Wednesday, February 26, 2020

જામનગરના જીઆઇડીસી ઉદ્યોગનગર ફેસ 3 બ્રાસપાર્ટના કારખાનામાં લાગી આગ

   


ગ્રેવીટી ન્યૂઝ જામનગર તા.26 : જામનગરના જીઆઇડીસી ઉદ્યોગ નગર ફ્રેસ 3 વિસ્તારમાં આજે બપોરે  હરિઓમ પ્લાસ્ટિક એન્ડ માર્બલ નામના કારખાનામાં અચાનક જ અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કારખાનામાં  પ્લાસ્ટિક અને માર્બલ નો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જેની જાણ થાય ફાયરને થતા ફાયર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગને કાબુમાં લેવા પાણીનો મારો શરૂ કર્યો હતો જાણવા મળતી વિગત અનુસાર  આગને કારણે અંદાજે ૮ થી ૧૦ લાખનું નુકસાન થવા પામ્યું હતું. કારખાનામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...