Friday, May 3, 2024

જિલ્લાના મતદારો મહત્તમ મતદાન કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા "બોલો ભાઈ ચુંટણી આવી.."વીડિયો ફિલ્મ તૈયાર કરી મતદાનની અપીલ કરાઈ

મતદારોને અચૂક મતદાન કરવા જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વગેરે દ્વારા કરાયો અનુરોધ 

જામનગર તા.03, જિલ્લા ચૂંટણી તંત્ર, જામનગર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી.કે.પંડ્યાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.ત્યારે જામનગરના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓએ"બોલો ભાઈ ચુંટણી આવી.." વીડિયો ફિલ્મ અને મતદાન જાગૃતિ સાથેની સ્લોગન વીડિયો ક્લિપ તૈયાર કરી નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે માટેની પ્રેરણા આપી હતી.

વિડીયોમાં કલેક્ટર બી.કે.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ કરી છે.આ બન્ને વીડિયોના કાવ્ય અને સ્લોગન જિલ્લા પંચાયત, જામનગરમાં નાયબ ચીટનીશ  સેજપાલ શ્રીરામ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.અને આ વીડિયોના માધ્યમથી જામનગરવાસીઓને ૦૭-મે-૨૦૨૪ મંગળવારે અચૂક મતદાન કરવા અપીલ કરાઈ છે.


Thursday, April 25, 2024

અપહરણ (IPC- 363) ક્રૂરહત્યા (IPC-302) ના ગુન્હા મા સંડોવાયેલ આરોપી ના જામીન રદ કરતી:સેશન્સ કોર્ટે

તા:30/11/2023 ના રોજ જામનગર ગુલાબનગર સામે મોહનનગર પાસે ના આવાસ મા રહેતા એક તરુણ ના અપહરણ ની  તેના માતા દ્વારા જામ. સિટી. A ડીવી મા IPC કલમ 363 મુજબ ફરિયાદ નોંધાવેલ હતી. બાદ પોલીસ તપાસ મા તરુણ ને 2 આરોપીઓ દ્વારા ભેગા મળી કાવતરું રચી અપહરણ કરી સુવરડા ગામ ની સીમ મા લઇ જઇ જેરી દવા નું ઈન્જેકશન આપી હાથ મા ગ્લોવસ પેરી તેમજ અન્ય આરોપી સાળી વડે ગળાટૂપો આપી લાશ ને સળગાવી નિર્દય રીતે મૃત્યુ નિપજાવેલ હોવાનું તપાસ મા ખુલતા આરોપીઓ ની ધડપકડ કરી IPC કલમ 302,364,201,120(B),114 નો ઉમેરો કરી આરોપીઓ ના રિમાન્ડ પૂરા થતા જેલ હવાલે કરેલ બાદ નામદાર કોર્ટ મા ચાર્જશીટ રજૂ થયે આરોપી ના વકીલ દ્વારા મા આવેલ જામીન અરજી ચાલી જતા બને પક્ષ ના વકીલો ની ભારપૂર્વક રજૂઆતો સંભાળ્યા બાદ સરકારી વકિલ , તપાસનીશ અધિકારી ચાવડા દ્વારા કરવામાં આવેલ સોગંદનામુ તેમજ મૂળફરિયાદી તરફે રોકાયેલ વકીલ દ્વારા કરવામાં આવેલ લેખિત વાંધા અરજી, કાયદાકીય દલીલો અને તેના સમર્થન મા રજૂ કરવામાં આવેલ સર્વોચ્ય અદાલત ના ચુકાદા ધ્યાને લઇ આરોપી ખુશાલ ઉર્ફે ટાઈગર મનીષભાઈ બારડ ના જામીન રદ કરવા હુકમ ફરમાવેલ છે.આ કામ એ મૂળ ફરિયાદી તરફે SSV UNITY LAW FIRM ના વકીલ શિવરાજસિંહ બી. રાઠોર, સનીલ એસ. ખાંભલા , વિશાલ એસ. ખીમાણીયા રોકાયેલ હતા.

