સુરતના વેડરોડ વિસ્તારમાં સૂર્યા મરાઠી ગેંગનો જબરજસ્ત આતંક હતો, હજી તો ત્રણ દિવસ પહેલાં જ મનુ ડાહ્યા કેસમાં સૂર્યાને નિર્દોષ છોડી દેવામાં આવ્યો હતો
ગોતાલાવાડી ટેર્નામેન્ટ એરિયામાં દાદા થઈને ફરતા મનુ ડાહ્યા(બારૈયા) હત્યા કેસમાં હજી તો ત્રણ દિવસ પહેલાં જ નિર્દોષ છોડી દેવામાં આવેલા વેડરોડના માથાભારે સૂર્યા મરાઠી અને તેના જ એક સમયના ખાસ મનાતા હાર્દિક પટેલ વચ્ચે થયેલી ગેંગવોરમાં બંનેના ઢીમ ઢળી ગયા છે. આ ડબલ મર્ડરે ફરીથી સુરતના અંડરવર્લ્ડમાં ચાલતી ખતરનાક ગેંગવોરને ખુલ્લી પાડી દીધી છે.
વેડરોડ પર સૂર્યા મરાઠી ગેંગનો ભારે આતંક હતો. આજરોજ સવારે તેની વેડરોડ સ્થિત ઓફિસમાં સાતેક અજાણ્યા ધૂસી ગયા હતા અને તલવાર અને ચપ્પુના ઘા મારી સૂર્યાનું ઢીમ ઢાળી દીધું હતું. એક સમયના સૂર્યા મરાઠીના ખાસ આદમી તરીકે જેનું નામ લેવાતું હતું અને હાલ ઘણા સમયથી દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હોવાનું કહેવાય છે, અને આ હુમલામાં હાર્દિક પટેલનું પણ મર્ડર થઈ ગયું હોવાથી સુરતમાં થયેલા આ ડબલ મર્ડરે અંડરવર્લ્ડમાં હલચલ મચાવી દીધી છે. સૂર્યા મરાઠીને પહેલાં વેડરોડની પ્રાણનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અન ત્યાંથી મહાવીર હોસ્પિટલમાં દાખલ કરાયો પરંતુ તેણે દમ તોડી દીધો હતો. આમ એકબીજાના ખાસ મનાતા સૂર્યા અને હાર્દિક વચ્ચે થયેલા સામસામે હુમલામાં બંનેના ટૂંકી સારવાર બાદ મોત થયા હતા.
ઉલ્લેખનીય છે કે, તા. 17મી એપ્રિલ, 2017ના રોજ કતારગામ ખાતે મનુ ડહ્યા-બારૈયા દાઢી કરાવવા ગયો હતો ત્યારે તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ગોતાલાવાડીના આ ટપોરીની હત્યામાં સૂર્યાનો જ હાથ હતો. જે અંગે નોંધાયેલી ફરિયાદમાં સૂર્યા મરાઠી સહિતના સાત આરોપીઓના નામ હતા. સૂર્યા મરાઠી, પરેશ લીંબાચિયા, જયેશ પોલ, વિકાસ મગારે, જયેશ સોસા, અક્ષય દેવરે અને અમોલ ઝીનેની મનુ ડાહ્યા મર્ડર કેસમાં ધરપકડ થઈ હતી. આ કેસમાં તા. 5 ફેબ્રુઆરી 2020ના રોજ સેશન્સ કોર્ટે શંકાનો લાભ આપીને મુક્ત કરતો હુકમ કર્યો હતો. જેથી ત્રણ દિવસ પહેલાં સૂર્યા મરાઠી લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો.

No comments:
Post a Comment