Thursday, January 18, 2024

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખીમરાણા ગામે નવનિર્મિત મેજરબ્રિજનું લોકાર્પણ કરાયુ


રૂપારેલ નદી ઉપર રૂ.૩ કરોડ ૩૦લાખના ખર્ચે બ્રિજ નિર્માણ પામતા ગ્રામજનોની સુવિધામાં ઉમેરો થયો


ખેડૂતોને મદદરૂપ થવા સરકાર મક્કમતાથી કામગીરી કરી રહી છે : મંત્રી



રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ખીમરાણા ગામે રૂપારેલ નદી ઉપર નવનિર્મિત મેજરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ.૩ કરોડ ૩૦ લાખના ખર્ચે ૧૨ મીટરના ૭ ગાળાનો મેજરબ્રીજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે. 

આ તકે કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને મદદરૂપ થવા માટે સરકાર મક્કમતાથી કામગીરી કરી રહી છે. ચોમાસાના સમય દરમિયાન નદીનું પાણી ગામમાં આવી જતા ગ્રામજનોને મુશ્કેલીઓ થતી હતી તેનો અંત આવ્યો છે. ગામડાના લોકોની સુવિધાઓમાં વધારો કરવા સરકાર અવિરત કામગીરી કરી રહી છે. સરકારની ખેડૂતો માટે અતિ મહત્વની એવી સૌની યોજના થકી ખીમરાણા સહિત સૌરાષ્ટ્રના ડેમોમાં નર્મદા નદીનું પાણી ઠાલવવામાં આવે છે જેના થકી ખેડૂતભાઈઓ બે સિઝનનો લાભ લઇ શકે છે અને તેમની આવકમાં વધારો થતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. ખિમરાણા ગામે મેજર બ્રિજ નિર્માણ પામતાં આજુબાજુના લોકોને પણ પુરતા પ્રમાણમાં લાભ મળી રહે છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરચર, બાંધકામ સમિતિના ચેરમેન  પ્રવિણાબેન, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, જિલ્લા પંચાયતના સભ્ય નંદલાલભાઈ, તાલુકા પંચાયતના સભ્ય કાંતિભાઈ, અગ્રણીઓ તેમજ ગ્રામજનો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.



No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...