Friday, March 6, 2020

જામનગરના નામાંકિત બિલ્ડર અને ઉદ્યોગપતિઓનીચકચારી ખેતીની જમીનમાં હકકપત્રકે નોંધ નામંજુર કરવા હુકમ ફરમાંવતી કોર્ટ

જામનગરમાં સમર્પણ હોસ્પિટલ ની સામે ખંભાળીયા હાઇવે ઉપર આવેલ ખેતીની જમીન કે જામનગર નગર સીમલા ખેતીના ટીકા નંબર 1, ખાતા નંબર 120, રે.સ.ન.46 તથા 47 પૈકી એક વાળી ખેતીની જમીન સંયુક્ત ખાતે આવેલ હોય અને જામનગરના નામાંકિત બિલ્ડર અને ઉદ્યોગપતિઓ અમરીશ વિનોદચંદ્ર મહેતા ચિંતન અરવિંદભાઈ શાહ પિયુષ ભરતભાઈ ગોદીયા હાથિયા ભાઈ એભાભાઈ રાજાણી ડાડુંભાઇ રામજીભાઈ વારોતરીયા હેભાભાઈ રાજશીભાઈ ડેર ના હોય કુલમુખત્યારનામાંના તથા વેચાણ દસ્તાવેજના આધારે વહેવાર કરી મામલતદાર શહેર સમક્ષ પત્ર કે વેચાણ દસ્તાવેજ મુજબ નોંધ દાખલ કરવામાં આવેલ અને આ નોધની કલમ 135 ડી ની નોટીસો તૈયાર કરી ચકચારી ખેતીની જમીનમાં હિતધરાવનારાઓને બજાવવામાં આવતા જુદાજુદા વિવાદી વાધેદાર તરફે  પત્ર કે એન્ટ્રી સંબંધે વાંધા તથા રજૂઆત થતાં ચકચાર ખેતીની જમીનમાં તકરાર ઉભી થતાં મામલતદાર શહેરની કોર્ટમાં તકરારી કેસ તરીકે કેસ ઊભો થતાં સદરહુ ખેતીની જમીનમાં અવિભાજ્ય હિસ્સો હક લાગભાગ ધરાવતા ગુજ.નર્મદાબેન હીરાલાલ નંદાના વારસદારોને નોટિસની બજવણી થતા તેઓ વકીલ મારફતે નામદાર કોર્ટમાં હાજર થતાં વિવાદ આ વાળી ખેતીની જમીનમાં ગુજરનાર નો વારસો દરજ્જે અવિભાજ્ય હિસ્સો હક  લાગભાગ સમાયેલ હોય તથા જુદી જુદી તકરારો ગુજરનાર ના વારસદારો તરીકે લેવામાં આવેલ હોય તેમ જ ચિંતન અરવિંદભાઈ શાહ હાથિયાભાઈ હેભાભાઈ રાજાણી તથા હેભાભાઈ રાજશી ભાઈ ડેર  મૂળ પ્રથમથી કઈ રીતે ખેડૂત ખાતેદાર થયેલ છે તે અંગેના કોઈ આધાર પુરાવા રજુ કરેલ ન હોય જેથી કરીને મામલતદાર શહેરની કોર્ટ અગત્ય નો હુકમ કરતા પ્રતિવાદી ઓને ચકચારી ખેતીની જમીનમાં હક પત્ર કે રજીસ્ટર વેચાણ દસ્તાવેજ મુજબ દાખલ કરેલ વેચાણ મંજૂર ની નોંધ રદ નામંજુર કરવા ન્યાયના હિતમાં હુકમ ફરમાવેલ છે. આ કેસમાં વિવાદી વાંધેદાર ગુજ .નર્મદાબેન હરિલાલ નંદના વારસદારો  વિનોદરાય ચંદુલાલ કટારમલ વિગેરે તરફથી વકીલ શ્રી રાજેશ.એમ કનખરા ઇન્દ્રજીતસિંહ રાઠોડ ભાવિકે નાખવા યસ. એસ.કટારમલમાં રોકાયા હતા. 

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...