Saturday, February 10, 2024

રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને વર્ષ ૨૦૨૪-૨૫ની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ


બેઠકમાં કુલ રૂ.૮૮૮.૯૪ લાખના ૨૯૯ કામોને મંજૂર કરવામાં આવ્યા

જામનગર તા.૧૦ ફેબ્રુઆરી, રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને વર્ષ ૨૦૨૪-૨૫ની જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રભારીમંત્રી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે જામનગર જિલ્લાના ૬ તાલુકાઓ જામનગર, કાલાવડ,ધ્રોલ,જોડિયા,લાલપુર તથા જામજોધપુર અને ધ્રોલ,સિક્કા, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાના વિકાસકામો માટે વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ રૂ.૭૬૩.૩૪લાખના કુલ ૨૪૫ કામો તથા અનુસૂચિત જોગવાઈના રૂ.૯૮.૧૦લાખના ૪૫ કામો અને ૫%પ્રોત્સાહક જોગવાઈના રૂ.૨૭.૫૦લાખના ૯ કામો મળી કુલ રૂ.૮૮૮.૯૪લાખના ૨૯૯ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.


આ બેઠકમાં મંત્રીએ તમામ કામો વહેલી તકે પૂરા કરવા તેમજ ગુણવત્તાયુક્ત કામો કરી અગત્યતા ધરાવતા કામો ઝડપથી પૂરા કરવા સૂચનો કર્યા હતા. 







આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર,  મેયર વિનોદભાઈ ખિમસુરીયા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા,  કલેક્ટર બી.કે.પંડ્યા, કમિશ્નર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત નિયામક  એ.વી.ચાંપાનેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, જિલ્લા આયોજન અધિકારી પટ્ટણી, તાલુકા પંચાયતના પ્રમુખઓ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...