23 જૂનથી શરુ થશે પવિત્ર અમરનાથ યાત્રા પહેલી એપ્રિલથી રજિસ્ટ્રેશન શરુ થશે અમરનાથ યાત્રા 42 દિવસ સુધી ચાલશે
અમરનાથ યાત્રાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. જે મુજબ યાત્રાની શરુઆત 23 જૂનથી થશે અને ત્રણ ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. આ પવિત્ર યાત્રા 42 દિવસ સુધી ચાલશે.
ગત અમરનાથ યાત્રા 46 દિવસ સુધી ચાલી હતી. આ દરમિયાન મહત્વનો મુદ્દો એ છે કે જમ્મુ-કાશ્મીરનો ખાસ દરજ્જો હટાવી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા પછી આ પહેલી અમરનાથ યાત્રા છે. આ પહેલા કાશ્મીર મુદ્દે સમસ્યા વધતા કેટલાક સમય માટે યાત્રા પર અસર પડી હતી. શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઇને જાગરુકતા કાર્યક્રમ પણ લોન્ચ કરવામાં આવશે.
આગામી અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન પહેલી એપ્રિલથી શરુ કરવામાં આવશે. બોર્ડે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો ક્વોટા વધારવાનો નિર્ણય પણ લીધો છે. આ પાયલટ પ્રોજેક્ટની શરુઆત 2019માં કરવામાં આવી હતી અને તેની સફળતાને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણય લીધો છે.
No comments:
Post a Comment