Monday, December 4, 2023


જામનગર 
શ્રી સરકાર થયેલી જમીન બિલ્ડરએ બારોબાર વેંચી નાખી....બોલો...!


પુર્વ મંત્રીનું પીઠબળ હશે??ના...ઇ ..ન પડે...તો નાણાના 
જોરે રેવન્યુવાળા અમુક ખરીદાઇ ગયા કે શું??

ધારો તે થાય દમ હોવો જોઇએ "ખરીદ"વાનો અને અંદરખાને બે 
ત્રણ મજબુત નેતા પાર્ટનર હોવા જોઇએ....આવુ કરવા માટે જ 
કલેક્ટર કચેરીમા છાશવારે જવુ પડે

તમામ ખેલ ખુલ્લો પાડતા જાંબાઝ 
કિશોર નથવાણી ...

લાઈન વહી સે શરૂ હોતી હૈ....ક્યું???ગુજરાતના ભ્રષ્ટ IAS 
લોબી ફફડે છ KN થી....!!!કાં તો કે અમુક જેલમા અમુક બરતરફ 
અમુક ની તપાસ ચાલે છે KN ની પુરાવા સાથેની સીલસીલાબંધ 
અરજીઓના કમાલથી



...બીજુ ખાસ......જાહેર હિતની આ લડતમા જો કલેક્ટર એસપી ડીડીઓ નો સપોર્ટ મળી જાય તો કામ બની જાય કેમકે જામનગર ના સદનસીબ કે આ ત્રણેય સનદીઓ ખુબ જ પ્રમાણીક અને રીઝલ્ટ લાવનાર અધીકારીઓ છે તેવો લોકો નો અભિપ્રાય છે  હાલના મ્યુનીસીપલ કમીશનર વિશે હમણા કઇ કહેવા લખનાર તૈયાર નથી કેમકે તેમણે એડી.કલે.તરીકે કઇક કઇક કર્યુ હોય તેની સામે અરજીઓ થઇ હોય તે બધુ જ લખનારની તપાસ હેઠળ છે અને જો કઇ  નીકળે તો  શ્રી નથવાણી તેઓનો  પર્દાફાશ કરવા થનગને છે

સરકારી પડતર કે ખરાબો કે ખેતીને લગત સરકારી જમીન લેવા સરકારમા ગયા છો?? ક્યારેય?? પગ ઘસાઇ જાય.....હો....છતા ન મળે....ઉપરથી પ્રકરણ પાછા આવે ને ફરી થી સડાડાટ નીચે આવી જાય .....અમુક વખતે તો બીજી પેઢી મહેનત કરતી હોય છે કાં તો કે આ તો સરકાર માય બાપ ને સરકારી બાબુઓની મનસુફી ની વાત છે હા....જો દબાણ કરો તો સહેલુ પડે....હો...તેમ એક અધીકારીએ પરોક્ષ રીતે કહેલુ અને જો અમે આધારપુરાવા રજુ કરવા નોટીસ આપી તોડી નાંખવા તાકીદ કરીએ તો તમારે દોડા દોડ જઇ કોઇ નાની અદાલતનો મનાઇહુકમ લાવવાનો અને આ બધુ માર્ગદર્શન મળી રહે અલબત તે માટે ચુકવણા કરવા પડે.....ઉપરથી આ સરકારી કર્મયોગીઓ એમ પણ કહે કે જમીન ના કાયદા એટલે દરીયો.....જાવ ને હવે....જેના કામ કરવા હોય છે તેમા દરીયો ખાબોચીયુ કરી દો છો ને લગત ચુકાદા ગોતી ગોતી ફ્લેપ મારી જોગવાઇ છે....ની નોંધ મુકો છો અને ન કરવુ હોય તો ??જોગવાઇ નથી.....મારા સાહેબ આ જોગવાઇ નથી ના ઘણ ના ઘા અરજદારને લાગે ત્યારે.....શુ થાય?? કલ્પના કરી છે?? જો કે હે કર્મયોગીઓ તમે સાચા છો કેમકે નાણા વેરવાની કેપીસીટી વાળાના જ કામ કરાય અને નાણા કમાવાય બાકી પગ ધસતો અરજદાર આપી આપી ને શું આપે?? ( લખનાર એ છેલ્લા અઢી દાયકામા રેવન્યુ ના અનેક ખેલ જોયા છે કોકના લાભ માટે નેવકોક ના નુકસાન માટે રજાઓમાબેસનારા અમુક ને ચોખ્ખી સુચના કે જરાય ઉંચા નીચા ન થશો નંદવાઇ જશો ....બોલતા જ નહી કે અમે આવુ નથ કરતા....જો બોલ્યા તો ગ્યા સમજજો હો.....આ વિનમ્ર ભાવની સલાહ છે......બાકી બિનખેતી મા કઇ કમાવાનુ નથી ને ખાસ કઇ પ્રકરણ નથી આવતા ભાજીનુ પુરીયુ છે એમ આ લખનાર ને  કહેનાર બી જે જ દિવસે હા....on the very next day ૮૦૦૦૦ ની લાંચ લેતા કચેરીમા ઝડપાય તેને બચાવવા તે વખતના DSO બહુ છેડા અડાડે કલેક્ટર મૌન બની જાય.......આવુ ઘણુ નજરે જોીુ જોઇ ને લખીએ એની મજા જુદી હોય  છે અને બેધડક કહી શકાય કે તે ૮૦૦૦૦ એકલાના ન હતા જ....હો.....સમજી જાવ....!!??

