળ સાબિત થઈ રહ્યું છે. દ્વારકાથી 15 કિમી અંતરે આવેલ આ નયનરમ્ય બીચ વિકાસની નવી કેળીઓ સર કરી રહ્યો છે. અને અહીં ખાસ ઉનાળુ વેકેશન માં દૂર દૂર થી પ્રવાસીઓ રજાઓ ની મજા માણવા આવે છે.



ઉનાળુ વેકેશન શરૂ થતા જ લોકો પોતાના બાળકો અને વડીલો સાથે હરવા ફરવાની મજા મળવા નીકળતા હોય છે. હાલ ઉનાળો પણ તપી રહ્યો છે ત્યારે સૌથી વધુ લોકો દરિયાકિનારે જવાનું પસંદ કરે છે. સૌરાષ્ટ્રના છેવાડે અને યાત્રાધામ દ્વારકાથી ખૂબ જ નજીક આવેલા શિવરાજપુર બીચમાં સરકાર દ્વારા ટુરીઝમ ક્ષેત્રે અનેકવિધ રાઈડ શો અને પ્રવાસીઓને આકર્ષણ માટે બીચને વિકસાવવામાં આવ્યો છે. કુદરતી નયન રમ્ય વાતાવરણ વચ્ચે સમગ્ર ગુજરાત ભરમાંથી લોકો હાલ દ્વારકા ના દેવડે દર્શન કરી શિવરાજપુર બીચમાં વેકેશન ગાળવા આવી રહ્યા છે.



વડીલોને દ્વારકા નાગેશ્વરના દર્શનની સાથે બાળકોને દરિયા કિનારે શિવરાજપુર બીચમાં કુદરતી વાતાવરણ વચ્ચે વિવિધ રાઈડસોની મજા માણવા મળે છે. બીજી તરફ દરિયાઈ જીવ સૃષ્ટિ નિહાળવા પ્રાકૃતિક અને કુદરતી સૌંદર્યને નિહાળવાનો અદભુત અવસર પણ અહીં મળી રહે છે. જેથી લોકો પણ દ્વારકા ના શિવરાજપુર બીજે આવી અભિભૂત થઈ રહ્યા છે.

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...