Jamnagar's largest broadcaster of Evening Gujarati News. Get the daily latest news in Gujarati. Find all Gujarati Samachar you need.
Tuesday, November 28, 2023
Sunday, November 26, 2023
જામનગર જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂત મિત્રો માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરાઈ
સમગ્ર રાજ્યમાં હાલમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને કમોસમી વરસાદ વરસવાને પગલે ખેડૂતો માટે જરૂરી પગલાં જાહેર કરવામાં આવ્યા છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં અત્રે જણાવ્યા મુજબ જામનગર જિલ્લાના તમામ ખેડુતોને સંદેશો આપવામાં આવે છે.
(1) કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા તો તેને પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવીને વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જોઈએ.
(2) જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો જોઈએ.
(3) ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહિ તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.
(4) એ.પી.એમ.સી.માં વેપારીઓ અને ખેડુત મિત્રોએ કાળજી રાખીને પગલા લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા.
(5) એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા તેને સુરક્ષિત રાખવા.
આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના સંબંધિત વિસ્તારના ગ્રામસેવક વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), તમારા નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા તો કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર- ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક સાધી શકાશે.
જામનગર જિલ્લાના તમામ ખેડુત મિત્રોને અત્રે જણાવેલા મુદ્દાઓની ખાસ નોંધ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
Tuesday, November 7, 2023
જામનગરના ગુલાબની સુગંધ પહોંચી છે 11,000 કિમી દૂર આવેલા કેનેડા સુઘી ધ્રોલ તાલુકાના કાનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત બલદેવ ખાત્રાણી દેશી ગુલાબમાંથી ગુલકંદ બનાવે છે
સરકારી કાર્યક્રમોમાં પ્રાકૃતિક કૃષિના સ્ટોલમાં મારી પ્રોડક્ટ્સનું વેચાણ થાય છે, જેનાથી મને ઘણો ફાયદો થયો છે.'' : પ્રગતિશીલ ખેડૂત શ્રી બળદેવભાઈ ખાત્રાણી
ગુલાબ એ ફૂલોનો રાજા કહેવાય છે. ગુલાબની 300થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. ગુલાબમાં સફેદ, પીળા, ગુલાબી અને લાલ રંગોમાં જોવા મળે છે. ગુલાબની ખેતી મોટાભાગે એશિયા ખંડમાં કરવામાં આવે છે. ગુલાબનો ઉપયોગ જેવેલરી મેકિંગ, દવા, લેપ, કોસ્મેટિક્સ, પરફ્યુમ, રોઝ સીરપ, આઈસ્ક્રીમ, એસેન્સ, અગરબત્તી, ગુલકંદ અને મીઠાઈ બનાવવામાં થાય છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના કાનપુર ગામના ખેડૂત બળદેવભાઈ ભાણજીભાઈ ખાત્રાણી માતૃકૃપા ઓર્ગેનિક ફાર્મનું સંચાલન કરે છે. બળદેવભાઈ ગાય આધારિત ખેતી કરે છે, અને અત્યારે તેમના ખેતરમાં તેમણે મગફળી, ઘઉં, કપાસ, પાલક, બીટ, હળદર, બ્રામ્હી, જવેરા અને ગુલાબનું વાવેતર કર્યું છે. બળદેવભાઈ ગુલકંદ કેવી રીતે બનાવે છે?
બળદેવભાઈએ જણાવે છે કે, હું 5 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. અત્યારે 10 એકરમાં ગુલાબનું વાવેતર કર્યું છે. ગાયના ગૌમૂત્રમાંથી હું જીવામૃત ઘરે જ બનાવી શકું છું. જેમાં કોઈ ખર્ચો થતો નથી. ખેતરમાં નેચરલ ફોર્મમાં બનેલું ગૌમૂત્રનો જંતુનાશક દવા તરીકે છંટકાવ કરવાથી કોઈ જીવાત રહેતી નથી, અને તેનાથી મારો ખર્ચો પણ ઘણો બચી ગયો છે. દરરોજ સવારે ગુલાબ ઉતારી લીધા પછી એને હું સુકવી દઉં છું. તેમાંથી તૈયાર થયેલી સૂકી ગુલાબની પાંદડીનું હોલસેલમાં વેચાણ કરું છું.
