Tuesday, November 28, 2023

જામનગર કલેક્ટર તાબામાં ભ્રષ્ટાચાર થયો??હા અરજી કે'છે
કોણે કરી??કોની કોની સામે??શુ વિષય છે??બિલ્ડર કોણ છે??જાણો સનસનીખેજ આરોપ
 









કોઇ હિન્દી ફિલ્મ મા સંવાદ આવે છે કે ....યહ ઉસ શખ્સીયત હૈ જો તારૂફ કે મોહતાજ નહી......કોક એવો ય ડાયલોગ છે કે ....ઔર યહ વો હૈ જીસકી તારીફ સારી દુનિયા કરતી હૈ...." એ મુજબ જ સનદી ભ્રષ્ટ અધીકારીઓના કારનામાઓના પર્દાફાશ કરનાર એક ખેડૂત એવા કિશોર નથવાણી......બસ નામજ ઘણુ છે તેમનુ નામ પડતા સચીવાલયમા અમુક તો આઘુ પાછુ કરવા માંડે છે યાત્રાધામ બોર્ડના ભ્રષ્ટાચાર.....લાંગા કલેક્ટરના ભ્રષ્ટાચાર જે હવે છાપરે ચડ્યા તેના મુળમાં શ્રી નથવાણીની પુરાવા સાથેની અરજી જ નહી અરજીઓ છે હાલ પણ પાંચ ઉચ્ચ અધીકારીઓ સામે તપાસ ચાલુ છે તે પણ કિશોર નથવાણીએ ફેકેલા પાસાઓની કરામત છે અને હા તેઓ ચવાય ગયેલી બાબતોમા પડતા નથી અગાવના અમુક કલેક્ટરો પણ જાણે છે શ્રી નથવાણી હાથમા લે તેમાં રીઝલ્ટ ન આવે ત્યા સુધી તેઓ ઝંપતા નથી તેમની આ ખુલ્લા અફાટ સમુદ્ર જેવી પ્રવૃતિઓ અને અમુકને તેથી થયેલી સજા પગલા વગેરે ધ્યાને લઇ તંત્ર એ તેમને કાયમી રક્ષણની પણ વ્યવસ્થા કરી છે

ત્યારે સાવ તાજી વાત એ છે જામનગર કલેક્ટર કચેરીના પ્રાંત અધીકારી ડોબરીયા એ શું કર્યુ હતુ બિલ્ડર જમન ફળદુ એ શું કર્યુ?? સંપતલાલના પુત્રોએ શું કર્યુ??જીઆઇડીસી જમીનોમાં શું કુંડાળા ચિતરાયા? તેમાં વળી અદાલતોથી હકીકતો છુપાવનાર બિલ્ડર સામે સખત પગલા ને ફોજદારીના આદેશ કોના માટે આપવામાં આવ્યા??

આવો કિશોર નથવાણીની અરજી અક્ષરસ: વાંચીએ.....

જામનગરનાકલેકટરશ્રી તેમજ અધિક કલેકટરશ્રી મારી આપ સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત છે કે જામનગર જીલ્લામાં આપ બંને આવ્યા ત્યારબાદ લગભગ એક પણ પ્રકારના જમીન કૌભાંડો અને ખોટા હકમો કરવામાં આવેલ નથી તેવું અમે પોતે જાણીએ છીએ અને આપ બંને અધિકારીઓની છાપ ખૂબ સારા પ્રમાણિત અધિકારી તરીકે છે તેવું અમે પોતે પણ સાચા અર્થમાં જાણી શકીએ તેમ છીએ અને ખોટા જમીન ધંધાર્થીઓ કલેકટર કચેરીમાં ધામા નાખતા બંધ થયા ગયા છે જેના અમે પોતે સાક્ષી છીએ. કારણકે હું અવારનવાર જ્યારે કલેકટર કચેરીએ આવવાનું થતું હોય છે. ત્યારે ખૂબ સરળતા અને શાંતિપૂર્વક પ્રશાસન તંત્ર અને કલેકટર કચેરીનો સ્ટાફ સરળતાથી કામ કરી રહ્યો છે અને સરળતાપૂર્વક તેઓને એક પણ પ્રકારનું ભારણ જોવા મળતું નથી. સરકારની સિસ્ટમ અને કલેકટરશ્રી, અધિક કલેકટરીની સૂચના મુજબ ખુબ સરળતાપૂર્વક પ્રશાસન તંત્ર દ્વારા ખૂબ સારી એવી કામગીરી અને કાર્યવાહી થઈ રહી છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

