Monday, February 24, 2020

જામકલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે સ્કૂલનું લાઈટ કનેક્શન કાપી નાખતા વિદ્યાર્થીઓને પડતી હાલાકી



    ડિજિટલ યુગમાં અંધકારમાં શિક્ષણ મેળવવા મજબૂર વિદ્યાર્થીઓજામકલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે આવેલી આરાધના વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ છેલ્લા 10 દિવસથી પી.જી.વી.સી.એલ દ્વારા કનેક્શન કાપી નાખી દીધેલ હોઈ 1 થી ધોરણ 10 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લાઈટ વિના અભ્યાસમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે ધોરણ સુધી અહીં કોમ્પ્યુટર સહિતનું શિક્ષણ સંસ્થા દ્વારા આપવામા આવતું હોય છેલ્લા 10 દિવસથી વીજળી કનેક્શન કાપી નખાતા વિદ્યાર્થીઓ શિક્ષણ થી વંચિત રહ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર તા 11-2-2020 ના રોજ પી.જી.વી.સી.એલ સબ ડિવિઝન કચેરી દ્વારા આરાધના  વિદ્યાલયમાં વીજળી ના કનેક્શન જાણ કર્યા વિના કાઢી નાખતા વિદ્યાર્થીઓ છેલ્લા 10 દિવસથી વીજળી વિના ભારે હાલાકી ભોગવી રહ્યા છે સંસ્થા ના સ્થાપક દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે પી.જી.વી.સી.એલ કચેરીએ અનેક ધક્કા ખાવા છતાં તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા સંસ્થા દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી આ મામલે યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક અસરથી કનેક્શન ચાલુ કરવા માંગ કરાઈ છે આધુનિક ડિજિટલ યુગમાં કોમ્પ્યુટર સહિતના શિક્ષણની મોટી વાતો કરતી સરકાર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે ત્યારે જોવાનું એ રહ્યું  કે અંધકારમાં 10 દિવસથી મહત્વના શિક્ષણ કાર્યથી દૂર રહેલા વિદ્યાર્થીઓને આખરે 24 કલાક વીજળીની વાતો કરતું તંત્ર આખરે વીજળી ક્યારે આપે છે

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...