Saturday, February 22, 2020

છોટા કાશી માં શિવરાત્રી નિમિત્તે ભવ્ય શિવ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી

   રાજમાર્ગો હર હર ભોલેના નાદથી ગુંજી ઊઠયાં શોભાયાત્રાનું ઠેર-ઠેર      સ્વાગત કરાયું  ૨૩ જેટલા ફ્લોટ્સ એ શોભાયાત્રામાં આકર્ષ જગાવ્યું 


જામનગર માં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હાર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મહાશિવરાત્રિ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું . આ શોભાયાત્રામાં રજતમઢીત પાલખી પણ જોડવામાં આવી હતી. મહાશિવરાત્રી ની શોભાયાત્રાનું શહેરના  સિધ્ધનાથ મહાદેવ મંદિરે થી પ્રસ્થાન રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા કરાવવામાં આવ્યું હતું. શોભાયાત્રા માં મેયર હસમુખભાઈ જેઠવા,ડેપ્યુટી મેયર કરશન કરમુર, ચેરમેન સુભાષ જોશી,ભાજપ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા,મહામંત્રી ધર્મરાજ જાડેજા, ડો.વીમલભાઈ કગથરા,શાસકપક્ષ નેતા દિવ્યેશ અકબરી,શિક્ષણ સમિતિ અધ્યક્ષ આકાશ બારડ,કોર્પોરેટર પ્રતિભાબેન કનખરા,કોર્પોરેટર મનીષ કટારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. મહાશિવરાત્રીની શોભાયાત્રામાં શહેર ના જુદા જુદા મંડળો અને સમાજના લોકોએ શિવજીના આકર્ષિત રથ સાથે જોડાયા હતા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો માટે પ્રસાદી રૂપી ભાંગ અને સરબત નું આયોજન કર્યું હતું . સિધ્ધનાથ મહાદેવ મંદિરે થી ભગવાન શિવજી ની શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ  શહેર ના રાજમાર્ગો પર ફરી હતી.

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...