મારી આપ સાહેબને વિનંતી છે કે જામનગર જીલ્લાના ધોલ પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી ડોબરીયા જેઓએ જામનગર પ્રાંત અધિકારી જામનગર શહેરમાં પોતે ૧૫ દિવસનો ચાર્જ મેળવીને આર આર ટી/અપીલ નંબર ૨/૨૦૨૨ જે મામલતદાર એ સાચા અર્થમાં હુકમ કરેલ હોવા છતાં મામલતદારનો હુકમને ગેરલાયક ફેરવીને પ્રાંત અધિકારીએ મનીષ સંપતલાલ રહે. જામનગર, દિપેશ સંપતલાલ રહે. જામનગરનાઓ તરફી હુકમ કરીને ભ્રષ્ટાચાર આચરેલ છે તે હુકમ ઉપરથી જણાય આવે છે કારણકે આવી રીતે ખોટો હુકમ કરવો તે કાયદાકીય ગુનો બને છે. તે ગુનો આપના તાબા હેઠળ ફરજ બજાવતા પ્રાંત અધિકારીશ્રી ડોબરીયાએ ખોટો હુકમ કરીને પોતાની સત્તાનો દુરુપયોગ કરવામાં આવેલ છે. જે બાબતે અમોને તમામ પ્રકરણની જાણ થયેલ છે અને અમો આપના ધ્યાને મૂકીએ છીએ. જેથી સરકારની તિજોરીને નુકસાન થતું અટકાવવું ખૂબ જરૂરી છે નહિતર આવા માફિયાઓ દ્વારા દિન-પ્રતિદિન વધુને વધુ ભ્રષ્ટાચાર કૌભાંડ વધવામાં રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અમો દ્વારા નીચે મુજબ પ્રાંતશ્રી ડોબરીયા દ્વારા જે ખરાઈ નથી કરવામાં આવેલ તેનું ચેક લિસ્ટ અમે નીચે રજૂ કરીએ છીએ. જે ચેક લિસ્ટને ગંભીરતાપૂર્વક ધ્યાને લેવા વિનંતી છે. 

ચેક લિસ્ટની યાદી :-

(૧) પ્રાંત અધિકારીશ્રી ડોબરીયાએ એક પણ પ્રકારના નિયમોને નિયમ ચેક કર્યા વગર હુકમ કરવામાં આવેલ છે તેવું અમોને જણાઈ આવેલ છે.
(૨) જો ખરેખર ખેતીની જમીન ટ્રાન્સફર કરતો હોય તો તે પોતે લેનાર પોતે પણ ખેડૂત હોવું જરૂરી છે. પરંતુ પ્રાંત અધિકારીએ ચકાસણી કર્યા વગર આ હુકમ કરેલ છે જેની ખરાઈ કરવી અને તપાસ કરવી ખૂબ જરૂરી છે.
(૩) વીલ કરવાથી હિન્દુ વારસાઈ ધારાનો ભંગ ન થવો જોઈએ તે ખૂબ જરૂરી છે. પરંતુ પ્રાંત અધિકારીશ્રી ડોબરીયાએ વીલ કરનારના વારસદારોને લેખિતમાં તેમજ નોટિસ વામાં આવેલ નથી તીલના આધારે ગેરકાયદેસર રીતે ઠરાવ કરવામાં આવેલ છે અને ખોટો હુકમ કરવામાં આવેલ છે તે પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવેલ છે.
(૪) વીલ કરનાર વ્યક્તિના પત્ની, બાળકો, પુત્ર, પુત્રી હોય છે કે કેમ તેની પણ ચકાસણી કરવી જરૂરી છે પરંતુ પ્રાંત અધિકારીએ પોતાની મરજી મુજબ સત્તાનો દુર ઉપયોગ કરીને ખોટો હુકમ કરવામાં આવેલ છે.

ઉપરોક્ત તમામ વિગતોની ગંભીરતાથી ધ્યાને લઈ અને તપાસ અધિકારી દ્વારા તપાસ ચલાવી જરૂરી છે. જો આપના દ્વારા કાયદેસરકારીઓએ નહી કરવામાં આવે તો અમો દ્વારા ન છૂટકે ગુજરાત સરકારના મુખ્ય સચિવશ્રી તેમજ રેવન્યુ વિભાગના સચિવશ્રી રાજકુમારને અમો દ્વારા લેખિતમાં તમામ આધાર પુરાવા સાથે રજૂઆત કરવાની ફરજ પડશે જેની ગંભીરતા લેવા વિનંતી છે.