આવા દામન વાળા અમુક કે બીજા કોક કોક જ્યારે સરકારી નોકરી કરવાના બદલે કોઇ બિલ્ડરના નોકર બને.....ગલુ.....ગલુ.....બને ....પુછડી....પટપટાવે.....ભીસકુટ નીચે પડેલા....ખાય....(ડીસમા સરખા ગોઠવી ને આપે કોઇ તો જ તેને બીસ્કીટ કહેવાય હો....)




આ બધુ તો હજુ વાતાવરણ બનાવવા પુરતુ ઝલક સમાન છે કેમકે બિલ્ડર જમન ફળદુ સામે તપાસ કરવા જાંબાઝ ખેડૂત ૫૬ ની છાતી વાળા આરટીઆઇ એક્ટીવીસ્ટ મોટામાથા ને કાલીદમન ની જેમ દમન કરનાર અને કૌભાંડ ના પર્દાફાશ કરનાર કિશોર નથવાણી જ્યારે કૌભાંડ ખોલે છે પુરાવા આપે છે ત્યારે અમુક શીયાં વીયાં થાય છે અને બહુ મોટો વર્ગ રાજી થાય છે આ વી લડતના આનંદ લે છે કેમકે શ્રી નથવાણી એક તો કોઇથી ડરતા નથી છતાય તેમને સશસ્ર રક્ષણ છે કિશોરજી નાના કર્મચારીઓ ને નડ્યા નથી મોટા માથા જ પકડે છે અને રીઝલ્ટ લાવે છે હાં ઇ પાકુ છે તેઓ એ કરેલી આધાર પુરાવા વાળી અરજીઓ ના પ્રત્યાઘાત એ છે કે અમુક સનદી જેલમાં છે અમુક બરતરફ છે અમુકની તપાસ ચાલુ છે આ દાખલાઓ ને ધ્યાને લઇ જામનગર કલેક્ટર એ પોતાનુ દામન ચોખ્ખુ કરવા કે બતાવવા જમનના ખેલ રોકી જાતે તમામ કૌભાંડ તપાસી દરેક ખોટા પ્રકરણ રદ કરવાના હુકમ કરવા પડશે નહી તો.................અને બીજી વાત જો કૌભાંડ જાહેર છે તો સમીક્ષા પણ જાહેર થશે હોં....તમે પારદર્શી ન રહ્યા ભલે અમે સમીક્ષા છડેચોક કરીશુ તમને ગુસ્સો આવસે મસળી દેવાનુ મન થશે મસલ્સ પાવર બતાવવા થનગનશો ખરીદી લેવા મહેનત કરશો ભર ભલામણો કરાવશો કે કોઇ ભય પમાડશો તો પણ આ અંગે અરજી કરનાર નથવાણી અને લખનાર સૌ કન્ટીન્યુ રીતે પર્દાફાશ કરશે જેમા મુખ્ય જમન ફળદુ તેમજ વિજય ખરાડી ડે.કલે.ડોબરીયા અને તે દરેકને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ  મદદ કરનારા ના તપેલા ચડશે ઇ નક્કી છે માટે કોઇ વહેમ મા ન રહેવુ હા....એકજ રસ્તો છે કે ખોટા હુકમ ખોટી નોંધ અને ખોટા પ્રમાણપત્રો તાત્કાલીક રદ કરો અને જમીનો ની લ્હાણી કરી છે એ પાછી લો એટલે આ બીલ્ડરના જ બીજા કેસ ખોલીશુ તેમજ આ બિલ્ડર સિવાય ના અમુક પ્રકરણ ખુલશે તાકાત હોય તો મોં બંધ કરજો.....તેવો પડકાર અસ્થાને નહી ગણાય હોં ...