Saturday, March 16, 2024

લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે, ચૂંટણી પંચે તારીખની કરી જાહેરાત

  

ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યો આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર બપોરે 3 વાગ્યે એક પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.

10.5 લાખ પોલિંગ સ્ટેશન, 55 લાખ ઈવીએમ મશીન, કુલ 96.8 કરોડ મતદારો

  • 49.7 કરોડ પુરુષ મતદારો
  • 47.1 કરોડ મહિલા મતદારો
  • કુલ 96.8 કરોડ મતદારો
  • 1.8 કરોડ મતદારો પહેલીવાર મતદાન કરસે
  • 20-29 વર્ષના કુલ 19.47 કરોડ મતદારો
  • 48000 ટ્રાન્સજેન્ડર
  • 82 લાખ મતદારો 85 વર્ષથી વધુ ઉંમરના
  • 97 કરોડ વોટર દેશની નવી સરકાર બનાવશે
  • 10.5 લાખ પોલિંગ સ્ટેશન બનશે
  • 1.5 કરોડ કર્મચારીઓ ચુંટણી પ્રક્રિયામા જોડાશે
  • 55 લાખ ઈવીએમ મશીન ઉપયોગ થશે


          19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થશે

પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.

         26 એપ્રિલે બીજા તબક્કામાં  89 બેઠકો પર મતદાન થશે

બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે. 

         7 મેના રોજ ત્રીજા તબક્કામાં  94 બેઠકો પર મતદાન થશે

  • ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.

     13 મેના રોજ ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન થશે

    ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.

     20 મેના રોજ મતદાનના પાંચમા તબક્કામાં 49 બેઠકો પર મતદાન થશે

    પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.

     25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં 57 સીટો પર ચૂંટણી યોજાશે

    છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.

    1 જૂને સાતમા તબક્કામાં 57 સીટો પર થશે મતદાન

    સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.

  • 20 મેના રોજ મતદાનના પાંચમા તબક્કામાં 49 બેઠકો પર મતદાન થશે

    પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.

  • 04 જુનના રોજ થશે મતગણતરી

    7 મે 2024એ ગુજરાતમાં મતદાન, 4 જૂને આવશે પરિણામ

    લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે, બીજા તબક્કાનું 26 એપ્રિલે, ત્રીજા તબક્કાનું 7 મેના રોજ, ચોથા તબક્કાનું 13 મેના રોજ, પાંચમાં તબક્કાનું 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું 25 મેના રોજ અને 01 જુને સાતમા તબક્કાનું મતદાન થશે. મતગણતરી 04 જૂને થશે.

  • અરુણાચલમાં 19 એપ્રિલે ચૂંટણી, 4 જૂને પરિણામ આવશે

    અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીના પરિણામો 4 જૂન, 2024ના રોજ આવશે.

  • લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલથી શરૂ થશે, 4 જૂને પરિણામ આવશે

    લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.

  • લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે


  • 26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે

    વિધાનસભાની 26 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, હિમાચલ, રાજસ્થાન, તમિલનાડુમાં પેટાચૂંટણી યોજાવાની છે. તમામ 26 વિધાનસભાઓ પર પેટાચૂંટણી યોજાશે.

  • ચૂંટણીમાં હિંસા કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણીમાં રક્તપાત અને હિંસા નું કોઈ સ્થાન નથી. અમને જ્યાં પણ હિંસા અંગે માહિતી મળશે અમે તેમની સામે કાર્યવાહી કરીશું.

    મતદારોને પણ કરી અપીલ

  • મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પણ આ દરમિયાન મતદારોને અપીલ કરી હતી. તેમજ ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય તે જોવા જણાવ્યું હતું.