બીજી સનસની

અમારી બીજી રજૂઆત એવી છે કે લાખાબાવળની જમીન બિલ્ડરે અને તેના પુત્ર એ ખરીદી કરેલ છે. તે જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બિનખેતી કરવામાં આવેલ છે તે ગુનો બને છે.તેવો વિરોધમાં તાત્કાલિક રાહે ફોજદારી ગુનો આચરીને કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી છે. કારણકે આવા મોટા અને મોટા ગજાના પૈસાના જોડે ખોટા હુકમો કરાવી લાવનાર વિરૂદ્ધ તાત્કાલિક અને યોગ્ય તપાસ થવી જરૂરી છે નહીંતર અમો દ્વારા ઉચ્ચ કક્ષાએ અને ન્યાયિક પ્રક્રિયા કરવાની અમારે ફરજ પડશે અને જેના જવાબદાર આપ સાહેબ પોતે રહેશો.

મુળ મુદો...

જામનગરના કહેવાતા બિલ્ડર અને અનેક પ્રકારના કૌભાંડો, ભ્રષ્ટાચારોમાં પોતાનું નામ બહાર આવ્યું છે અનેક વખત પોતાની છબી ખરડાઈ છે તેમ છતાં જામનગર કલેકટર કચેરી દ્વારા જાણી જોઈને છાવરવામાં આવી રહ્યા છે. જમન ફળદુ અને તેના પુત્ર જસ્મીન ફળદુ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કૌભાંડ અને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. ગેરકાયદેસર રીતે જમીનનો ખરીદીને ગેરકાયદેસર રીતે બિનખેતી કરાવવું તે ખૂબ મોટો ગુનો બને છે તેમ છતાં એક
પણ પ્રકારના ડર ભય વગર પોતાની તાકાત અને પોતાની વગનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે જમીનો પચાવી પાડવાનું કારસ્તાન અને કાવતરાઓ આચારવામાં આવી રહ્યા છે આ ખૂબ ગંભીર બાબત છે અને આવું કયારેય ચલાવી ના શકાય.

જામનગર ગ્રામ્ય તાલુકાના મોજે લાખાબાવળ ગામના ખેડૂત ખાતેદાર જસ્મીન જમનભાઈ ફળદુ એ માર્જિનમાં જણાવેલ સર્વે નંબરની જમીન ઉપર રહેલ બોજો રદ કરવા માટે અરજી કરતાં એચડીએફસી બેંક લાલ બંગલોના તારીખ : ૧૧-૧૦-૨૦૨૨ ના દાખલા અને અરજદારની અરજીના આધારે બોજા મુક્તિ નોંધ પણ પાડવામાં આવેલી છે. આ ખેતીની જમીન કયારેય પણ બિનખેતી ન થઈ શકતી હોય તેમ છતાં કયા અધિકારીએ આ નોંધ મંજુર કરેલ છે તેઓ વિરોધમાં ખાતાકીય તપાસ આરંભવી જરૂરી છે, નહિતર અમો

નહિતર અમો દ્વારા કોર્ટનો સહારો લઇને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે જેની ગંભીરતા લેવી ખૂબ જરૂરી છે. આ મૂળ જગ્યા કોની છે અને કયાથી આવેલ છે તેની એક પણ પ્રકારની ખરાઈ કરવામાં આવેલ નથી. જેના કારણે કરોડો રૂપિયાની જમીનનું ખૂબ મોટા પ્રમાણમાં કૌભાંડ આચારવામાં આવેલું છે અને ગુજરાત સરકારની રેવન્યુ વિભાગને રેવન્યુ તિજોરીને અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે અને આ જમીનમાં ખૂબ અનેક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. પરંતુ થાક ધમકીઓ આપવામાં આવી રહી છે. રજૂઆત કરનારને ગમે ત્યારે ગમે તે રીતે ખોટા કેસમાં ફસાવવા માટે અનેક લોકોને ધાગધમકીઓ આપવામાં આવેલી છે આવી રીતના કેમ ચલાવી લેવાશે. જામનગર અને જિલ્લાની અંદર આવી લગડી જમીન કે જે મૂળ સરકારની જમીન હોવા છતાં શ્રી સરકારની જમીન હોવા છતાં છેક જસ્મીન જમનભાઈ ફળદુના નામે કઈ રીતે થઈ છે તે આખી વિગત જામનગર કલેકટર અને અધિક કલેકટર દ્વારા તપાસ કરવા અમારી આપ સાહેબને વિનંતી છે અને આ તપાસ જ્યાં સુધી સંપૂર્ણપણે પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે પોતે અરજદાર તરીકે રૂબરૂ લેખિતમાં જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે પોતે હાજર રહીશું જેની અમો ખાતરી આપીએ છીએ.