....હા બીજુ કે અમદાવાદ મા સેટેલાઇટ વિસ્તારમા ભવ્ય આલીશાન બંગલો એટલે કે મુળ ગામ બીજુ પણ રહેવાનુ બી જે એમકે બે તન ઘર ધરાવતા અને પૌરૂષત્વના ધારઇતા.......એવા એક નેતા એક વખત જાડા ના એક  અધીકારી અને પદાધીકારીને પેલા ઝોન ફેર વખતે એવુ કહેનાર કે..."ખોટુ ન કરતા ભલે ગાંધીનગર સુરત કે નવસારી થી ફોન આવે હુ બેઠો છુ....મારૂ નામ દઇ દેવુ......" આવા વ્યકતિનો ય ઘણા હવાલા દે કે આપણ ને ટેકો છે એમનો અને આપણા જ છે વીસયુ ભાગ છે ......વગેરે વગેરે.....ને પેલા નેતા છે......ક ઉપર કોક ની ગુડ બુકમા હોવાથી જમન ને ઢાલ બની પોષે છે......પોતે છાનુ કમાય....ને આમ સફેદ બગલો રહે.......બીજુ ય ઘણુ કરે.....પણ હજી ય ક્યાક વારો આવશે તેમ શોયાળયાની જેમ પુરીની રાહ જોઇ લાળ ટપકાવનાર પણ ઘણા ને પોષતા હોય છે.. .........તેમ ઘણા ચર્ચા કરતા હોય છે પરંતુ સાચી વાત એ છે કે આ જે કોઇ નેતા છે તેમના માટે ઉપર અંશો લખ્યા છે તે અને બીજુ ઘણુ સાંભળવા મળે છે તે બધુ જ પાયા વિહોણુ છે આ નેતા તદન સાફ છબીના છે સમર્પિત છે માટે આવા કોઇ વાક્યો જો તેમના માટે બોલાય તો ધ્યાનમા ન લેવા લખનારની સલાહ છે કેમકે ઇશારો ઇશારો મા જે અહી તેમના માટે લખ્યુ છ ઇ ખોટુ છે .....આ તો કોક ની ખંજવાળ હોય તો જરાક....એમ....કે.......સમજો યાર 





....બીજુ ખાસ......જાહેર હિતની આ લડતમા જો કલેક્ટર એસપી ડીડીઓ નો સપોર્ટ મળી જાય તો કામ બની જાય કેમકે જામનગર ના સદનસીબ કે આ ત્રણેય સનદીઓ ખુબ જ પ્રમાણીક અને રીઝલ્ટ લાવનાર અધીકારીઓ છે તેવો લોકો નો અભિપ્રાય છે  હાલના મ્યુનીસીપલ કમીશનર વિશે હમણા કઇ કહેવા લખનાર તૈયાર નથી કેમકે તેમણે એડી.કલે.તરીકે કઇક કઇક કર્યુ હોય તેની સામે અરજીઓ થઇ હોય તે બધુ જ  લખનારની તપાસ  હેઠળ  છે અને જો કઇ  નીકળે તો  શ્રી નથવાણી તેઓનો  પર્દાફાશ કરવા થનગને છે


