Thursday, February 13, 2020

કુરંગા ઘડી કંપનીમાંથી છુટા કરાયેલા મજૂરોએ પી.એમ મોદી ને પોસ્ટ કાર્ડ લખી મદદ ની કરી માંગ...

કુરંગા સ્થિત આવેલ ઘડી કંપનીમાંથી 45 મજૂરોને છુટા કરી દેવાતા મામલો હવે ઉગ્ર બન્યો છે મજૂરો દ્વારા મુખ્યમંત્રી સહિત પ્રાંત 
કચેરીએ આ મામલે લેખિત રજુઆત કરી હતી 24 કલાક બાદ યોગ્ય નિકાલ ના આવતા સ્થાનિકો મા ભારે રોષ વ્યાપ્યો હતો અને
45 મજૂરો ને છુટા કરી દેવાયા બાદ આખરે આ તમામ મુજરોએ દિગ્ગજ કંપની સામે ન્યાય મેળવવા  મજૂરોએ આખરે વડા પ્રધાન
મોદી ને પોસ્ટકાર્ડ લખી મદદની માંગ કરી હતી કુરંગા ઘડી કંપનીમાં કામ કરતા મજૂરોએ પી.એમ મોદીને પોસ્ટ કાર્ડ લખી મદદની
કરી માંગ કરી હતી અને આર એસ પી એલ ઘડી કંપની વિરુદ્ધ મજૂરો ઉપવાસ પર બેઠા છે અને ન્યાય નહીં મળે તો હજુ પણ આગળ
આ લડત ઉગ્ર બને તેવા એંધાણ વર્તાય રહી છે ઘડી કંપનીએ કારણ વિના સ્થાનિક મજૂરોને છુટા કરતા ઘડી પાસે ઉપવાસ પર  45
મજૂરો ઉપવાસ પર બેઠા હોઈ આ આગ વધુ ઉગ્ર બની હતી અને બીજા પણ છુટા કરાયેલ મજૂરો આ લડતમાં જોડાયા હતા સ્થાનિક
લોકોને રોજગારી ના અપાતી હોઈ ઘડી કંપની વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો આજે  સૂત્રોચ્ચાર સાથે મજૂરો એ કંપની વિરુદ્ધ રોજગારી
મુદ્દે આંદોલન ની શરૂઆત કરી હતી
ગુજરાતીઓ સાથે દુર્વ્યવહાર થતો હોય સ્થાનિક 80 ટકા રોજગારી સહિતના મુદ્દે મજૂરોએ પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ 
કાર્ડ લખી મદદની કરી માંગ હતી અને હજુ પણ આ ઉપવાસ આંદોલન ઉગ્ર બનશે તેવા એંધાણ વર્તાય રહ્યા છે ત્યારે છૂટા કરાયેલા
મજૂરોએ ના ઈસ્તેમાલ કરે ના વિશ્વાસ કરે ઇસ ઘડી કંપની કા બહિષ્કાર કરે જેવા સૂત્ર હેઠળ બેનરો બનાવી ઉપવાસ આંદોલન ની 
શરૂઆત કરી છે

No comments:

Post a Comment

જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...