જામનગર ની રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલી કાર્યક્રમ અંતર્ગત શહેર ના બાળકો માટે મોઈ-દાંડિયા, ઠેરી, ભમરડો, લીંબુ ચમચી, નારગોલ, દોરડા કુદ જેવી દેશી રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર ની રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલી કાર્યક્રમ અંતર્ગત શહેર ના બાળકો માટે મોઈ-દાંડિયા, ઠેરી, ભમરડો, લીંબુ ચમચી, નારગોલ, દોરડા કુદ જેવી દેશી રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમય માં બાળકો મોબાઈલ અને કોમ્પ્યુટર ની આધુનિક રમતો માં વ્યસ્ત થઈ સારું સ્વસ્થ્ય અર્પણ કરતી મેદાની રમતો ને ભૂલી જાય છે ત્યારે રોટરી ક્લબ દ્વારા આપણી દેશી રમતો અંગે બાળકો અને વાલીમાં જાગૃતતા આવે તેવા હેતુ થી આયોજન કરવામાં આવ્યું હતું. સ્માર્ટ કોમ્પ્યુટર, સ્માર્ટ મોબાઈલ અને સ્માર્ટ ટીવી ના યુગ માં આજના બાળકો મોબાઈલ કોમ્પ્યુટર અને ટીવી ની અત્યાધુનિક ગેમો માં વ્યસ્ત રહે છે અને બાળકો આપણી જૂની પારંપારિક મેદાની રમતો ભૂલતા જાય છે તેમજ સ્માર્ટ ફોન માં જેમ વાઇરસ આવે છે તેમ બાળકો ના સ્વસ્થ્ય પણ તેના લીધ બગાડે છે અને બાળકો ની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે જ્યારે મેદાની રમતો માં બાળકો ને રમત સાથે મહેનત થતી હોવાથી બાળકો નું સ્વસ્થ્ય સારું રહે છે અને બાળકો રોગ મુક્ત રહે છે છ્તા આજના ફાસ્ટ યુગ માં માતા- પિતા પણ બાળકો પર પૂરતું ધ્યાન આપી ના શકતા હોય અને પોતાના કામની વ્યસ્તતા ના કારણે બાળકો ના હાથ માં સ્માર્ટ ફોન કે કોમ્પ્યુટર આપી દેતા હોય છે અને મેદાની રમતો નું મહત્વ શું છે તે સમજાવતા નથી. સામાજિક સંસ્થા રોટરી ક્લબ દ્વારા ‘ધમાલ ગલીમાં’ કાર્યક્રમ અંતર્ગત બાળકો માટે મોઈ-દાંડિયા, ઠેરી, લીંબુ ચમચી, ભમરડો, દોરડા કૂદ, નારગોલ, સાતતાળી, સાયકલ નું વ્હીલ ફેરવવું જેવી અનેક દેશી રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ માં વાલી અને બાળકો સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કાર્યક્રમ માં માતા- પિતા પોતાની બધી જ વ્યસ્તતા એક તરફ મૂકી બાળકો સાથે દેશી રમત રમ્યા હતા. બાળકો એ પણ આ રમતો ની ખૂબ મોજ માણી હતી અને આ પહેલા ક્યારેય આવો રોમાંચ માણ્યો ન હતો.
No comments:
Post a Comment