Saturday, October 14, 2023

જામનગર જિલ્લા માં યોગ કોચ ની એક્ઝામ યોજવામાં આવી.

તારીખ14,10,2023 શનિવાર  ભારતીય જનતા પાર્ટી ના શહેર પ્રમુખ વિમલ ભાઈ કગથરા ના અધ્યક્ષ સ્થાને તથા મુખ્ય અતિથિ વિશેષ રાધેશ્યામ યાદવ મુખ્ય મહેમાન ટ્રસ્ટી ઓશવાળ એજ્યુકેશન  રમણીક ભાઈ શાહ ટ્રસ્ટી ચંદુભાઈ  ટ્રસ્ટી ભરતેશ ભાઈ  લાયન્સ ક્લબ સેક્રેટરી પંકજભાઈ ઠાકર ટ્રસ્ટી ધીરુભાઈ શાહ બંસરી ભટ્ટ  જીપાલ  પટેલ સી ઈ ઓ ના હસ્તે દીપ પ્રાગટય કરી પરીક્ષા ને ખુલ્લી મૂકવામાં આવેલ 







ડૉ વિમલ ભાઈ દ્વારા અને  ભરતેશભાઈ  દ્વારા પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપેલ સવારે 8:00 વાગે હરિયા સ્કૂલની અંદર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગરના યોગકોચની પ્રેક્ટીકલ થીયરીકલ અને વાઇવા ની એક્ઝામ લેવામાં આવેલ હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યશસ્વી ઉર્જાવાન ચેરમેન  યોગ સેવક શિશપાલજી રાજપુતની આગેવાની હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટકોડીનેટર રાધેશ્યામ યાદવ ગાંધીનગર ખાતે અને સૌરાષ્ટ્ર ઝોન કોડીનેટર પ્રીતિબેન શુક્લ દ્વારા આયોજન કરવામાં આવેલ હતો જામનગર ની અંદર ત્રણેય જિલ્લાના થઈ ને 27 કોચ હાજર રહ્યા હતા સાથે સિનિયર યોગ કોચ પોરબંદરથી ખીમભાઈ મારુ કાલાવડ થી કાંતિભાઈ જામજોધપુર થી જલ્પાબેન દ્વારિકા થી જિલ્લા કોર્ડીનેટર ધનાભાજડિયા તથા જામનગર જિલ્લા કોઓર્ડીનેટર હર્ષિતાબેન નેતા તેજલ બેન ભરતભાઈ ધ્રોલ થી હાજરી આપી પરીક્ષામાં સંહયોગી થયા હતા



















આભાર વિધિ  ધનાભા જડિયા એ કરેલ  સૌરાષ્ટ્ર ઝોન કો ઓર્ડીનેટર પ્રીતિબેન શુક્લ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

Sunday, October 1, 2023

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સિદસર હેલિપેડ ખાતે ઉષ્માભેર સ્વાગત કરતા મહાનુભાવો



રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ઉમિયાધામ ખાતે આયોજિત બિલ્વપત્ર ત્રિદિવસય મહોત્સવમાં સામાજિક સંમેલન ખાતે ઉપસ્થિત થનાર છે ત્યારે સિદસર હેલિપેડ ખાતે મુખ્યમંત્રીનું મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. 




મુખ્યમંત્રીના સ્વાગતમાં જામનગર જિલ્લા કલેક્ટર બી.એ. શાહ, જિલ્લા પોલીસ વડા  પ્રેમસુખ ડેલુ તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.










 કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલાએ સિદસર ગામે મહાશ્રમદાન દ્વારા "પૂજ્ય બાપુને સ્વચ્છાંજલી" કાર્યક્રમમાં ગ્રામજનો સાથે મળી સફાઇ અભિયાનનો પ્રારંભ કર્યો



મહાશ્રમદાન કાર્યક્રમ હેઠળ "એક તારીખ એક કલાક" સૂત્ર સાથે  દેશભરના ગામડાઓમાં સફાઇ કરવામાં આવશે




આપણી આજુબાજુ સ્વચ્છતા રાખવી આપણા સૌની ફરજ છે: કેન્દ્રીય મંત્રી






મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી  પરષોત્તમ રૂપાલાએ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ગામેથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી અંતર્ગત એક તારીખ એક સૂત્ર હેઠળ પૂજ્ય બાપુને સ્વચ્છાંજલીના મહાશ્રમદાનના કાર્યક્રમમાં જોડાયા હતા.જેમાં કેન્દ્રીયમંત્રી ગામના લોકો સાથે મળીને ઉમિયાધામ મંદિર પરિસર તથા ગ્રામપંચાયતની આજુબાજુ સફાઇ કરી કચરો એકત્રિત કર્યો હતો.અને સમગ્ર દેશવાસીઓને આ મહાશ્રમદાનના અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. 



આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી એ જણાવ્યું હતું કે, આપણાં રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીજીએ સફાઇ પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવા અનેક પ્રયાસો કર્યા હતા.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ગાંધીજીની જન્મજયંતી નિમિતે તેઓને ખરા અર્થમાં શ્રદ્ધાંજલી આપવા માટે તા.1 ઓકટોબરના રોજથી સમગ્ર દેશમાં એક તારીખ, એક કલાક મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક ગામડાઓમાં સવારના 10 થી 11 એક કલાક સુધી સફાઇ અભિયાન હાથ ધરાયું છે.આજે જામનગર જિલ્લાના સિદસર ગામે લોકો સાથે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને હું પણ મહાશ્રમદાનમાં સહભાગી થયો છું. મંત્રી એ શેરી વળાવી સજ્જ કરું...ગીત ગાઈને લોકોને સ્વચ્છતા અંગે સંદેશો આપ્યો હતો.મંત્રી એ જણાવ્યું હતું કે આપણા દેશમાં 11 કરોડ ટોઇલેટ બનાવવામાં આવ્યા છે. ગાંધીજીના સફાઇ પ્રત્યેના વિચારોને અનુસરીને સફાઇ અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે. તેમજ લોકોને પણ નિયમિત રીતે પોતાનું ઘર, શેરી, ગામ સ્વચ્છ રાખવા અપીલ કરી હતી. 



આ અભિયાનમાં મંત્રી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન રબારી, જિલ્લા કલેકટર બી.એ.શાહ, અગ્રણીઓ ડો.વિમલભાઈ કગથરા, રમેશભાઈ મૂંગરા, ઉમિયામંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ અને પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ, મહામંત્રી, પ્રાંત અધિકારી ગોવાણી, તાલુકા વિકાસ અધિકારી ભૂમિકાબેન, ગામના સરપંચ ઉષાબેન,અગ્રણીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી મહાશ્રમદાનમાં સહભાગી થયા હતા. 






ધ્રોલ તાલુકાના લતીપર ગામે "એક તારીખ, એક કલાક" સૂત્ર સાથે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો







દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરી સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી થવા મંત્રીનું આહવાન








જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, પ્રવાસન સ્થળો, ગૌ-શાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું








ધ્રોલ તાલુકાના લતીપર ગામે માધ્યમિક શાળા પાસે"એક તારીખ, એક કલાક" સૂત્ર સાથે કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કૃષિમંત્રીશ્રીએ સ્થળની સાફ સફાઈ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.

 








મંત્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને સ્વચ્છતા થકી જન આંદોલન તરીકે યોજવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પહેલી ઓક્ટોબર 2023 ના દિવસે દેશના તમામ વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ "એક તારીખ એક કલાક" સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ છે.






'Garbage free India'ની થીમ સાથે ગામો કચરા મુક્ત બને તે માટે એક તારીખ, એક કલાક અન્વયે મહાશ્રમદાન કરી સમગ્ર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, પ્રવાસન સ્થળો, ગૌ-શાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો તેમજ ગામના જાહેર સ્થળો કે જ્યાં કચરો નાખવામાં આવતો હોય તેવી જગ્યાઓને સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધવામાં આવેલ છે.



મહાશ્રમદાન થકી સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટને પ્રોત્સાહન મળે તે પ્રકારનો મુખ્ય અભિગમ રહેલ છે.ત્યારે આ અભિયાનમા સ્વૈચ્છિક રીતે જોડાઈ શ્રમદાન કરી આપણું ગામ, તાલુકો અને જિલ્લો તેમજ આપણા દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરી સંપૂર્ણ સ્વસ્થ અને સ્વચ્છ બનાવવા મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.





આ મહાશ્રમદાન કાર્યક્રમમાં મંત્રીશ્રી સાથે ધારાસભ્ય  મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરી, ધ્રોલ પ્રાંત અધિકારી સાકરીયા તેમજ બહોળી સંખ્યામાં લતીપરના ગ્રામજનો વગેરે જોડાયા હતા.



મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...