Saturday, February 15, 2020

ભારત કોરોના વાયરસ મુદ્દે ગંભીર, દરેક જગ્યાએ નજર રાખીને બેઠી છે સરકાર : હર્ષવર્ધન

ચીનમાં કોરોના વાયરસ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તેનાથી વિશ્વના અન્ય દેશો પણ પ્રભાવિત થયા છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું કે, ચીનના વુહાન શહેરથી આપણા 645 લોકોને બહાર નીકળ્યા છે. 11 ફેબ્રુઆરીના રિપોર્ટ અનુસાર તમામ 645 નાગરિકો કોરોના વાયરસની અસરથી મુક્ત હતા.
ભારતમાં હમણાં સુધી કોરોના વાયરસના ત્રણ કેસની પુષ્ટિ થઈ છે. આ ત્રણેય કેસ કેરળના છે અને તેમનો સંપર્ક વુહાન શહેર સાથે રહ્યો છે. તેમને અલગ રાખવામાં આવ્યા છે અને એ પૈકી એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. 1756 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, એ પૈકી ફક્ત ત્રણ કેસો પોઝિટીવ આવ્યા છે અને 26 નમૂનાના રિપોર્ટ આવવાના બાકી છે. 
આ સાથે કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, ભારતમાં વડાપ્રધાન સ્તર પર આ મામલે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન કાર્યાલયથી લઈને કેબિનેટ સચિવાલય પણ નજર રાખી રહ્યું છે. દેશના 21 એરપોર્ટ પર મુસાફરોની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારતે વુહાનથી માલદીવના 7 નાગરિકોને પણ બહાર કાઢ્યા છે.

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...