  • જાતિ અને ધર્મ પર કોઈ પ્રચાર ન થવો જોઈએ

    ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન જાતિ-ધર્મ આધારિત અપીલ કરવામાં ન આવે. આ સિવાય પ્રચારમાં પણ બાળકોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. પ્રચારમાં અંગત હુમલા ન કરવા.

  • મુખ્ય ચૂંટણી કમિશનરે સંભળાવી શાયરી
  • ફેક ન્યૂઝ અને ખોટી માહિતી વિશે લોકોને જાગૃત કરતી વખતે મુખ્ય ચૂંટણી કમિશનરે શાયરીની લાઈન પણ સંભળાવી. તેમણે કહ્યું કે, ‘જુઠ કે બાજાર મેં રોનક બહોત હૈ.’ તેથી, કોઈપણ ખોટી માહિતી શેર કરતાં પહેલા તપાસો.

  • નવી વેબસાઈટ આવશે

    મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણી પંચ ટૂંક સમયમાં નવી વેબસાઈટ શરૂ કરવા જઈ રહ્યું છે. આમાં આપણને મિથ વિરુદ્ધ વાસ્તવિકતા વિશે જણાવવામાં આવશે. આમાં જણાવવામાં આવશે કે મિથ શું છે અને તેનું સત્ય શું છે.

  • CECએ કહ્યું- વૃદ્ધ મતદારોને વિશેષ સુવિધા મળશે

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, 85 વર્ષથી વધુ ઉંમરના તમામ મતદારો તેમના ઘરે જઈને મતદાન કરાવવામાં આવશે. આ વખતે, દેશમાં પ્રથમ વખત, આ સિસ્ટમ એકસાથે લાગુ કરવામાં આવશે કે અમે 85 વર્ષથી વધુ ઉંમરના અને 40% થી વધુ વિકલાંગતા ધરાવતા મતદારોને ફોર્મ મોકલીશું, જો તેઓ મતદાનનો આ વિકલ્પ પસંદ કરશે.

  • શંકાસ્પદ વ્યવહારો પર નજર રાખવામાં આવશે

    મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, તમામ પ્રકારના શંકાસ્પદ વ્યવહારો પર નજર રાખવામાં આવશે. સાડી, કુકર વગેરેનું વિતરણ કરનારાઓ પર નજર રહેશે. મની પાવરના દુરુપયોગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

  • CEC રાજીવ કુમારે કહ્યું- 'લોકસભાનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થશે'

    અમે દેશને સાચા અર્થમાં ઉત્સવપૂર્ણ, લોકશાહી વાતાવરણ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભાઓનો કાર્યકાળ પણ જૂન 2024માં પૂરો થવા જઈ રહ્યો છે.

  • સ્વયંસેવક અને કરાર આધારિત સ્ટાફનો ઉપયોગ નહીં

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે રાજ્યોમાં તૈનાત સ્વયંસેવક અને કરાર આધારિત કર્મચારીઓનો ચૂંટણી દરમિયાન ઉપયોગ કરવામાં આવશે નહીં.

  • પૈસાની વહેંચણી પર કડક કાર્યવાહી

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, જો પૈસાની વહેંચણીનો મામલો છે તો ફોટો લો અને અમને મોકલો. અમે તમારું સ્થાન શોધીશું અને કાર્યવાહીની ખાતરી આપશું.

  • તમામ માહિતી મોબાઈલ પરથી મળશે

    કોઈપણ મતદાર EPIC નંબર દ્વારા મોબાઈલ પરથી પોતાનું મતદાર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ સિવાય બૂથ નંબર અને ઉમેદવારની માહિતી પણ ઉપલબ્ધ થશે.

  • પર્યાવરણની પણ લેવામાં આવશે કાળજી

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આગળ કહ્યું કે, ચૂંટણી દરમિયાન વાતાવરણનું પણ ધ્યાન રાખવામાં આવશે. બૂથની બહાર વેસ્ટ મેનેજમેન્ટ સારી રીતે રહેવું જોઈએ. કાગળનો ઉપયોગ ન્યૂનતમ રહેશે.