જામનગર ના રહેવાસી અને જામનગરમાં બાંધકામ તેમજ કાચી જમીનો ખરીદીને તે જમીનમાં બાંધકામ કરીને પોતે વેચાણ કરતા બિલ્ડર્સ શ્રી જમનભાઈ ફળદુ કે જેઓએ પોતાના પુત્રના નામે શ્રી સરકાર થયેલી ખાલસા થયેલી નારીયેલી નું વાવેતર થયેલી જમીન ખરીદીને ગેરકાયદેસર રીતે દસ્તાવેજ કરવામાં આવેલ છે અને ત્યારબાદ આ જમીન અનેક અધિકારીઓને લાંચ આપીને બિનખેતી કરાવેલ છે જેની ગંભીરતાપૂર્વક તપાસ ચલાવીને કાર્યવાહી કરવા અમારી આપ સાહેબ શ્રી ને વિનંતી છે જો ખરેખર સાચા અર્થમાં સાચી તપાસ નહીં કરવામાં આવે તો અમારા દ્વારા ગુજરાત સરકારને તેમજ રેવન્યુ વિભાગ મુખ્ય સચિવ શ્રી અધિક મુખ્ય સચિવ શ્રી સરકારશ્રીની તપાસ એજન્સીઓને તમામ આધાર પુરાવા સાથે ન છૂટકે રજૂઆત કરવાની ફરજ પડશે જેની ગંભીરતા લેવા વિનંતી છે

તપાસ અધિકારીઓ દ્વારા સંપૂર્ણપણે તમામ આધાર પુરાવા સાથે તમામ સાધનોની કાગળો એકત્રિત કરીને આપ સાહેબની સૂચના મુજબ આપ સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને આ તપાસ થવી જરૂરી છે કારણ કે આપ સરકારમાં એક નિષ્ઠવાન અધિકારી તરીકે આપની ઈમેજ ધરાવો છો જેના કારણે આ તપાસ આપના અધ્યક્ષ સ્થાને સાચા અર્થમાં સાચી તપાસ કરવાથી સરકારશ્રીને ખૂબ મોટા પ્રમાણમાં થયેલ નુકસાન પરત મેળવી શકાય તેમ છે અને ત્યારબાદ અમો દ્વારા આ બિલ્ડરો દ્વારા અનેક પ્રકારના મોટા ભ્રષ્ટાચારો અને કૌભાંડો ભૂતકાળમાં કરવામાં આવેલા છે તેની તમામ વિગતો એકત્રિત કરીને અમો દ્વારા જામનગર કલેકટર શ્રી વિજિલન્સ તેમજ cid crime અને સુપ્રત કરનાર છીએ કારણકે આ જમીન માફિયા અને બાંધકામ કરતાં જમનભાઈ ફળદુ અનેક મોટા માથાઓ અને અનેક મોટા ગજાના લોકો સાથે ખૂબ મોટા સંપર્ક ધરાવે છે અનેક લોકોને ધાગધમકી પણ ભૂતકાળમાં આપી ચૂકેલા છે અને પોતે અનેક કાચી જમીનો લઇને વાંધા વચકાવાળી જમીનો અનેક અધિકારીઓને લાંચ આપીને ક્લિયરન્સ કરાવેલ છે તેની વિગતવાર તમામ ડોક્યુમેન્ટ્સ અને કચેરીઓમાંથી ઓનલાઈન મેળવીને તેમજ અનેક પ્રકારની નોંધો મેળવીને ગુજરાત સરકારને ગુજરાત સરકારની તપાસ એજન્સી અને તેમજ વિજિલન્સને વિગતવાર તમામ રજૂઆત અને આધાર પુરાવા સુપ્રત કરવામાં આવશે જે વાત નક્કી છે

