Saturday, February 22, 2020

તંદુરસ્ત રહેવું હોય તો ભોજન કરી લીધા બાદ ક્યારેય ના કરો આ ૬ મોટી ભુલો

ભોજન દરમિયાન અને ભોજન પછી તરત જ પાણી ન પીવું.


ગ્રેવીટી ન્યૂઝ સાંધ્ય દૈનિક.
ભોજન કરતાં સમયે આપણે ઘણી એવી ભૂલો કરીએ છીએ કે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. ડોકટરોના જણાવ્યા મુજબ ખોરાક હંમેશાં યોગ્ય સમયે ખાવો જોઈએ અને ક્યારેય તમારી ભૂખને ન મારવી જોઈએ. ખોરાક ખાધા પછી નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ભોજન દરમિયાન અને ભોજન પછી તરત જ પાણી ન પીવું. ખરેખર ઘણા લોકોને ખોરાક લેતી વખતે પાણી પીવાની ટેવ હોય છે. જ્યારે કેટલાક લોકો ભોજન કર્યા પછી જલ્દીથી પાણી પીવે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ડોકટરોના જણાવ્યા મુજબ કોઈએ ખોરાક લેતા સમયે અને તરત જ ખોરાક ખાધા પછી પાણી ન પીવું જોઈએ.  હંમેશાં ભોજન પછીના ઓછામાં ઓછા અડધા કલાક પછી પાણી પીવુ જોઈએ. એટલું જ નહીં, ઠંડુ પાણી ક્યારેય ન પીવું જોઈએ. ઠંડુ પાણી પીવાથી પાચન અવ્યવસ્થિત થાય છે. તેથી હંમેશાં ખાધા પછી નવશેકું પાણી પીવો.
ઘણા લોકોને ભોજન પછી ચા અથવા કોફી પીવાની ટેવ હોય છે. જેને યોગ્ય માનવામાં આવતું નથી. ડોકટરોના કહેવા પ્રમાણે ખાધા પછી તરત જ ચા અથવા કોફી પીવાથી ખોરાકમાં રહેલા આયર્નનો નાશ થાય છે અને શરીરને પ્રોટીન મળતું નથી.

બપોરનું ભોજન કર્યા પછી એકદમ થી ન સુવુ જોઈએ. હંમેશાં ખાધા પછી થોડો સમય ચાલો અને ઓછામાં ઓછા અડધો કલાક પછી સૂઈ જાઓ. ખોરાક લીધા પછી તરત જ ઊંઘ કરવાથી ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને પેટમાં દુખાવો થવાની શકયતા પણ વધી જાય છે. આટલું જ નહીં, ઘણા લોકોના પેટ પણ ફુલાય જાય છે. તેથી ખોરાક ખાધા પછી તરત જ સૂવું ન જોઈએ.

જમ્યા પછી જ્યુસ પીવુ એ યોગ્ય માનવામાં આવતું નથી અને આમ કરવાથી પાચનની પ્રક્રિયામાં અવરોધ આવે છે. તેથી જમ્યા પછી તરત જ જ્યુસનું સેવન ન કરવુ જોઈએ. જમી લીધા પછી ઓછામાં ઓછા બે કલાક પછી જ જ્યુસ પીવું હંમેશાં યોગ્ય માનવામાં આવે છે.
ઘણા લોકો જમ્યા પછી ધૂમ્રપાન કરે છે, જે તેમના સ્વાસ્થ્યને અસર કરે છે. જમ્યા પછી ક્યારેય ધૂમ્રપાન ન કરવું અથવા દારૂ પીવો નહીં.

જમતી વખતે ક્યારેય ઠંડી અને ગરમ વસ્તુઓ ન ખાશો. ઘણા લોકો દહીં ખાધા પછી ઉપરથી દૂધ પીવે છે, જેને યોગ્ય માનવામાં આવતું નથી. દહીં અને દૂધ એક સાથે પીવાથી પેટમાં દુખાવો થાય છે. તેવી જ રીતે, પનીર પર દહીં, દૂધ, ચા અથવા કોફી પીશો નહીં.
જમ્યા પછી લોકો તરત જ તેમની ખુરશી પર બેસી અને કામ કરવાનું શરૂ કરે છે.  ડોક્ટરના કહેવા મુજબ કોઈએ ભોજન કર્યા પછી તરત ખુરશી પર બેસવું ન જોઈએ.  હંમેશાં જમ્યા પછી ઓછામાં ઓછા ૧૦ મિનિટ ચાલો અને પછી જ ખુરશી પર બેસીને કામ કરો.

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...