Thursday, January 18, 2024

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખીમરાણા ગામે નવનિર્મિત મેજરબ્રિજનું લોકાર્પણ કરાયુ


રૂપારેલ નદી ઉપર રૂ.૩ કરોડ ૩૦લાખના ખર્ચે બ્રિજ નિર્માણ પામતા ગ્રામજનોની સુવિધામાં ઉમેરો થયો


ખેડૂતોને મદદરૂપ થવા સરકાર મક્કમતાથી કામગીરી કરી રહી છે : મંત્રી



રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ખીમરાણા ગામે રૂપારેલ નદી ઉપર નવનિર્મિત મેજરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ.૩ કરોડ ૩૦ લાખના ખર્ચે ૧૨ મીટરના ૭ ગાળાનો મેજરબ્રીજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે. 

આ તકે કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને મદદરૂપ થવા માટે સરકાર મક્કમતાથી કામગીરી કરી રહી છે. ચોમાસાના સમય દરમિયાન નદીનું પાણી ગામમાં આવી જતા ગ્રામજનોને મુશ્કેલીઓ થતી હતી તેનો અંત આવ્યો છે. ગામડાના લોકોની સુવિધાઓમાં વધારો કરવા સરકાર અવિરત કામગીરી કરી રહી છે. સરકારની ખેડૂતો માટે અતિ મહત્વની એવી સૌની યોજના થકી ખીમરાણા સહિત સૌરાષ્ટ્રના ડેમોમાં નર્મદા નદીનું પાણી ઠાલવવામાં આવે છે જેના થકી ખેડૂતભાઈઓ બે સિઝનનો લાભ લઇ શકે છે અને તેમની આવકમાં વધારો થતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. ખિમરાણા ગામે મેજર બ્રિજ નિર્માણ પામતાં આજુબાજુના લોકોને પણ પુરતા પ્રમાણમાં લાભ મળી રહે છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરચર, બાંધકામ સમિતિના ચેરમેન  પ્રવિણાબેન, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, જિલ્લા પંચાયતના સભ્ય નંદલાલભાઈ, તાલુકા પંચાયતના સભ્ય કાંતિભાઈ, અગ્રણીઓ તેમજ ગ્રામજનો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.




પોલીસ અધિક્ષક જામનગરની કચેરીના પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે આવેલ પોલીસ ટીમ દ્વારા આજે બપોરે વિરમભાઇ ગઢવી લગ્ન પ્રસંગ માટે ખરીદી કરવા જામનગર ખાતે આવેલ જેઓ ઓટો રીક્ષા મારફતે ઘરે જતી વખતે લગ્ન પ્રસંગ માટે ખરીદ કરેલ કિંમતી સામાન કિ.રૂ ૧૫,૦૦૦/- નો ભુલી જતા DY. SP શ્રી જયવીરસિંહ ઝાલા માર્ગદર્શન મુજબ જામનગર પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ના પો.સબ.ઇન્સ  પી.પી.જાડેજા સાહેબ તથા સ્ટાફના રાધેશ્યામ અગ્રાવત, પરેશભાઈ ખાણધર, લીલાબેન મકવાણા, દિવ્યાબેન વાઢેર તથા એન્જીનિયરઓ પ્રીયંકભાઈ, પ્રીતેષભાઇ, અનિલભાઈ સહિતના અધિકારી/કર્મચારી દ્વારા અલગ અલગ CCTV ની મદદ થી રીક્ષા ચાલક પ્રભુભાઇ ગંઢા ને શોધી ગણતરીની કલાકમાં અરજદારને તેમનો કિંમતી સામાન પરત કરી પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના અધિકારી તેમજ ટેકનિકલ ટીમે તપાસ કરી અરજદાર કિંમતી સામાન પરત કરી સારી કામગીરી કરી પોલીસ દ્વારા ઉમદા કાર્ય કરેલ.