    જામનગર પ્રાંત અધિકારી શ્રી સમક્ષ અપીલ નંબર 05 /2019 ના હુકમને તપાસમાં લેવો જરૂરી છે અને તેમાં જે વિગતો દર્શાવવામાં આવેલી છે તે મુદા વાઇઝ વિગતોનો અભ્યાસ કરીને તપાસ આરંભવી ખૂબ જરૂરી છે આ હુકમ કરનાર અધિકારી પ્રાંત અધિકારી શ્રી એચ એમ સોલંકી જામનગર શહેર પ્રાંત અધિકારી દ્વારા આ હુકમ કરવામાં આવેલ છે અને આ હુકમ જે પ્રમાણે કરવામાં આવેલ છે તે હુકમ જોતા તપાસ અધિકારીઓને સાચી વિગત જોવા મળશે અને જાણવા મળશે તે વાત નક્કી છે
ત્યારબાદ જામનગર કલેકટરશ્રી દ્વારા આરટીએસ રિવિઝન / જમન/10 2020 20 થી જમીન મહેસુલ નિયમો 1972 ના નિયમ 108 છ મુજબ ગામ જામનગર શહેર ટીકા નંબર ટુ રેવન્યુ સર્વે નંબર 392 / પૈકી.5હે.0-79-93 ની જમીન નો હુકમ અને ઠરાવ કરવામાં આવેલ છે આ ઠરાવ જામનગરમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ  કલેકટર  વિજય ખરાડી દ્વારા કરવામાં આવેલ છે આ ઠરાવમાં અનેક પ્રકારના છેડા કરવામાં આવેલ છે અને ખૂબ મોટા પ્રમાણમાં લાંચ લઈને આ આખું કાવતરું રચવામાં આવેલ છે અને આ ઠરાવના આધારે અમદાવાદ સચિવ મહેસુલ વિભાગ વિવાદમાં તારીખ 14.12.2022 ના રોજ પણ દાખલ કરવામાં આવેલ છે તે રજૂઆત કલેકટર શ્રી પ્રાંત અધિકારી શ્રી મામલતદાર વિરુદ્ધમાં અરજદારે કેસ દાખલ કરેલ હતો તેમાં પણ હુકમ જે કરવામાં આવેલ છે તે હુકમ સચિવ શ્રી એ નામંજૂર કરેલ છે આ ખૂબ ગંભીર બાબત છે આ તમામ હુકમો રિવિઝન કલેકટર પ્રાંત અધિકારી મામલતદાર ના તમામ હુકમોને આધીન તપાસ ચલાવવી જરૂરી છે આ તપાસ નહીં ચલાવવામાં આવે તો ખૂબ સરકારને મોટું નુકસાન થવા જઈ રહ્યું છે અને અમારે પણ ન છૂટકે અમદાવાદ ન્યાયિક પ્રક્રિયામાં ચંપલાવવાની ફરજ પડશે જેની ગંભીરતા લેવા વિનંતી છે



જામનગર તાલુકાના મોજે લાખાબાવળ ગામના નવા ખેડૂત જસ્મીન જમનભાઈ ફળદુ જેઓની જમીનનો સર્વે નંબર 321 તેમજ તેઓ દ્વારા બિનખેતી પરવાનગી મેળવવા માટે અરજી કરેલ છે અને તે પોતે અરજદાર છે તેઓ દ્વારા ગુજરાત સરકારશ્રીમાં જમા કરાવેલ રકમ 84 75 238 000-/થી રકમ જમા કરાવેલ છે અને ત્યારબાદ તારીખ 19.3.2022 ના રોજ હુકમ ક્રમાંક 90/103/045/2022 થી સદર જમીનને બિન ખેતી રહેણા કેતુ માટેની જૂની શરતમાં ફેરવવા માટે હુકમ થવાથી નોંધ કરવામાં આવેલ છે કલેક્ટર શ્રી અને કૌભાંડી ભ્રષ્ટાચારી એ આ આખો ખેલ પાડીને તારીખ 21.3.2022 ના રોજ હુકમ કરવામાં આવેલ છે જેની બિનખેતીના હેતુ માટે હુકમમાં જણાવેલ શરતોને આધીન મંજૂરી આપવામાં આવેલ છે આ ખૂબ ગંભીર અને ચેડા થયેલી બાબત છે

