Saturday, March 15, 2025

જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ


જન પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવા કલેકટરશ્રીનું લગત વિભાગોને સૂચન


જામનગર તા.૧૫ માર્ચ, જામનગર જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલ લોક પ્રશ્નો અને રજૂઆતો અંગે સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા લગત અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સૂચના અપાઈ હતી.



આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફીસ, શિક્ષણ વિભાગ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સિંચાઈ વિભાગ(પંચાયત),પી.જી.વી.સી.એલ., ડી.આઈ.એલ.આરને લગત પ્રશ્નો અંગેની ધારાસભ્યશ્રીની રજુઆતો અંગે હકારાત્મક દિશામાં ઉકેલ લાવી લોકોની માંગણીઓનો સંતોષકારક ઉકેલ આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે અને કુદરતી પાણીના નિકાલના માર્ગમાં આવતા સ્પોટ શોધી કાઢવા બાબતે તેમજ જીલ્લાના તમામ વિભાગોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર યોજનાકીય કામગીરીનો વ્યાપ વધારવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. 



આ બેઠકમાં જીલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું, ડી.સી.એફ.શ્રી ડો.સુનીલ દેરવાલ(આઈ.એફ.એસ.), અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન.ખેર, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ડી.એન.ઝાલા, પ્રાંત અધિકારીશ્રીઓ, લગત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. 

No comments:

Post a Comment

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...