  • બૂથ પર જરૂરી સુવિધાઓ રહેશે ઉપલબ્ધ

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, દરેક બૂથ પર મતદારો માટે જરૂરી સુવિધાઓ હશે. જ્યાં પીવાનું પાણી, સ્ત્રી-પુરુષ માટે અલગ-અલગ શૌચાલય, રેમ્પ, વ્હીલચેર વગેરે ઉપલબ્ધ રહેશે.

  • યુવાનો પર રહેશે ફોકસ

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વધુમાં કહ્યું કે, અમને આશા છે કે યુવાનો અને પ્રભાવકો મોટી સંખ્યામાં મતદાન કરવા આવશે અને તેમના મિત્રોને પણ સાથે લાવશે.

  • 55 લાખ ઈવીએમથી યોજાશે ચૂંટણી

    મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર ચૂંટણી દરમિયાન 55 લાખ EVMનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે 10.5 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.

  • લોકસભાની ચૂંટણીમાં 1.82 કરોડ મતદારો પ્રથમ વખત કરશે મતદાન

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, "...આ દેશમાં કુલ મતદારો 96.8 કરોડ છે. જેમાંથી 49.7 કરોડ પુરૂષો અને 47 કરોડ મહિલાઓ છે... આ ચૂંટણીઓમાં 1.82 કરોડ પ્રથમ વખત મતદાતા છે..."

  • તમામ રાજ્યોની મુલાકાત લીધી અને સમીક્ષા કરી : CEC

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી યોજવી પડકારજનક છે, પરંતુ અમે તૈયાર છીએ. અમે તમામ રાજ્યોની મુલાકાત લીધી છે અને સમીક્ષા કરી છે.

  • CEC રાજીવ કુમારે કહ્યું- '2 વર્ષથી ચૂંટણીની તૈયારીઓ'

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. તેમણે કહ્યું કે, તેમણે બે વર્ષથી ચૂંટણીની તૈયારી કરી છે.

  • આપણા ચૂંટણી પંચની પરંપરા

    આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, 97 કરોડ મતદારો છે, 10.5 લાખ મતદાન મથકો છે, 1.5 કરોડ ઓફિશરો તેમને નિયંત્રિત કરી રહ્યા છે. 17 સંસદની ચૂંટણીઓ યોજાઈ છે. આપણા ચૂંટણી પંચની આ પરંપરા રહી છે.

  • મુખ્ય ચૂંટણી કમિશનર આપી રહ્યા છે માહિતી

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા સંબોધન કરી રહ્યા છે. જેમાં તેઓ ચૂંટણી સંબંધિત ડેટા અને પ્રક્રિયા વિશે માહિતી આપી રહ્યા છે.

  • ચૂંટણી એ ગૌરવનો તહેવાર છે: CEC

    ભારતની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર છે. ચૂંટણી પર્વ આપણા માટે ગૌરવની વાત છે.

  • દેશમાં 97 કરોડ મતદારો

    2024ની ચૂંટણી માટે દેશમાં 96.8 કરોડ મતદારો છે, જેમાંથી પુરૂષ મતદારોની સંખ્યા 49.7 કરોડ છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 47.1 કરોડથી વધુ છે.

Friday, March 1, 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કરાયું.


રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે જામનગર જિલ્લાને વિવિધ વિકાસકાર્યોની ભેટ મળવા જઇ રહી છે. ત્યારે એરપોર્ટ પર તેમનું આગમન થતાં મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ચીફ સેક્રેટરી રાજકુમારનું પણ આગમન થયું હતું. 