ચેલામાં ય વળી સનસની.......

જામનગર તાલુકાના ચેલા ગામના સર્વે નંબર ૭૦૮ તથા ૭૦૯ ની નોંધ નંબર ૩૦૮૨ તથા ૩૦૮૩ જમન ફળદુ ચેરમેન જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેકટર ફાઉન્ડેશનની નોંઘ તદ્દન ગેરકાયદેસર રીતે પાડવામાં આવેલ છે. આ બાબતે ગંભીરતાપૂર્વક તપાસ કરવા માટે એક તપાસ એજન્સીની નિમણૂક થવી જરૂરી છે નહીતર કરોડો ખરબો રૂપિયાની જમીન સરકારની જમીન અને સરકારની તિજોરીને નુકસાન કરનારા આવા બિલ્ડરો દિન પ્રતિદિન બિલ્ડરોનો રાફડો ફાટતો રહેશે અને પ્રશાસન, તંત્રને દબાવી ધમકાવીને આવા ખોટા હુકમ કરવામાં માહિર બનેલા આવા ખોટા બિલ્ડરો વિરૂદ્ધ ફોજદારી રહે તાત્કાલિક પણે અને ધારા ધોરણ મુજબ થવી જોઈએ તે જરૂરી છે.

જામનગર તાલુકાના ચેલા ગામના સર્વે નંબર ૭૦૮ તથા ૭૦૯ ની નોંધ પડી ત્યારે સર્વે નંબર ૭૦૮ તથા ૭૦૯ જજીઆઈડીસીના સંપાદનમાં હતી તેથી અવી નોંધ પડી શકે નહી. જે તે વખતના નાયબ કલેકટરે ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરીને સરકાર તથા જીઆઈડીસીને અંધારામાં રાખી ટેકનિકલ અપનાવી અને આ ખોટી નોંધ પાડવામાં આવેલ છે તે ડેપ્યુટી કલેકટર અને મામલતદાર વિરૂદ્ધમાં ફોજદારી રાહે કાર્યવાહી પ્રથમ દ્રષ્ટિએ થવાને પાત્ર હોવા છતાં હજુ સુધી એક પણ પ્રકારની કેમ કાર્યવાહી કરવામાં નથી આવેલી તે ગંભીર બાબત છે.

જામનગરના કહેવાતા બિલ્ડરે મામલતદારને કરોડો રૂપિયાની
લાંચ આપીને ખૂબ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે
અને આ નોંધ મામલતદાર દ્વારા પ્રથમ દ્રષ્ટિએ પાડવામાં
આવેલ છે તેવું અમોને જણાઈ આવેલ છે. કારણકે
જીઆઇડીસી એ આ જમીન તારીખ : ૩૦-૦૯-૧૯૯૯ થી
સંપાદનમાં લઈ લીધેલ છે જેને હાઇકોર્ટમાં પણ માન્ય ગણેલ
છે તેમ છતાં આવું કારસ્તાન આચારવામાં કેમ આવેલ છે
આ ખુબ ગંભીર બાબત છે.

કોર્ટે બિલ્ડર સામે શું કરવા કહ્યુ?? 
તો વહેતા વહેણમાં હાથ ધોનારા ખરાડી.....ઓહ....નો....વન્સ મોર