જામનગર તાલુકાના મોજે લાખા બાવળમાં જે જમીન બાબતે કૌભાંડ અને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે તેમાં કરોડો રૂપિયાની લાંચ લઈને અધિકારીઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ મોટું કૌભાંડા કરવામાં આવેલ છે જેના તમામ આધાર પુરાવા તમામ ડોક્યુમેન્ટ અમો દ્વારા આ અરજી રજૂઆતની સાથે રજૂ કરીએ છીએ જેની ગંભીરતા લેવા વિનંતી છે આ તમામ અરજી તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અમો દ્વારા મેળવેલ છે જે આપની પાસે અને આપના દફતર માં ઓરીજનલ ડોક્યુમેન્ટ મેળવીને ચકાસણી કરવા વિનંતી છે જો  આવું નહીં કરવામાં આવે તો તમામ બાબતેની જવાબદારી આપની પોતાની આપ સાહેબ શ્રી ની રહેશે જેની ગંભીરતા લેવા વિનંતી છે
                      જામનગર તાલુકાના લાખાબાવળ ગામની મૂળ જમીન શ્રી સરકાર હતી અને નવી શરતની જમીન હતી તે જમીન કઈ રીતે માલિકના નામે કરવામાં આવેલ અને ત્યારબાદ તે જમીન હાથીયાભાઈ રાજાણી પરિવારના નામે કરવામાં આવેલ અને ત્યારબાદ તે જમીન રજીસ્ટર દસ્તાવેજથી જસ્મીન જમીનભાઈ ફળદુએ ખરીદ કરેલ છે અને આ જમીન ના તમામ ડોક્યુમેન્ટ  સરકારના તાબે હોવા છતાં શ્રી સરકાર જમીન હોવા છતાં આ જમીન માફિયા દ્વારા અધિકારીઓ સાથેની સાઠગાંઠ હોવાના કારણે આ ખૂબ મોટું સરકાર વિરુદ્ધમાં કાવતરું રચવામાં આવેલ છે આવા લોકો વિરુદ્ધમાં ફોજદારી રાહે કાર્યવાહી કરીને બિનજામિન પાત્ર કાર્યવાહી કરવી જરૂરી છે. કારણ કે આ આખા પ્રકરણમાં અનેક પ્રકારના ખોટા સોગંદનામાંઓ કરવામાં આવેલા છે તે તમામ સોગંદનામાં અમો દ્વારા ટૂંક સમયમાં રાઈટ ટુ ઇન્ફોર્મેશન જાહેર માહિતી અધિકાર અધિનિયમ ના કાયદા હેઠળ તમામ જગ્યાએથી તેમજ ન્યાયિક પ્રક્રિયામાં જ્યાં જ્યાં તેઓ દ્વારા ઉપયોગ કરવામાં આવેલ છે તે તમામ વિગતો અમો દ્વારા મેળવીને જે ખોટા સોગંદનામાં એફિડેવિટ કરવામાં આવેલ છે તેની તમામ વિગતો મેળવીને અમો દ્વારા અમો પોતે ખુદ ફરિયાદી બનીને ફોજદારી રાહે કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ને તમામ આધાર પુરાવા સાથે રજૂ કરવા ના છીએ જેની ગંભીરતા લેવા આપ સાહેબને વિનંતી છે કારણ કે આવા ભ્રષ્ટાચારીઓ અને કૌભાંડીઓને જે બિલ્ડરો અધિકારીઓ સાથે મિલાપીપણું કરીને ગુજરાત સરકારની તિજોરીને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છે તે ક્યારેય સહન કરવામાં નહીં આવે કારણ કે ગુજરાત સરકારની તિજોરીમાં જે ફંડ પડેલું છે તે દરેક માણસ માત્ર ના ટેક્સના પૈસા જમા છે અને તેનો વ્યવહાર તમામ પ્રકારે સાચા અર્થમાં ગુજરાત સરકારની નજર હેઠળ અનેક વિકાસના કામો થઈ રહ્યા છે અનેક પ્રશાસન વિભાગને અનેક પ્રકારની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે જે આ બાબતે આપ સાહેબ ખૂબ સારી રીતે વાકેફ છો અને અમો પણ આપ સાહેબને ખૂબ સારી રીતે વ્યક્તિગત જાણીએ છીએ કે આપના પોતાના દ્વારા જામનગરમાં કલેક્ટર શ્રી તરીકે આપ બિરાજમાન થયા છો તે સમયથી એક પણ પ્રકારના જમીન કૌભાંડ ભ્રષ્ટાચાર લાંચ જેવા કાંડ જામનગર કલેકટર કચેરીમાં કરવામાં આવેલ નથી અને થયેલ પણ નથી જેની અમો આપ સાહેબને સામેથી જાણકારી આપીએ છીએ.......





No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...