તેમના સ્વાગતમાં સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા,
ધારાસભ્ય રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કલેકટર બી. કે. પંડયા, રેન્જ આઈજી  અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અગ્રણીઓ વિમલભાઈ કગથરા,રમેશભાઇ મુંગરા, અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 


Tuesday, February 27, 2024

ઘેર થી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી


જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરાઁ અથઁમા  આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે  જેમાં , 108 સેવા દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી  જણાવેલ  કે આશરે 16 વર્ષની કિશોરી બેભાન અવસ્થામાં બેડી બંદર રોડ પર પડેલ હોય અને ત્યાંથી હોસ્પિટલ લાવેલ હોય પરંતુ કિશોરી ભાનમાં આવવા છતાં કશું બોલતી નથી ગભરાયેલ હોય તેથી કોઈ નામ સરનામું જણાવતા ન હોય તેથી કાઉન્સેલિંગ માટે મદદની જરૂર છે

               તુરંત જામનગર  અભયમ ની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી પોલીસ એ એશ આઇ તારાબેન ચૌહાણ પાયલોટ મહાવીર સિંહ વાઢેર સ્થળ પર પહાેચી  કિશોરીને  આશ્વાશન  આપવામા આવેલ અને તેમનનો વિશ્વાસ જીતી કુશળ કાઉન્સેલિંગ કરી  કિશોરીનું નામ સરનામું જાણવાની કોશિશ કરેલ પીડિતા દ્વારા ખાલી નામ જણાવેલ ને તેઓ પાંચ વાગ્યા ના ઘરેથી નીકળી ગયેલ હોય એટલું જ જણાવેલ કિશોરીને માથામાં વાગેલ હોય તેમ જ અમુક રિપોર્ટ બાકી હોય તેથી યોગ્ય સારવાર અપાવેલ તેમજ રિપોર્ટ કરાવડાવેલ ને યોગ્ય પરામર્શ કરતા જણાવેલ તેમને બે વર્ષથી ભૂત પ્રેત વળગાળ હોવાથી તેઓ અમુક ટાઈમ શું કરે છે ક્યાં જાય છે તેની યાદ હોતું નથી આજે અચાનક ઘરેથી નીકળી ગયેલ હોય તેથી કશું યાદ નથી એટલામાં હોસ્પિટલ માં કોઈ મહિલા મળેલા જે પીડીતા ને ઓળખતા હોય તેમના દ્વારા કિશોરીના પિતા નો નંબર નામ મેળવેલ ફોન દ્વારા પીડતા વિશે પિતાને જાણ કરેલ તેથી કિશોરી ના પિતાએ જણાવ્યા સ્થળ પર પહોંચી પિતા સાથે વાત કરતા જાણવા મળેલ કે પાંચ વાગ્યા ના કિશોરી ઘરેથી નીકળી ગયેલ હોય ત્યારના  બધી જગ્યા પર શોધખોળ કરેલ છે પીડિતાને ભૂત પ્રેત વળગાળ હોવાથી અમુક ટાઈમે તે શરીરમાં આવી જતા તેઓ બેભાન થઈ જાય છે તેમજ તેમને કશું યાદ હોતું નથી તેથી તેઓ ભુવા માતાજી પાસે લઈ જાય છે પરંતુ હજુ સુધી સારું થયેલ નથી પૂરી વાત સાંભળી યોગ્ય કાઉન્સેલિંગ કરેલ ને ભૂત પ્રેત વળગાળ વિશે અંધશ્રદ્ધામાંથી બહાર આવી યોગ્ય હોસ્પિટલ માં સારવાર લેવા તેમ જ રિપોર્ટ કરાવવા સમજાવેલ ને હવે પછી આમ કિશોરીને એકલા જવાના દેવા જણાવેલ પીડિતાને પણ પોતાનું ધ્યાન રાખવા ને એકલા બહાર ન જવા જણાવેલ તેથી પિતાએ જણાવેલ તેવો હવે પછી સારા હોસ્પિટલમાં સારવાર કરાવડાવશે તેમજ પીડિતાનું વધુ સાર સંભાળ રાખશે

    આમ 181 અભયમ ટીમ દ્વારા 16 વર્ષની કિશોરીનું પરિવાર સાથે  મિલન કરાવેલ અને પરિવાર દ્વારા 181 અભયમ  ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ.

