ગણતરીના કલાકોમાં જ લાલપુર નાના ખડબા
ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
ગ્રેવીટી ન્યૂઝ જામનગર તા. 4 : ગઈકાલે 3-4-2020 ના સાંજના સમયે લાલપુર તાલુકાના મોટા ખડબા ગામની સીમમાં આવેલ પ્રવીણ સિંહ મનુભા જાડેજાની વાડીમાં ભાગીયું રાખી કામ કરતા નાના ખડબા ના લખમણ ઉર્ફે પીરો કરસનભાઈ વાણીયાની આઠેક વાગ્યાના અરસામાં તિક્ષણ હથિયારના ઘા મારી મોત નીપજાવેલ હોય જે અંગે મરણ જનારના ભાઈ કેશુભાઇ કરસનભાઈ વાણિયાએ લાલપુર પોલીસમાં ગુન્હો નોંધાવેલ જે ગુન્હામાં આરોપીઓને શોધી કાઢવા અંગે લાલપુર પોલીસ તથા એલસીબી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલનાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડા તેમજ એલ.સી.બીના પો..ઇ કે.કે.ગોહિલ, પો.સ.ઈ આર. બી.ગોજીયા તથા એલ.સી.બી સ્ટાફને અને લાલપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઈ બી.એસ.વાળા તથા જામ ગ્રામ્ય વિભાગના સર્કલ પો.ઈ આર. બી.ગઢવીને આરોપીઓ શોધી કાઢવા સૂચના કરવામાં આવેલ હતી.
જે અન્વયે એલ.સી.બી સ્ટાફ તથા લાલપુર પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો કાર્યરત કરી આ ગુન્હામાં ખૂનને અંજામ આપનાર (1)અંજુબેન લખમણ ઉર્ફે પીરો કરસન ભાઈ વાણીયા રે.નાના ખડબા તા.લાલપુર (મરણ જનારની પત્ની) તથા (2)પ્રફુલ રામજીભાઈ સોરઠીયા રે બાધલા તા.લાલપુર વાળા એ સાથે મળી માથામાં તિક્ષ્ણ હથિયાર વડે ઈજા કરી ખુન નીપજાવેલ છે.
આ બનાવમાં મરણ જનાર લખમણભાઇ વાણીયાની પત્ની અંજુબેન વાણિયાને પ્રફુલ સોરઠીયા સાથે પાંચેક વર્ષથી પ્રેમસંબંધ હોય જે પ્રેમ સંબંધમાં લખમણભાઇ વાણીયા નડતરરૂપ થતા હોય જેથી બંને પ્રેમીએ મળી અગાઉથી પૂર્વ આયોજિત કાવતરું રચી લખમણ વાણીયાને માથામાં તિક્ષ્ણ હથિયાર વડે ઈજા કરી હત્યા નીપજાવેલ હોય જે બંનેને જામનગર એલ.સી.બી તથા લાલપુર પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ ગુન્હામાં વપરાયેલા મોટરસાયકલ તથા મોબાઈલ ફોન કબજે કરી પો.સ.ઇ બી.એસ.વાળા તથા લાલપુર સ્ટાફ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કાર્યવાહી પો.ઈ કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ આર. બી.ગોજીયા એલસીબી સ્ટાફના ફિરોજભાઈ દલ, નિર્મળસિંહ બી.જાડેજા, પ્રતાપભાઈ ખાચર, વનરાજ ભાઈ મકવાણા, મીતેશભાઈ પટેલ અરવિંદગીરી તથા લાલપુર પો.સ્ટે ના પો.સ.ઈ બી.એસ.વાળા તથા ટીનુભા જાડેજા, ખોડુભા જાડેજા, મહાવીર સિંહ વાઘેલા, પ્રદિપસિંહ જાડેજા ભગીરથસિંહ જાડેજા, રીધી બેન તથા સીમાબેન વગેરે દ્વારા કરવામાં આવેલ છે.

No comments:
Post a Comment