Monday, April 25, 2022

જોડિયા તાલુકાનાં મસાણિયા ચેકડેમના ઓનલાઈન ટેન્ડરને મંજૂરી અપાવતા કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ

જોડિયા, બાદનપર, કુનડ વિગેરે ગામોના ખેડૂતો અને વસાહતીઓ માટે આ ચેકડેમ જીવાદોરી સમાન નર્મદાજળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ

 મંત્રીશ્રીએ અખબારી યાદીમાં જણાવેલ છે કે મારા મતવિસ્તાર જોડિયા તાલુકાનાં જોડિયા ગામે રાજશાહી વખતનો ઉંડ નદી પર મસાણિયા ચેકડેમ આવેલ છે. આ ચેકડેમ જોડિયા, બાદનપર, કુનડ વિગેરે ગામોના ખેડૂતો અને વસાહતીઓ માટે જીવાદોરી સમાન છે અને અંદાજે ૧૦૦૦ (એક હજાર) વિધા ખેતી લાયક જમીનને આ ચેકડેમના પાણીથી સીંચાઈનો લાભ મળે છે.

આ ચેકડેમ ગત વર્ષના ચોમાસામાં ભારે પુરના કારણે નુકશાન થયેલ અને આ ચેકડેમના રીપેર અને રિનોવેશનના અંદાજે રૂ.૩૨ લાખના કામને રાઘવજી પટેલ કૃષિ મંત્રીની ભલામણથી સરકાર દ્વારા માર્ચ-૨૦૨૧માં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ તથા આ કામનું ઓનલાઇન ટેન્ડર સરકારમાં મજૂરી અર્થે સાદર થયેલ. રાઘવજી પટેલ કૃષિ મંત્રીશ્રી દ્વારા જળસંપતિ વિભાગમાં સતત ભલામણ તથા મોનિટરિંગથી સરકારના તા.૨૨.૦૪.૨૨ ના હુકમથી આ કામના ટેન્ડરને મંજૂરી આપવામાં આવેલ છે. આથી ચેકડેમના રીપેર તથા રિનોવેશનની કામગીરી ટૂક સમયમાં શરૂ થનાર છે. આથી જોડિયા-બાદનપર તથા કુનડ ગામના ખેડૂતો તથા પ્રજામાં ખુશીની લાગણી પ્રસરી છે અને આ ગામના લોકોએ કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલનો- હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.


No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...