જામનગરના કહેવાતા બિલ્ડર જમન ફળદુ એ જામનગરની સિવિલ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટને સત્ય હકીકતો છુપાવીને જુદી જુદી અરજીઓ કરી હાઇકોર્ટ તથા ગુજરાત સરકારશ્રીને છેતરાયેલ છે જે બાબતે અમો દ્વારા તમામ વિગતો હાઇકોર્ટ તેમજ જામનગરની કોર્ટમાંથી અમો મેળવવાના છીએ અને ગુજરાત હાઇકોર્ટના ધ્યાનમાં પણ આવેલ છે અને ગુજરાત હાઇકોર્ટે આ બાબતે આકરો વલણ દાખવી જમન ફળદુ તથા તેમના સાથીદારવિરૂદ્ધ ગુસ્સે થઈને ફોજદારી ફરિયાદ કરવાનું હુકમ કરેલ તથા જરૂર જણાય તો સીબીઆઈ કે ક્રાઈમ બ્રાન્ચ અને તપાસ સોંપવાનો પણ હુકમ કરેલ છે તેવું અમોને જાણવા મળેલ છે. પરંતુ જ્યાં સુધી અમો ગુજરાત હાઇકોર્ટમાંથી તમામ વિગતો ન મેળવીએ ત્યાં સુધી અમો એક પણ પ્રકારના હાઇકોર્ટના હુકમની નકલો અને પુરાવા રજૂ કરી શકીએ તેમ નથી. અમો ટૂંક સમયમાં ગુજરાત હાઇકોર્ટના તમામ આધાર પુરાવા મેળવીને અમો દ્વારા તમામ આધાર પુરાવા આપ સાહેબને રજુ કરીશું. ત્યારબાદ આ આખી તપાસ આપના દ્વારા હાલ શરૂ કરવા વિનંતી છે. અમો દ્વારા ટૂંક સમયમાં સીઆઈડી તેમજ સીબીઆઈ દ્વારા આ તપાસ થાય તેવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાના છીએ તે વાત નક્કી છે.

આ આખું પ્રકરણ દબાવવા માટે જામનગરના કમિશ્નર અને કલેકટર તરીકે ઇન્ચાર્જ રહેલ શ્રી ખરાડી દ્વારા આ આખું પ્રકરણ દબાવવા માટે અને બંધ કરવા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે અને ગેરકાયદેસર રીતે હાલ તાજેતરમાં આ વિવાદવાળી જમીન ખેતી કરી આશરે ૨૦૦ કરોડ રૂપિયાથી વધુનું રકમનું જીઆઇડીસીની સંસ્થાની જમીન હડપ કરીને કૌભાંડ આચરેલ છે. આ કૌભાંડ કોઈ નાનું સુનું નથી. અત્યારે આ કૌભાંડ ૩૦૦ કરોડથી રૂપિયાથી વધુનું હોય તેવું અમોને જણાઈ આવેલ છે.

બિલ્ડર દ્વારા બોગસ કંપનીઓ ઉભી કરીને આશરે ૨૩૫ થી ૨૪૦ જેટલા પ્લોટ હોલ્ડરોને સર્વે નંબર ૭૦૮ તથા ૭૦૯ માં નકશા બનાવી જુદા જુદા પ્લોટો હોલ્ડરોને ૧૯૯૯ દરમિયાન ૧૦ રૂપિયાના સ્ટેમ્પ પર ફાઈલો બનાવી સદર જમીન જમન શામજી ફળદુ એ વેચી નાખી છે. જે તે વખતે પાસાના હુકમ પણ થયેલ પણ રાજકીય ગોડફાધરના કારણે સમગ્ર થઈ ગયેલ છે. પરંતુ આ પ્રકરણ જ્યાં સુધી સંપૂર્ણપણે તપાસ નહીં થાય ત્યાં સુધી અમો ઝંપીશું નહી તે વાત નક્કી છે. ઉપરોક્ત આખું કૌભાંડને રફે દફે કરવા ગુજરાત હાઇકોર્ટમાં બચવા માટે ત્રણથી ચાર રીટ પિટિશનો કરવામાં આવેલી અને હાઇકોર્ટે આ પ્રકરણ કૌભાંડ જાણતા તમામ અરજીઓ રદ કરવામાં આવેલ છે આ ખૂબ ગંભીર બાબત છે. તેમજ હાઇકોર્ટને આ આખું પ્રકરણ ધ્યાન પર આવતા આકરો દંડ જે તે વખતે ૧,૫૦,૦૦૦/- દંડ જમન ફળદુ તથા તેમના સાથીદારોને જીઆઇડીસી જામનગર તેમજ સરકારને છેતરવા અંગેનો દંડ સજાનો હુકમ કરેલો જે આજની તારીખે યથાવત છે પરંતુ તે બાબતે એક પણ

પ્રકરણ કૌભાંડ જાણતા તમામ અરજીઓ રદ કરવામાં આવેલ છે આ ખૂબ ગંભીર બાબત છે. તેમજ હાઇકોર્ટને આ આખું પ્રકરણ ધ્યાન પર આવતા આકરો દંડ જે તે વખતે ૧,૫૦,૦૦૦/- દંડ જમન ફળદુ તથા તેમના સાથીદારોને જીઆઇડીસી જામનગર તેમજ સરકારને છેતરવા અંગેનો દંડ સજાનો હકમ કરેલો જે આજની તારીખે યથાવત છે પરંતુ તે બાબતે એક પણ

પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ કોના ઈશારે આટલી મોટી કાર્યવાહીને દબાવવામાં આવી રહી છે ગુજરાત હાઇકોર્ટના ધ્યાને મુકીશું તે વાત નક્કી છે.