સૂર્યકુમાર યાદવની સર્જરી સફળ! હોસ્પિટલના ખાટલામાંથી જોઈ ભારત-અફઘાનિસ્તાનની મેચ, VIDEOમાં ભાવુકતા દેખાઈ


હોસ્પિટલમાં આરામ કરતાં-કરતાં સૂર્યકુમાર યાદવે ટી20 સીરીઝની છેલ્લી મેચ માણી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.
બેંગલોરમાં ગુરુવારે ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે ટી20 સીરીઝની છેલ્લી મેચ રમવામાં આવી. આ મેચમાં ફેન્સને એક નહીં પણ 2-2 સુપર ઓવર જોવા મળી. જાણે મેચ તો પૂરી થવાનું નામ જ નહોતી લઈ રહી! ભારતની આ જીતનો શ્રેય કેપ્ટન રોહિત શર્માને જાય છે કારણકે તેમણે પોતાના અનુભવ અને ટ્રેનિંગથી ખેલાડીઓને યોગ્ય ગાઈડેન્સ આપ્યું અને ટીમને વિજયી બનાવ્યું.

હિટમેનની બેટિંગ
ટીમ 24 રન પર 4 વિકેટ ગુમાવી બેઠી હતી જે બાદ હિટમેને રોહિત શર્મા પોતાની ધમાકેદાર બેટિંગથી આખી મેચ પલટી દીધી. તેમણે 121 રનની ઈનિંગ રમી અને એટલું જ નહીં સુપર ઓવરમાં પણ તેમણે હિટ્સ લગાડ્યાં. તો બીજી તરફ ટીમની બહાર થયેલા સૂર્યકુમાર યાદવે રોહિતની આ ઈનિંગ હોસ્પિટલમાં બેઠે-બેઠે માણી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Tuesday, January 9, 2024

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જામનગર જામનગર ખાતે હિરેન ટ્રેડર્સ  પેઢીમાં રૂ. ૨.૫ લાખની કિંમતનો ૫૫૦ લીટરથી વધુ ભેળશેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરાયો.


ઘીનો ૧૨૦ લી., વનસ્પતિ તેલનો ૩૨ લી., પામોલીન તેલનો ૧૦૦ લી. અને  ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો ૩૦૦ લી. જથ્થો જપ્ત: ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર


ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર કચેરી દ્વારા ઘીમાં ભેળશેળ કરતી પેઢી ખાતે રેડ કરી રૂ. ૨.૫ લાખની કિંમતનો આશરે ૬૦૦ લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.


વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, જામનગર ખાતે હિરેન ટ્રેડર્સ  પેઢીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ પેઢી  ઘી બનાવવા માટેનો ફુડ પરવાનો ધરાવતા હતા, પરંતુ ત્યાં વગર પરવાને ગેરકાયદેસર ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો જથ્થો પણ ઉત્પાદન કરવામાં આવતો હતો. ઘીમાં ભેળશેળ કરવા માટેના વનસ્પતિ તથા પામોલીન તેલ પણ મળી આવ્યું હતું.


પેઢીના માલીક શ્રી મહેશકુમાર ચાંદ્રા પાસેથી રાજભોગ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એડલ્ટન્ટરન્ટ તરીકે  વનસ્પતી તથા પામોલીન તેલ, ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટ મળી સ્થળ પરથી કુલ ૦૬ નમૂનાઓ લેવામાં આવ્યા છે. નમૂના લીધા બાદ ઘીનો ૧૨૦ લી., વનસ્પતિ તેલનો ૩૨ લી., પામોલીન તેલનો ૧૦૦ લી. અને  ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો ૩૦૦ લી. મળી કુલ ૫૫૦ લી.થી વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 


આ ખાધપદાર્થ બિન-આરોગ્યપ્રદ હોઈ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી  તપાસ ચાલી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.



Monday, January 8, 2024

જામનગર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે




જામનગર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ’તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે.

જે અન્વયે, જામનગર (ગ્રામ્ય) તાલુકામાં ’તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.24 જાન્યુઆરીના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી જામનગર ગ્રામ્ય મામલતદારની કચેરી ખાતે યોજવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીએ જાતે હાજર થવાનું રહેશે. તેમના પ્રતિનિધી હાજર રાખી શકાશે નહિ. 

