વડાપ્રધાને દ્વારકાધીશજીને શિશ ઝુકાવ્યું ચરણ પાદુકા પુજન કર્યુ
શારદાપીઠ ખાતે શંક્રાચાર્યના આશિદવર્ચન લિધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કુબા ડ્રાઇવ મારફતે દરિયામાં અંદર ડૂબકી લગાવી પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો નિહાળ્યા હતા
દ્વારકાના પ્રવાસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ સુદર્શન સેતુ નું લોકાર્પણ તેમજ જાહેર સભા સંબોધી હતી
ઓખા બેટદ્વારકા વચ્ચે બનાવેલ સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કર્યું
દ્વારકા જિલ્લાના પ્રવાસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારના 7:30 વાગ્યે બેટ દ્વારકા હેલીપેડ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ સૌપ્રથમ બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરી પૂજા અર્ચના કરી ત્યારબાદ સુદર્શન સેતુ નું લોકાર્પણ કર્યું હતું અંદાજિત 978 કરોડના ખર્ચે બનેલા સુદર્શન સેતુ ના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા
બેટ દ્વારકામાં સુદર્શન સેતુ ના લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે દ્વારકા હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓ રોડ શો મારફતે દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા રોડ શોમાં વિવિધ નૃત્યો દ્વારા નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ શો દરમિયાન લોકો પણ નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા રોડ શો બાદ નરેન્દ્ર મોદી દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા જ્યાં તેઓએ દ્વારકાધીશના દર્શન કરી પૂજા અર્ચના વિધિ કરી હતી. ત્યારબાદ તેઓએ જગતગુરુ શંકરાચાર્ય ની મુલાકાત લઈ તેમના પણ આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોમતીઘાટે પહોંચી અને સુદામા સેતુ ઉપરથી સામે કાંઠે પંચકુઇઈ વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ નેવીની ટીમો સાથે દ્વારકાના દરિયામાં ડૂબેલી સોનાની પોરાણીક દ્વારકા નગરી ના સ્કુબા મારફતે અવશેષો નિહાળ્યા હતા. આશરે 30 મિનિટથી વધુ સમય સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કુબા ડ્રાઇવ મારફતે દરિયામાં અંદર ડૂબકી લગાવી પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો નિહાળ્યા હતા. દરિયામાં ચુસ્ત બંદોબસ્ત સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કુબા ડ્રાઈવ કર્યા બાદ દ્વારકા ના એનડીએચ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં આશરે 20,000 થી વધુ ની જનમેદની ઉપસ્થિત હોય જાહેર સભાને નરેન્દ્ર મોદીએ સંબોધી હતી. આ જાહેર સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહ મંત્રી કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય માણેક સહિતના નેતાઓ હાજર રહ્યા હતા દ્વારકા પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્મા બાજુ સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા સોનાનો મુગટ પહેરાવી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાયું હતું સાથે 90 કિલો ચાંદી પણ શ્રીરામ મંદિરમાં અર્પણ કરાઈ હતી. તો બાબુભાઈ દેસાઈ એ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુગટ પહેરાવી અને તેમનું વિશેષણ સન્માન કર્યું હતું. સાંસદ પૂનમબેન માડમ તેમજ મૂળુભાઈ બેરાય પણ સ્મૃતિ ચિન્હો આપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. વિશાળ જન્મે નિધિને સંબોધતા નરેન્દ્ર મોદીએ દ્વારકામાં યોજાયેલા આહીરાણીઓના મહારાષ્ટ્રને પણ યાદ કરી અને આહીરાણીઓને નતમસ્તક વંદન કર્યા હતા દ્વારકામાં જાહેર સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ રીમોટ દ્વારા ₹4,100 કરોડના વિકાસ કામોના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા હતા(તસ્વીર ધવલ જટણીયા દ્વારકા)
No comments:
Post a Comment