જામનગર તાલુકાના દરેડ, ચેલા ગામના સર્વે નંબર ૭૦૮ તથા ૭૦૯ ની જે જમીન થયેલ છે તે આખી જમીનમાં જિલ્લા કલેકટર જામનગર જીઆઇડીસીના અધિકારીઓ તેમજ જામનગરના બિલ્ડર જમન ફળદુની ખૂબ મહત્વની ભૂમિકા અને મુખ્ય આરોપીઓ તરીકે તેઓના નામ તપાસ દરમિયાનખોલી શકે તેમ છે. આ તપાસ જ્યાં સુધી સંપૂર્ણપણે પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમો દ્વારા દિન પ્રતિદિન અને આવતા દિવસોમાં રજૂઆત કરવાના છીએ જેની ગંભીરતા લેવા વિનંતી છે. આ બાબતે કડકમાં કડક કાર્યવાહી થવી જરૂરી છે. નહીંતર આવતા દિવસોમાં અનેક સરકારી જમીનો હડપ કરવામાં આવશે અને પ્રશાસન તંત્ર હાથ ઉપર હાથ રાખીને બેસી રહી છે તો ગુજરાત સરકારની તિજોરીને ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે જે ખૂબ ગંભીર બાબત છે. થોડા સમય પહેલા અનેક અખબારોમાં સાચી વિગતો છાપવામાં આવેલ હતી. પરંતુ થોડા સમય દરમ્યાન જામનગરના સ્થાનિક પેપરોમાં પણ તે સમાચાર ફરીથી સાચા સમાચાર પ્રથમ છપાણા અને ખોટા સમાચાર ફરીથી છાપીને પોતાની ઈમેજ ખરડાઈ ગયેલ છે. સુધારવા માટે અનેક લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવેલ હતા. પરંતુ સત્ય વાત બહાર આવનાર છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

પ્રસાશન કેવુ હોવુ જોઇએ જાણો

દેવભૂમી દ્વારકા જીલ્લા કલેકટરશ્રી તેમજ જામનગર જીલ્લા કલેકટરશ્રી બંને અધિકારીઓ ગુજરાત સરકારના વહાદાર છે અને ધાર્મિક વૃતિ ધરાવે છે એકપણ પ્રકારના ખોટા કામે એકપણ પ્રકારના ડર ભય વગર અનેક હુકમો રદ કરી આપે છે. જો આવીને આવી જ રીતે સરકારમાં નિષ્ઠાવાન અધિકારીઓનો સમાવેશ થશે તો દિન પ્રતિદિન ભ્રષ્ટાચારથી લોકો ફફડતા રહેશે તેમજ દેવભૂમી દ્વારકા જીલ્લાના કલેકટરશ્રીને ખરેખર તો ગાંધીનગર એસ.એસ.આર.ટી. માં નિમણું આપવી જરૂરી છે જેથી ખોટા હુકમો અને ખોટા નિર્ણયો લેવાના બંધ થઈ જશે તે વાત નકકી છે. 

ઉપરોક્ત રજૂઆતને ગમે ત્યાં લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી છે. પ્રાંત અધિકારી શહેર જામનગર શ્રી ડોબરીયા દ્વારા જે હુકમ કરવામાં આવેલ છે. તે હુકમની નકલ અરજીની સાથે જોઈન્ટ છે જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા અમારી આપ સાહેબને વિનંતી છે અને સબ રજીસ્ટ્રાર વીલ કરવામાં આવેલ છે કે કેમ તે જે તે સબ રજીસ્ટ્રાર પાસેથી વિગતો મંગાવીને કાયદેસરની કાર્યવાહી કરવા અમારી આપ સાહેબને વિનંતી છે.
તેમ સહી કરનાર કિશોર નથવાણી એ જણાવ્યુ છે

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...