જેથી, અરજદારોએ આગામી તા.12 જાન્યુઆરીસુધીમાં ’તાલુકા સ્વાગત કાર્યક્રમ’ના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/ અરજી જામનગર ગ્રામ્ય મામલતદારની કચેરી, મહેસુલ સેવા સદન, શરૂ સેક્શન રોડ, જામનગરના સરનામાં પર મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ આ તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત, જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ, અને રજૂ કરેલો પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે. 

 કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ. કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ પૂરતા આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે.  કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકશે નહીં. જામનગર (ગ્રામ્ય) તાલુકાના તમામ નાગરિકોને ઉક્ત તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે મામલતદાર, જામનગર (ગ્રામ્ય) ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Monday, January 1, 2024

જામનગર આઈ.ટી.આઈ.ના ત્રણ તાલીમાર્થીઓની દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પરેડ માટે પસંદગી


જામનગર આઈ.ટી.આઈ.ના તાલીમાર્થી અને ૨૭-ગુજરાત બટાલિયન એન.સી.સી. જામનગરના ત્રણ કેડેટસની આગામી તા.26 જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યોજાનાર પરેડ માટે પસંદગી કરાઈ છે.


આ માટે જાડેજા જયેન્દ્રસિંહ ઉમેદસંગ, સોનગરા મનીષ હીરાભાઈ અને જાડેજા મનદીપસિંહ ભગીરથસિંહ આગામી ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪, પ્રજાસત્તાકદિન  પરેડમાં દિલ્હી ખાતે ઉપસ્થિત રહી જામનગર એન.સી.સી.નું પ્રતિનિધિત્વ કરશે.આ પરેડમાં ભાગ લેવા જનાર કેડેટ્સને રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન દ્વારા આયોજીત ભોજન સમારંભ માટે પણ સાદર નિમંત્રણ અપાયું છે.ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ કેડેટસને એન.સી.સી. પી.આઈ. સ્ટાફ, સીનીયર કેડેટ તથા લેફ્ટનન્ટ રમેશ જોષી એ સઘન તાલીમ આપી હતી.જેના કારણે તેઓની આ પસંદગી થતા સમગ્ર જામનગર જિલ્લાના ગૌરવમાં વધારો થયો છે. આ તકે સંસ્થાના પ્રિન્સીપાલ જે.આર.શાહ, પ્રિન્સીપાલ આર.એસ.ત્રિવેદી તેમજ ૨૭-ગુજરાત બટાલિયન એન.સી.સી. ના CO કર્નલ મનીષ દેવરેએ કેડેટ્સને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી છે.




સવારે એક્ટીવીટી.. સાંજે ગ્રેવીટી
જામનગરથી પ્રસિધ્ધ થતું સાંધ્ય દૈનિક ન્યુઝ પેપર
"ગ્રેવીટી ન્યૂઝ" ના સૌથી ઝડપી અને સચોટ સમાચાર મેળવવા વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા નીચેની લિન્ક પર તુરંત ક્લિક કરો
https://chat.whatsapp.com/FA77IOlQJy324xi61pykEq
_________________________
"ગ્રેવીટી ન્યુઝ લાઈવ" facebook(ફેસબુક) 
એકાઉન્ટ ને ફોલો કરો નીચે આપેલી લીંક માં ક્લિક કરી ને
https://www.facebook.com/grevitynewslive?mibextid=ZbWKwL
_________________________
"ગ્રેવીટી ન્યુઝ લાઈવ" 
twitter (ટ્વિટર) 
એકાઉન્ટ ને ફોલો કરો નીચે આપેલી લીંક માં ક્લિક કરી ને
https://x.com/GravityNewslive?t=LYJ26e9WWZydvEZKXTFHYg&s=09
_________________________
"ગ્રેવીટી ન્યૂઝ લાઈવ" 
instagram(ઈન્સ્ટાગ્રામ)
એકાઉન્ટ ને ફોલો કરો નીચે આપેલી લીંક માં ક્લિક કરી ને
https://www.instagram.com/gravity_news_live?igsh=MW1obTFvbXRraGVpNQ==
________________________
"ગ્રેવીટી ન્યૂઝ લાઈવ"
Telegram(ટેલિગ્રામ)
એકાઉન્ટ ને ફોલો કરો નીચે આપેલી લીંક માં ક્લિક કરી ને
https://t.me/+SQ88xjFzELozNmU1



મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...