Monday, February 24, 2020

જામનગરમાં બ્લીસ લર્નિંગ સેન્ટર દ્વારા સુપર જોડી દોડમાં ૮૫૦ જેટલા લોકો જોડાયા



જામનગરમાં  ગરમાં ' *બ્લીસ લર્નિંગ સેન્ટર'* દ્વારા *સુરક્ષાસેતું સોસાયટીના* સહયોગથી આગામી તા. ૨૩-૨-૨૦૨૦,રવિવારના રોજ ' જામનગરની જાહેર જનતા માટે સુપર જોડી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં૮૫૦ જેટલા લોકો જોડાયા હતા.આ સંસ્થા છેલ્લા  વર્ષથી બાળકોના શારીરિક તથા માનસિક વિકાસ માટે ચાલતી સંસ્થા છે.  આ દોડમાં ૧ થી ૧૪ વર્ષનાં બાળકો પોતાના વાલી સાથે જોડી બનાવીને ભાગ લઈ શકે છે. આ દોડનો મુખ્ય હેતુ લોકોમાં તંદુરસ્તી માટેની જાગૃતતા લય આવવાનો છે. છેલ્લા ૪ વર્ષોથી આ દોડમાં ૫૦ જેટલી જોડીઓ ભાગ લે છે. આ દોડમાં વધુમાં વધુ લોકો ભાગ લઈ શકે તે માટે જુદા જુદા અંતરનો સમાવેશ કરવામાં આવે છે 

    જેમાં ૧થી૫ વર્ષનાં બાળકો માટે ૧કિ.મી ૫થી૯ વર્ષનાં બાળકો માટે ૨ કિમી ૯થી૧૪ વર્ષનાં બાળકો માટે ૩.૫કિમી તથા સ્પેશિયલ  દિવ્યાંગ બાળકો માટે કેટેગરી રાખવામાં આવી હતી.
    આ સાથેજ છેલ્લા ૪વર્ષની અપાર સફળતા બાદ આ વખતે પણ આ દોડમાં દિવ્યાંગ બાળકોને પણ પ્રોત્સાહન મળે તે માટે પણ આયોજન કરેલ છે. તેઓ માટે ૧કિમીનું અંતર નક્કી કરવામાં આવેલ છે. ભાગ લેનાર દરેક સ્પર્ધકોને મેડલ, સર્ટિફિકેટ,ભેટ તથા રીફ્રેશમેન્ટ   આપવામાં આવ્યા હતા. દરેક વિજેતા થનાર સ્પર્ધકોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.







No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...