જોડિયા તાલુકા ના પીઠડ ગામે ઈ.સ.1884 માં સ્થપાયેલી શ્રી પીઠડ તાલુકા શાળાનો આજે 139 માં જન્મ દિવસની ઉજવણી, ધોરણ 8 નો વિદાય સમારંભ અને ઈનામ વિતરણનો ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવ્યો
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સૂચના મુજબ 28 એપ્રિલ 1884 ના રોજ સ્થપાયેલી જોડિયા તાલુકા માં પીઠડ ગામ માં આવેલી શ્રી પીઠડ તાલુકા શાળાએ આજે 138 વર્ષ પૂર્ણ કર્યા. ત્યારે શાળાના જન્મ દિવસ ની ઉજવણી, ધોરણ 8 ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ અને ઈનામ વિતરણ સ્વરૂપે ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
આજે શ્રી પીઠડ તાલુકા શાળા ના જન્મ દિન નિમિત્તે શાળાની વિદ્યાર્થીનીઓ એ *ભારતીય પરંપરા મુજબ સાડી દિવસ* ની ઉજવણીના ભાગ રૂપે સાડી પહેરીને આવી. કાર્યક્રમમાં શાળામાં 100% હાજરી આપનાર *4 વિદ્યાર્થીઓને કે જેઓ એ સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમ્યાન એક પણ ગેરહાજરી રાખેલ નથી તેઓને શિલ્ડ આપી બિરદાવવામાં આવ્યા* તેમજ અન્ય દરેક ધોરણમાં જે વિદ્યાર્થીઓની સૌથી વધુ હાજરી હતી તેઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું. તેમજ શાળાના આચાર્ય જીનેશભાઈ વખારીયા એ શાળાના *ધોરણ 8 માં STUDENT OF THE YEAR નો એવોર્ડ જાહેર કરી વિજેતા પઢારિયા પારુલ રમેશભાઈ નું નામ જાહેર કર્યું
ધોરણ 8 ના વિદ્યાર્થીઓને વિદાય સમારંભ અનુરૂપ શાળાના શિક્ષકો રાજેશભાઈ રામાવત અને વિપુલભાઈ વાધડીયાએ વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રાકેશભાઈ ફેફર એ કર્યું.
ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ફોલ્ડર ફાઇલ ભેટ આપવામાં આવી. કાર્યક્રમને સફળ બનાવવા કોમલબેન વાદી અને ઋજુતાબેન વામજા એ ઘણી મહેનત કરી. કાર્યક્રમના અંતે *શાળાના તમામ 250 જેટલા બાળકો તેમજ મહેમાનોને શિખંડ પુરી નું તિથિ ભોજન સરપંચ શ્રી અનસોયાબેન મનીભાઈ હોથી તરફથી જમાડવામાં આવ્યું* જમણવાર ને સફળ બનાવવા શાળાના શિક્ષકો બાબુભાઇ વાઘેલા, પ્રગ્નેશભાઈ પટેલ અને ઇરફાનભાઈ મન્સુરી એ ભારે જહેમત ઉઠાવી....
આવેલ મહેમાનો માં ટગુભા જાડેજા તરફથી ધો 8 ના તમામ વિદ્યાર્થીઓને દરેક ને 101 રુ ભેટ સ્વરૂપે તેમજ અન્ય આગેવાનો તથા ગ્રામજનો દ્વારા અંદાજે રૂ 6000 સહિત કુલ 8200 રૂ નું ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે દાન મળ્યું જે માટે શાળા પરિવાર તમામનો આભાર માને છે.....
શરદ એમ.રાવલ.હડિયાણા..
No comments:
Post a Comment