તેઓ આગળ જણાવે છે કે, ગુલકંદ બનાવવા માટે લીલી ગુલાબની પાંદડી, સાકર, મધ, એલચી, વરિયાળી અને જાવંત્રી- આ તમામ પદાર્થો સરખા ભાગમાં મિક્સ કરવામાં આવે છે. તડકા-છાંયામાં મૂકીને મધમાંથી ચાસણી તૈયાર કરાય છે. આ પ્રક્રિયામાં હાનિકારક ખાંડનો ઉપયોગ ના થતો હોવાથી આ હોમમેડ ગુલકંદ ખાધા પછી શરદી, કફ કે ખાંસી થતા નથી. આ ગુલકંદ તૈયાર થઈ ગયા પછી તેઓ 500 રૂ પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાણ કરે છે. તેમના બનાવેલા ગુલકંદની માંગ અત્યારે ગુજરાત પૂરતી જ નહિ, પરંતુ કેનેડા-ઈગ્લેન્ડ સુધી જોવા મળે છે. બળદેવભાઈ પાસેથી કેનેડાના ગ્રાહકો ગુલકંદ હોલસેલમાં મંગાવે છે. તેમની પ્રોડક્ટ્સ જામનગર જિલ્લાના સીમાડા વટાવીને પશ્ચિમના દેશો સુધી પહોંચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, બળદેવભાઈ ગુલાબની ખેતી કરવાની સાથે-સાથે મિશ્ર પાકમાં મગફળી વાવે છે. મગફળીની સીઝનમાં તેઓ સીંગતેલનું વેચાણ કરે છે. જેમાંથી તેમને એક ડબ્બાનું વેચાણ કર્યા પછી 4200 રૂ ની આવક મળે છે. તેમજ રવિ પાકની સીઝનમાં તેઓ બીટ, પાલક અને જવેરાનું વાવેતર કરે છે, અને બીટના સૂકા ખમણનું વેચાણ કરે છે. તેમણે ગુલાબની પાંદડીને સુકવવા માટે પોલી સોલાર ડ્રાયર લીધું છે, જે 1 લાખ રૂ ની કિંમત સુધીનું હોય છે. આ મશીન ખરીદવા માટે તેમને બાગાયત વિભાગ તરફથી સહાય મળી છે. સવારે મશીનમાં તેઓ પાંદડી સુકવી લે છે, અને બપોર સુધીમાં તે તૈયાર થઈ જાય છે. જામનગર જિલ્લામાં આયોજિત થતા વિવિધ કૃષિમેળા કે મીલેટ્સ મેળામાં તેઓ ગુલકંદનું વેચાણ કરે છે, અને તેમને એમાંથી સારી કમાણી મળી રહે છે.
આ ઉપરાંત, બળદેવભાઈ પાસેથી મલ્ટી નેશનલ કોસ્મેટિક્સ કંપનીઓ ગુલાબની સૂકી પાંદડી મંગાવે છે. જેનો ઉપયોગ લિપસ્ટીક્સ બનાવવા માટે થાય છે. તેઓ આજુ-બાજુના ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેના આયોજિત થતા સેમિનારમાં માર્ગદર્શન આપે છે, અને એમાંથી પ્રેરણા લઈને બીજા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવું તરફ વળ્યાં છે. તેમનો સમગ્ર પરિવાર આ કાર્યમાં તેમને બધી જ રીતે સાથ-સહકાર પૂરો પાડે છે. બળદેવભાઈ માત્ર એક સામાન્ય ખેતી કરતા ખેડૂત જ નહિ પરંતુ અન્ય ખેડૂતો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે.
મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...
-
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ ખાતે આગમન મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું વડાપ્રધાન...
-
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જામનગર જામનગર ખાતે હિરેન ટ્રેડર્સ પેઢીમાં રૂ. ૨.૫ લાખની કિંમતનો ૫૫૦ લીટરથી વધુ ભેળશેળયુક્ત ઘીનો જથ્થો જપ...
-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જામનગરવાસીઓનો ઉમળકાભેર આવકાર;રોડ શોમાં હજારોની જનમેદની ઉમટી દિગ્જામ સર્કલથી ઓસવાળ સેન્ટર સુધીના માર્ગ પર ઠ...