એસ.ઓ.જી.માં મૂકાયા : નાનામાં નાના માણસ સુધી પોલીસનો
વિશ્વાસ સંપાદન કરવાનો પ્રયાસ : ગઢવી
વિશ્વાસ સંપાદન કરવાનો પ્રયાસ : ગઢવી
પોલીસ તંત્રમાં ફરજ સાથે કવિ હૃદયથી જીવતા ગઢવીએ 100 થી વધુ કવિતા, ગઝલો રચી..
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં છેલ્લા દોઢેક વર્ષ થયા ફરજ બજાવતા પી.એસ.આઇ વી.કે ગઢવીની જામનગર ખાતે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી) માં બદલી થતા ધ્રોલ વાસીઓએ પ્રથમ દ્રષ્ટિએ થોડો વસોવસો વ્યક્ત કર્યો છે. કારણકે પીએસઆઈ ગઢવી ગુનેગારો પર ગજબની પકડ મેળવી હતી. એક તબક્કે કહીએ તો તો તેમની ફરજ દરમિયાન ગુનેગારો ભોંભીતર થઈ ગયા હતા. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે શાંત રીતે જાળવી રાખનાર આ પોલીસ અધિકારીની જામનગર ખાતે બદલી થઇ છે. ત્યારે તેમના હિતેચ્છુઓએ દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, પી.એસ.આઇ ગઢવી પોલીસ તંત્રમાં સરાહનીય ફરજ ની સાથે સાથે સાથે કવિ હૃદય પણ ધરાવે છે. તેમણે અત્યાર સુધીમાં સો જેટલી કવિતાઓ લખીને પોતાની સાહિત્ય પ્રત્યેની રુચિ, લાગણીઓ ગઝલ અને કવિતાઓમાં ઉતારી છે.તેઓની કારકિર્દી બાબતે વધુ પડતી વિગતો એવી છે કે વર્ષ 2013થી પોલીસ તંત્રમાં સર્વિસ શરૂ કરનાર વી.કે. ગઢવી મૂળ કલ્યાણપુર તાલુકાના, દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામના વતની છે. તેઓ સૌપ્રથમ બોટાદ જિલ્લામાં મુકાયા હતા. બોટાદ જિલ્લાના ગઢડા, પાળીયાદ તેમજ બોટાદ શહેરમાં અનન્ય કામગીરી બજાવનાર પી.એસ.આઇ ગઢવીને ત્યારબાદ જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશનમાં મુકાયા હતા.અહીં પોતાની આગવી કુનેહતા બતાવીને ગઢવીએ ગુનાખોરી ડામવા પ્રશંસનીય ફરજ બજાવી હતી. રાબેતા મુજબની ફરજનિષ્ઠાને કાબિલેદાદ બતાવીને શ્રેષ્ઠ કામગીરી કરતા જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલના હસ્તે તેઓ બે-ત્રણ વખત સન્માન મા પામ્યા છે. લગાતાર દોઢ વર્ષ સુધી ધ્રોલ શહેરના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર આ પી.એસ.આઇની કામગીરી પોલીસ તંત્રમાં ઊડીને આંખે વળગે તેવી જણાતા જિલ્લા પોલીસ વડા દ્વારા તેમને હાલ ધ્રોલથી જામનગર એસ.ઓ.જી. માં પીએસઆઈ તરીકે મુકાયા છે છે.આ તકે ધ્રોલવાસીઓએ જણાવ્યું હતું કે પીએસઆઈ ગઢવીની ફરજ દરમિયાન ધ્રોલમાં ગુનેગારો ભોંભીતર થઈ ગયા હતા. કોઈપણ ગુનો કરતા પહેલા પહેલા તેઓ ફોજદાર ગઢવીની કડક ફરજને ધ્યાને લઈને થરથર ધ્રૂજતા હતા.એ કારણે ધ્રોલમાં કોઈ ગંભીર ગંભીર ગુના બન્યા ન હતા.છેલ્લા છ વર્ષથી વધુની પોલીસ તંત્રમાં ફરજ દરમિયાન પીએસઆઈ ગઢવી ચોરી, લૂંટ તેમજ ખૂન અને પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપીઓને પકડવાની સમયાંતરે પ્રસંશનીય કામગીરી કરી હતી.
સૌથી વધુ સારી અચરજ પમાડતી એ વાત જાણવા મળી કે પીએસઆઇ વી.કે ગઢવી પોલીસ તંત્રની ફરજ દરમિયાન નવરાશના અનુકુળ સમયને સાહિત્ય તરફ વાળીને પોતાના સમય વ્યતીત કરે છે. સાહિત્ય પ્રત્યે લગાવને લીધે અત્યાર સુધીમાં તેઓએ સોથી વધુ કવિતાઓ અને ગઝલ રચના કરી અને ગઝલ રચના કરી ગઝલ રચના કરી રચના કરી છે.
રચનાકાર તરીકે તેમણે પોતાનું ઉપનામ "ખાખી" આપીને પોલીસ તંત્રની શાન વધારી વધારી શાન વધારી છે. તેમના હાથે લખાયેલી બે-ત્રણ કવિતાની પંક્તિઓ જાણીએ તો તેમાં તેમની પોલીસ ફરજનિષ્ઠા છતી થાય છે.
No comments:
Post a Comment