Friday, May 1, 2020

જામનગર માં સોપારી ને તમાકુના કાળાબજારે મૂકી માઝા: તંત્ર નું ભેદી મૌન!

રાત્રી ના અંધારા માં મોટા મોટા ગોડાઉનો ખુલ્લી ને સ્ટોક કરેલ તમાકુ ને સોપારી મોટો જથ્થો અમુક અધીકારીની મીઠી નજર હેઠળ કાઢી આ કારસ્તાન આચારઇ રહીયું છે?
જામનગરમાં જમ્યા બાદ સોપારી તેમ જ પાન ખાવાનો વણલખ્યો રિવાજ છે આ સોપારી અને પાન જામનગર ની સંસ્કૃતિ સાથે વણાઈ ગયું છે ભારતના કોઈ પણ  અને જામનગરથી તરીકેની ઓળખાણ આપતા જ પાન અને કચોરી ના લોકો વખાણ કરવા લાગે છે પરંતુ આ જ અમુક નુધરા અને લાલચુ પ્રકૃતિના વેપારીઓ દ્વારા સોપારી અને તમાકુના મામલે ખુલ્લી લૂંટ ચલાવાઈ રહી છે જામનગરની પ્રજાની લોહીમાં જ્યારે પાન મસાલા શોખ નહીં પણ તેવું બની વણાઈ ગયા છે ત્યારે લોકોની આ મજબૂરીનો લાભ લઇ ડબલ તો ઠીક ત્રણ અને ચાર ગણા ભાવે સોપારી અને તમાકુ વેચી જામનગર ની સંસ્કૃતિ સાથે ગદ્દારી કરી છે. કોરોના મહામારીની સામે દેશના વડાપ્રધાન થી લઇ ને છેક સફાઈ કામદાર સુધીના તમામ વર્ગના લોકો એક સૈનિકની જેમ નિષ્ઠા અને પ્રમાણિકતા થી લડી રહ્યા છે સામાજિક સંસ્થાઓ શહેરોના કોઇ ગરીબ ભૂખ્યો ન સુઈ જાય તેના માટે આખો દિવસ રસોડામાં ચલાવે પ્રજાના પ્રતિનિધિઓ સેવાભાવી સંસ્થાઓ અને નાના-નાના મંડળો પણ લોકોને અગવડ ના પડે પ્રજા પરેશાન ન થાય તેના માટે દિવસ-રાત એક કરી રહ્યા છે ત્યારે એક જ વર્ગ એટલે જ કે સોપારી અને તમાકુના અમુક નુઘરા અને ગદ્દાર લોકો કાળા બજાર કરી પ્રજાને લૂંટવાના કારસ્તાન ચલાવી રહ્યા છે  આ કળાબજારના કારસ્તાનમાં  સરકારી તંત્રના અધિકારીઓ પણ બાકાત નથી સરકારી તંત્રની મીઠી નજર તેમ જ આ કાળા બજારનું કારસ્તાન ધમધમી રહ્યું છે 22 માર્ચ જનતા કરફ્યુ થી તમામ પાન મસાલા અને હોલસેલની દુકાનો બંધ છે છતાં સોપારી અને તમાકુની પડીકીઓ ક્યાંથી ક્યાંથી અને હજુ ક્યાંથી આવી રહી છે તે પણ એક પ્રશ્ન છે રાત્રિના અંધારામાં મોટા મોટા ગોડાઉનો ખુલીને stop કરેલ તમાકુ અને સોપારી નો મોટો જથ્થો અમુક અધિકારીઓની મીઠી નજર હેઠળ તારી આ કારસ્તાન આચર્યું છે ત્યારે તમામ બાબતોમાં મિસ્ટર પરફેક્ટ એવા જામનગર કલેકટર શ્રી ને વિનંતી છે કે જામનગર ની સંસ્કૃતિ પર થતા કાળા બજાર ના કુઠારાઘાત ને રોકી  ચમરબધી ને પણ કાયદાનું ભાન કરાવવા નો સમય આવી ગયો છે જરૂર પડે તો પોતાની સત્તાનો ઉપયોગ કરી તમાકુ અને સોપારીના ગોડાઉન જ્યાં સુધી વેચાણ ફરવાની છૂટ ન મળે ત્યાં સુધી સરકારી શીલ મારી બંધ કરી દેવામાં આવે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રેવીટી ન્યુઝ તમાકુ ખાવા ના સમર્થનમાં ક્યારેય ન હતું અને નથી પરંતુ કોઈપણ જાતની મર્યાદા વગર છેલ્લા એક મહિનાથી ચાલતા કાળા બજારના  આ કારસ્તાન સામે સતત ઝુંબેશ ચલાવતું  રહેશે અને જરૂર પડે આવા નુધરા  અને લૂંટારા વેપારીઓને ખુલ્લા પડતા અચકાશે પણ નહીં.   

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...