Friday, February 21, 2020

શિવરાજપુર બીચ પાસે તંત્ર દ્વારા સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું

ભૂમાંફિયાઓ એ કિંમતી જમીન પર ડોળો નાખ્યો દ્વારકા તાલુકામાં વિકાસ ચરમ સીમા પર છે ત્યારે હાલ દ્વારકા તાલુકામાં જમીનનો ભાવ આસમાને પહોંચતા હવે અનેક
મોટા માથા આ તકનો લાભ લેવા રઘુવાયા બન્યા છે




શિવરાજ પુર બિચની પાસેજ સરકારશ્રીની સર્વે નંબર ૫૧ની જગ્યામાં ભુંમાફિઓ દ્વારા દબાણ કરામાં આવ્યું હતું તે જગ્યાનું ડીમોલેશન કરી ત્યા જાહેર નોટીસનો બોર્ડ મુંકવામાં આવ્યો તેમા જણાવ્યુંકે આમાલીકન સરકારશ્રીની સર્વે નંબર ૫૧ ની   જગ્યા છે. આ જમીનની અંદર અનાધિક્રૂત પ્રવેશ કરનાર સામે  કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવાનો મામલતદાર ના હુંકમનો બોર્ડ મુંકી દેવામાં આવ્યો.આ 

આ સમગ્ર મામલે દ્વારકા મામલતદારે શું કહ્યું
દ્વારકા મામલતદાર વી એચ બારહટ ને શિવરાજપુર બિચ પર ભુંમાફિયાઓ દ્વારા દબાણ કરેલ હોય તે હટાવવા અંગે પુછતા તેઓ કહેલ કે આ મેટર કોર્ટ મેટર થૈઇ ગયેલ છે. આ અંગે હું કાઇ કહી ના શકું. તેવું જણાવ્યું છે.
દબાણ હટાવવામાં આવ્યું તે જગ્યાએ મામલતદાર શ્રીના હુકમનો બોર્ડ લગાવામાં આવ્યો.

દ્વારકા તાલુકામાં અતિ ચર્ચાસ્પદ બનેલ શિવરાજપુર બીચ પાસે  જમીન દબાણ મામલો હાલ વિવાદમાં આવ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકા મામલતદાર દ્વારા શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ પાસે દરિયા કિનારા પાસે આવેલી સર્વે નંબર 51 જમીન પર ગેરકાયદેસર દીવાલ બનાવી દીધેલ હોઈ આ મામલે દ્વારકા મામલતદાર દ્વારા આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું લાખો રૂપિયા ના ખર્ચે 6 એકર જમીન પર દીવાલ બનાવવામા આવેલ હોઈ આ જમીન પર દબાણ દૂર કરવાની મામલતદાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યાં બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યો હતો આ દબાણ દૂર કરવાની કામગિરી હાથ ધરાતા દ્વારકા શહેરના નામી ચેહરાઓ દ્વારા દોડધામ શરૂ કરવામાં આવી હતી આ સમગ્ર મામલામાં અનેક સવાલો ઉભા કરે છે આખરે દરિયા કિનારે સરકારી જમીનમાં દબાણ કેમ ઉભું કરવામાં આવ્યું ? દરિયા કિનારે ખાનગી સર્વે નંબર કઇ રીતે આવ્યો શુ સરકારી જમીન માં કોઈ ખાનગી સર્વે નંબર બેસાડવામાં આવ્યો છે કે કેમ તે અંગે પણ ઉચ્ચસ્તરીય તપાસ હવે જરૂરી બન્યું છે આખરે શિવરાજપુર બીચ જેવા લોકેશનમાં દબાણ કરનાર લોકો સામેં તંત્ર આકરા હાથે કામગીરી હાથ ધરશે કે પછી મામલો થાળે પડી જશે? દબાણ દૂર કરવાના મામલે એક વાત ચોક્કસ સાબિત થાય છે કે બ્લુ ફ્લેગ બીચ આવતા અનેક મોટા માથા આસપાસની જમીન પર પોતાની પક્કડ મજબૂત કરવા પ્રયાસ હાથ ધરી રહ્યા છે સરકારી તંત્ર દ્વારા શિવરાજપુર બીચ પાસેની દરિયા કિનારાની સરકારી જમીન કેટલી હતી અને આ સરકારી જમીન પાસે જો કોઈ ખાનગી સર્વે આવે છે તો તે જમીનના મૂળ સુધી તપાસ એટલે જરૂરી છે કે કોઈ મળતીયા અધિકારીઓ દ્વારા કોઈ નીતિ નિયમો નેવે મૂકી છટકબારી રાખી કોઈ સરકારી જમીનમાં તો ખાનગી સર્વે નંબર બેસાડી નથી દીધો ને ? આ પણ ખૂબ મહત્વનો અને તપાસ માંગી લે તેવો વિષય છે ત્યારે હાલ તો આ મામલો કોર્ટમાં ગયો હોવાનું રટણ મામલતદાર દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા ક્યાં દ્વારકા શહેરના પ્રતિષ્ઠીત વ્યક્તિઓ વિરુદ્ધ નોટિસ ફટકારી છે અને સામે એ તમામ દ્વારા કયા કારણોસર કોર્ટમાં આ મામલો લઈ જવામાં આવ્યો છે તે પણ જોવું રહ્યું અને સાથે સાથે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે  ત્યારે બીચ આસપાસ સરકારી જમીન પર આવા દબાણો કરતા લુખ્ખા તત્વો સામે પણ આકરા હાથે કામગીરી થાય તે પણ જરૂરી છે
                  




No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...