Sunday, February 25, 2024

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જામનગર દ્વારા યોજાયો બાલ હનુમંત શક્તિ સંગમ


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જામનગર દ્વારા વર્ષ 2024 દરમ્યાન જાન્યુઆરી માસમાં હિન્દુ શક્તિ સંગમ યોજાયું હતું જેમાં શહેરના વ્યવસાયી અને મહાવિદ્યાલયના સ્વયંસેવકોએ ભાગ લીધેલ હતો તેના અનુસંધાને તારીખ 24-02-2024 , શનિવાર ના રોજ જામનગરના બાલ વિદ્યાર્થી સ્વયંસેવકો માટે કે જેઓ ધોરણ 10 સુધીનો અભ્યાસ કરતા હોય તેમના માટે બાલ હનુમંત શક્તિ સંગમ પૂ. પા. ગો. શ્રી વ્રજભૂષણલલાજી મહારાજ શ્રી વિદ્યાલય, રણજીતસાગર રોડ, જામનગર ખાતે યોજાયો.


આ સંગમને સફળ બનાવવા માટે 40 થી 50 જેટલા કાર્યકર્તાઓની ટોળી કામે લાગેલા હતી અને શહેરના અનેક વિસ્તારોમાં વિદ્યાલયો અને બાલ કાર્યકર્તાઓ નો સંપર્ક અને 400 જેટલું રજીસ્ટ્રેશન કરેલ હતું. 275 જેટલા બાલ સ્વયંસેવકો એ સ્વ ખર્ચે સંઘ નો ગણવેશ બનાવી કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો. 


શક્તિ સંગમમાં શ્રી ચંદ્રકાન્ત ભાઈ ઘેટીયા - સહ પ્રાંત બૌદ્ધિક પ્રમુખ દ્વારા વીર હનુમંતના ગુણો બલ, બુદ્ધિ, ધીરજ , ચતુરાઈ જેવા ગુણો નું વર્ણન કરતા પ્રસંગો, ગુરુ ગોવિંદસિંહના પુત્રો ના રાષ્ટ્ર અને સ્વધર્મ માટેના બલિદાન અને ડો. હેડગેવાર જી ના વંદે માતરમ્ ને રાષ્ટ્રીય આંદોલન ને પોતાના નીલ સિટી શાળા માં લઘુ સ્વરૂપ દર્શાવતું અને અંગ્રજો ને હલાવી નાખતા પ્રસંગો ના વર્ણન દ્વારા બાળ સ્વયંસેવકોને બાળ સહજ ગુણો રાષ્ટ્ર કાર્ય માટે પ્રેરણા આપતું માર્ગદર્શન આપેલ.


વિદ્યાર્થીઓ દ્વારા શાળા પાછળ ના વિસ્તારમાં આવેલા મોટા મેદાન માં સમૂહમાં અનેક પ્રકારની રમતો રમી ને અનેક પ્રકારની નવી મેદાની રમતો જાણવા અને માણવા નો લાભ લીધેલ. 

ગણવેશમાં સજ્જ સ્વયંસેવકો એ શિસ્ત બધ્ધ રીતે જાહેર માર્ગો પર ઘોષ વાદન સાથે પથ સંચલનમાં ભાગ લીધેલ હતો.

આગામી સમયમાં જ્યારે સંઘ ને 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા હોય ત્યારે ભારતનું ભવિષ્ય એવા બાળ સ્વયંસેવકો પોત પોતાના વિસ્તારમાં શાખા માં જોડાઈ રાષ્ટ્ર કાર્ય અને સમાજ કાર્ય માટે બાળ કદમ ઉઠાવે એવી પ્રેરણા લે તે માટે શિવાજી મહારાજ, ડો હેડગેવાર જેવા આદર્શ વ્યક્તિ નું વાંચન સાહિત્ય ભેટ રૂપે સમાપન સમયે દરેક સ્વયંસેવકો ને આપવામાં આવ્યું.



વડાપ્રધાને દ્વારકાધીશજીને શિશ ઝુકાવ્યું ચરણ પાદુકા પુજન કર્યુ

શારદાપીઠ ખાતે શંક્રાચાર્યના આશિદવર્ચન લિધા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કુબા ડ્રાઇવ મારફતે દરિયામાં અંદર ડૂબકી લગાવી પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો નિહાળ્યા હતા


દ્વારકાના પ્રવાસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ સુદર્શન સેતુ નું લોકાર્પણ તેમજ જાહેર સભા સંબોધી હતી


ઓખા બેટદ્વારકા વચ્ચે બનાવેલ સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કર્યું 




દ્વારકા જિલ્લાના પ્રવાસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારના 7:30 વાગ્યે બેટ દ્વારકા હેલીપેડ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ સૌપ્રથમ બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરી પૂજા અર્ચના કરી ત્યારબાદ સુદર્શન સેતુ નું લોકાર્પણ કર્યું હતું અંદાજિત 978 કરોડના ખર્ચે બનેલા સુદર્શન સેતુ ના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા


બેટ દ્વારકામાં સુદર્શન સેતુ ના લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે દ્વારકા હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓ રોડ શો મારફતે દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા રોડ શોમાં વિવિધ નૃત્યો દ્વારા નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ શો દરમિયાન લોકો પણ નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા રોડ શો બાદ નરેન્દ્ર મોદી દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા જ્યાં તેઓએ દ્વારકાધીશના દર્શન કરી પૂજા અર્ચના વિધિ કરી હતી. ત્યારબાદ તેઓએ જગતગુરુ શંકરાચાર્ય ની મુલાકાત લઈ તેમના પણ આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોમતીઘાટે પહોંચી અને સુદામા સેતુ ઉપરથી સામે કાંઠે પંચકુઇઈ વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ નેવીની ટીમો સાથે દ્વારકાના દરિયામાં ડૂબેલી સોનાની પોરાણીક દ્વારકા નગરી ના સ્કુબા મારફતે અવશેષો નિહાળ્યા હતા. આશરે 30 મિનિટથી વધુ સમય સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કુબા ડ્રાઇવ મારફતે દરિયામાં અંદર ડૂબકી લગાવી પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો નિહાળ્યા હતા. દરિયામાં ચુસ્ત બંદોબસ્ત સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કુબા ડ્રાઈવ કર્યા બાદ દ્વારકા ના એનડીએચ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં આશરે 20,000 થી વધુ ની જનમેદની ઉપસ્થિત હોય જાહેર સભાને નરેન્દ્ર મોદીએ સંબોધી હતી. આ જાહેર સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહ મંત્રી કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય માણેક સહિતના નેતાઓ હાજર રહ્યા હતા દ્વારકા પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્મા બાજુ સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા સોનાનો મુગટ પહેરાવી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાયું હતું સાથે 90 કિલો ચાંદી પણ શ્રીરામ મંદિરમાં અર્પણ કરાઈ હતી. તો બાબુભાઈ દેસાઈ એ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુગટ પહેરાવી અને તેમનું વિશેષણ સન્માન કર્યું હતું. સાંસદ પૂનમબેન માડમ તેમજ મૂળુભાઈ બેરાય પણ સ્મૃતિ ચિન્હો આપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. વિશાળ જન્મે નિધિને સંબોધતા નરેન્દ્ર મોદીએ દ્વારકામાં યોજાયેલા આહીરાણીઓના મહારાષ્ટ્રને પણ યાદ કરી અને આહીરાણીઓને નતમસ્તક વંદન કર્યા હતા દ્વારકામાં જાહેર સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ રીમોટ દ્વારા ₹4,100 કરોડના વિકાસ કામોના શિલાન્યાસ  અને લોકાર્પણ કર્યા હતા(તસ્વીર ધવલ જટણીયા દ્વારકા)


એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...